ઝડપી વાળ વધારવા હોય તો આ બેદરકારી ટાળવી, આજે જ અજમાવો આ ઘરગથ્થુ ઉપાય વાળ બનશે કાળા અને લાંબા

Spread the love

દરેક મહિલા ઈચ્છે છે કે તેના વાળ ખૂબ સુંદર લાગે તે તેના વાળને કાળા, લાંબા, મજબૂત અને મુલાયમ રાખવા માંગે છે. તે કોઈ પણ સ્ત્રીની સુંદરતા વધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ અત્યારે માણસોની ભાગદોડ વાળા જીવનમાં આ શક્ય રહેતું નથી. મોટાભાગની મહિલાઓની ફરીયાદ રહે છે કે તેને વાળાને લગતી સમસ્યા છે. તેના માટે મુખ્ય કારણ જવાબદાર છે કે અત્યારની ખાણી પીણી. તે ખરાબ અને બહારનું ખાવાથી થાય છે.

તેના માટે કેમિકલ્સવાળી ચીજો પણ ખૂબ કારણભૂત છે. જ્યારે આ તકલીફ થાય ત્યારે આપને તેની સંભાળ રાખીને વાળને ખરતા રોકી શકાય છે. તેના માટે તમારે ખાસ બાબતોને ધ્યાનમાં લેવાનું જરૂર રહેશે. આજે આપણે તે ખાસ બાબતો વિષે જાણીએ કે તેનાથી વાળ ખરતા બધ થઈ જાય અને તે મજબૂત બને.

વાળને નુકશાન અત્યારના આ ખરાબ વાતાવરણને કારણે પણ થાય છે. બીજું કારણ હોય છે કે અત્યારે બહાર મળતા ખાન પાન થી પણ વધારે નુકશાન થાય છે. તેના લીધે તે મજબૂત રહેતા નથી. રોજના ૫ થી ૭ વાળ ખરે તો તેને સામાન્ય કહેવાય પરંતુ તેનાથી વખારે વાળ ખરતા હોય ત્યારે તેનો ઉપચાર કરવો જોઈએ. તેમાં માતે તમે કેટલાક ઘરેલુ ઉપચાર કરી શકો છો. તેની સાથે કેવો આહાર લેવો તે પણ જાણીએ.

વાળ માટે શું જરૂરી છે :

નિષ્ણાંતના કહેવા પ્રમાણે ભોજનમાં વિટામીન અને પોષણ હોવું જોઈએ. તેનાથી વાળને પૂરતું પોષણ મળે છે. પાણી વધારે પેવું જોઈએ. તેનાથી વાળને પોષણ મળે છે. તેને સાથે આહારમાં સલ્ફર, ઝીંક અને પોષક તત્વો વાળો ખોરાક લેવો જોઈએ. વાળ માટે સૌથી જરૂરી છે તેલ. આપણે તેને વાળમાં તો નાખીએ છીએ પરંતુ તેને નાખવાની સાચી રીત કોઈને ખબર નથી. તેને કઈ રીતે વાળમાં નાખવું તેના વિષે જાણીએ.

તેને લગાવતા પૂર્વે તેને નવશેકુ ગરમ કરો અને તેમાં તમારે વીટામીન ઈ ની ગોળી નાખવી જોઈએ. તેને તમારે થોડુંક લઈ તેને પોચા હાથે માલીશ કરવી. તેને વાળના મુળ સુધી પહોંચાડવું. તેનાથી વાળને પોષણ મળી રહેશે. તેને લાંબા કરવા માટે દિવસમાં બે વાર સીધા ઓળવા. તડકામાં જતાં પહેલા તમે જે રીતે ચહેરાની સંભાળ રાખો છો તે રીતે વાળની પણ રાખવી. તેને તડકાથી બચાવવા માટે તેને ઢાંકીને રાખવા તેથી તેને ઓછું નુકશાન થઈ શકે.

વાળમાં શું ન કરવું જોઈએ :

અત્યારના શેમ્પૂ અને કંડિશનરમાં વધારે કેમિકલ રહેલા હોય છે. ઘણી કંપની દાવો કરે છે કે તેનું શેમ્પૂ આયુર્વેદિક છે. તેનાથી વાળ ખરતા બધ થઈ જશે પરંતુ તેવું થતું નથી. તેના લીધે વાળ વધારે ખારવા લાગે છે. તેથી તમારે શેમ્પુને અઠવાડિયામાં ૨ કે ૩ વાર જ ઉપયોગમાં લેવું. વાળ ધોવા માટે સાફ પાણી જ વાપરવું. તમે જ્યારે સ્વિમિંગ કરવા માટે જાવ ત્યારે હમેશા વાળને કવર કરવા. ખારું પાણી વાળ ધોવા માટે ન વાપરવું. તેનાથી વાળના મૂળને અસર થાય છે.

તેના લીધે વાળ ખારવા લાગે છે. દરિયા કિનારે જાવ તે સમયે તેનું પાણી વાળ ને ન અડાડવુ. પાર્લર જઈને વાળમાં કઇ પણ ફેરફાર કરવો છો ત્યારે વાળને સૌથી વધુ નુકશાન થાય છે. તેને જ્યારે તમે આઇનિંગ કરવો છો ત્યારે તે નબડા પડી જાય છે. તેનાથી ડબલ વાળ ખરી પડે છે. બીજા વાળને પણ ખૂબ નુકશાન થયા છે. તેથી બને તો પાર્લરમાં વાળમાં કઈ ફેરફાર કરવો નહીં.

વાળ માટે આ વસ્તુઓ વાપરવી જોઈએ :

તમારે વાળમાં લીમડાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તે મજબૂત અને લીસા બને છે. તેના પાનાને પીસીને તેને પેસ્ટ બનાવીને તેને માથામાં લગાવવું અને તેને માલીસ કરવી તેમાં રહેલા ગુનો વાળની બધી સમસ્યા દૂર કરે છે અને તેને મજબૂત બનાવે છે. તેના માટે આંદાનો ઉપયોગ પણ કરી શકાય છે. તેનાથી પણ લાભ થાય છે. તમે વાળમાં તેલ નાખો ત્યારે તેમાં એરંડિયું તેમાં ભેળવીને નાખવાથી પણ લાભ થાય છે. તેનાથી તેની લંબાઈ વધે છે.

એડિયામાં આમળાનો પાઉડર ભેળવીને તેનાથી ધોવાથી વાળ ને લાભ થાય છે. આપણે વાળ ને હમેશા ધુમાળો, ધૂળ વગેરેથી હમેશા રક્ષણ આપવું. તેનાથી તે નબડા પડી જાય છે. તમે દુધીને પીસી ને તેની પેસ્ટ વાળમા લગાવી શકો છો. તેને ૨૦ મીનીટ માટે લગાવીને રાખવું અને તેને સાદા પાણીથી ધોઈ લેવા. તેને ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *