યુવતીઓ પ્રેમીઓને તમારી અંગત તસ્વીરો શેર કરતા ચેતજો, વાંચો સુરતની પરિણીત મહિલાનો આંખ ઉઘાડનારો કિસ્સો…

Spread the love

ગુજરાત રાજ્યના સુરત શહેરના કડોદરા ખાતે રહેતી રાજસ્થાની પરિણીત મહિલાને તેના ગામના જ વતની પ્રેમીએ બ્લેકમેલ કરી ૧૫૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ વધુ રૂપિયાની માંગ કરી અંગત તસ્વીરો અને વીડિયો પતિ તથા અન્ય સંબંધીઓને મોકલવાની પણ ધમકી અપાતા આખરે મામલો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ મામલે લિંબાયત સ્થાનિક પોલીસે કડોદરા ખાતે રહેતા રાજુરામ ચૌધરીની કાયદાકીય ગુણો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિશેષ માહિતી મુજબ કડોદરા ખાતે રહેતા ૨૮ વર્ષીય જાનકીબેન(નામ બદલ્યું છે) મૂળ રાજસ્થાન રાજ્યના વતની છે. પતિ માર્કેટમાં નોકરી કરે છે. તેને સંતાનમાં ૧ પુત્ર અને ૧ પુત્રી છે. દરમિયાન જાનકીબહેન ને આજથી પહેલા તેની સોસાયટીમાં જ રહેતા અને હાલ કડોદરા, અંત્રોલી ખાતે રાધાક્રિષ્ના એપાર્ટમેન્ટમા રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા રાજુરામ અન્નારામજી ચૌધરી (ઉ.વ. – ૨૯) સાથે પ્રેમ-સબંધ બંધાયો હતો.

બંને વચ્ચે મિત્રતા બાદ સોશિયલ મીડિયામાં ચેટિંગ બાદ અંગત તસ્વીરોની આપ-લે થઇ હતી. અને આ રીતે તેઓ વચ્ચે પ્રેમના અંકૂર ફૂટયા હતા. વોટસએપ પર નિયમિત ચેટિંગ કરવાની સાથે વીડિયો કોલિંગથી પણ તેઓ નિયમિત વાતચીત કરતા હતા.

ત્યારબાદ રાજુરામ કડોદરા રહેવા માટે ગયો હતો. થોડા સમય બાદ રાજુરામે જાનકી પાસે ભાણેજની બીમારીની સારવાર અર્થે ૧૦૦૦૦ રૂપિયા માંગ્યા હતા. ત્યારે જાનકીએે રાજુરામને ૫૦૦૦ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી વધુ ૧૦૦૦૦ રૂપિયા માંગતા જાનકીએે એક સંબંધી મારફતે રાજુરામના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી આપ્યા હતા.

આ રીતે કુલ ૧૫૦૦૦ રૂપિયા પડાવી લીધા બાદ વધારે રૂપિયાની માંગણી કરી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યુ હતું. જાનકીબહેને પૈસા આપવાનો ઇન્કાર કર્યો તો રાજુરામે અંગત તસ્વીરો અને વીડિયો પતિ તથા અન્ય સંબંધીઓને મોકલી બદનામ કરવાની ચોખ્ખી ધમકી આપી હતી. બ્લેકમેલિંગથી કંટાળી જાનકીબહેને તેના પતિને સમગ્ર વાત કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. લિંબાયત પોલીસે પ્રાથમિક તો ગુનો નોંધી રાજુરામ ચૌધરીની તત્કીલ્ક ધોરણે ધરપકડ કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *