યાદશક્તિમા વધારો કરી મગજથી લગતી દરેક બીમારીઓ માટે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક છે આ આયુર્વેદિક ઉપાય, જાણો તમે પણ…

Spread the love

આપણી યાદશક્તિને વધારવી હોય તો ચારોળી અને શિંગોડાને ખાવો જોઈએ. તેનાથી આપણી યાદશક્તિ વધે છે. સાંજે બદામનો ભુક્કો અને તેમાં સાકર અને ધી મિક્સ કરી સાંજે રાખી દેવું. ત્યારબાદ સવારે આ ખાવાથી યાદશક્તિમાં વધે છે. કોળા માંથી બનાવેલો કોળાપાક ખાવાથી પણ યાદશક્તિ વધે છે. તરબુચમાં રહેલા બીની મીંજ ખાવાથી યાદશક્તિ વધે છે. યાદશક્તિ વધારવા માટે ઉનાળાની ઋતુમાં પાકી કેરીનો રસ, ખાંડ, આદુનો રસ મિક્સ કરી આ બધી વસ્તુને સરખા પ્રમાણમાં લઈ તેને નિયમિત સવાર સાંજ પીવાથી યાદશક્તિમાં ખુબ વધારો થાય છે.

તેનાથી માનસિક તાકાત પણ આવે છે. જે લોકો ડીપ્રેશનમાં રહેતા હોય તેના માટે પણ આ ઉપયોગી બને છે. તજનો પાવડર મધ સાથે મિક્સ કરી ચાટવાથી આથવા તેના ટુકડાને મોઢાની અંદર રાખવાથી ભૂલી જવાની આદત દુર થાય છે. આનો ઉપયોગ બાળકો અને વૃદ્ધ લોકો પણ કરી શકે છે. ગળો, ગોખરુ, આમળાં, જેઠીમધ, શંખપુષ્પી અને બ્રાહ્મી ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈ તેમાંથી ત્રણ થી છ ગ્રામ ૪૦ વર્ષની ઉંમર પછી દરરોજ એક થી બે વખત લેવાથી યાદશક્તિ જેવી હોય તેવી રહે છે. આ બનાવેલા ચૂર્ણને ધી અથવા મધ સાથે લેવાથી પણ યાદશક્તિમાં વધારો થાય છે.

તે સિવાય બ્રાહ્મીધૃત, સારસ્વતારિષ્ટ, સારસ્વતપૂર્ણ, બ્રાહ્મીવટી, યશદભસ્મ, જ્યોતિષમતિ રસાયન, બદામપાક, ચતુર્મુખરસ, યોગેન્દ્રરસ, રસરાજરસ વગેરે ઔષધો માંથી કોઈ એક ઔષધ લઈ તેનું નિયમિત સેવન કરવાથી પણ યાદશક્તિ જળવાઈ રહે છે.બદામ ખાવથી પણ યાદશક્તિ વધે છે, તેમાં વિટામીન ઈ રહેલું છે. જેને લીધે આપણી યાદશક્તિ સારી બને છે.

નિયમિત જમ્યાની પંદર મિનીટ પહેલા સફરજન ખાવાથી પણ યાદશક્તિ વધે છે. સફરજનનો મુરબો બનાવીને પણ ખાઈ શકાય છે. તે ખાવાથી બી.પી પણ સમાન્ય થઈ જાય છે. શંખપુષ્પીના આખા છોડ નું ચૂર્ણ દસ ગ્રામ, બદામ નંગ પાંચ, ખસખસ અડધી ચમચી, મરી નંગ દસ, નાની એલચી પાંચ નંગ , વરિયાળી અડધી ચમચી અને ગુલાબનાં ફૂલની પાંખડી દસ નંગ આ બધી વસ્તુને ખાંડી તેને ચટણી જેવું બનાવવું. એને એક ગ્લાસ ગરમ દૂધમાં તેને બે ચમચી સાકરનો ભૂકો નાખી હલાવી ઠંડુ પાડી નિયમિત સાંજે સૂતી વખતે પીવાથી યાદશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે.

જયારે આપણી પરિક્ષા ચાલુ હોય ત્યારે આ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે. વરીયાળીને સાકરમાં મિક્સ કરી પીવાથી પણ યાદશક્તિમાં વધારો થાય છે. અડધી ચમચી બ્રાહી લઈ તેને ગરમ પાણીમાં મિક્સ કરી પીવાથી મગજની ક્ષમતામાં વધરો કરે છે. બદામને પલાળી તેને પીસી તેમાં કળા મરીનું ચૂર્ણ અને તેમાં એક ચમચી મધ નાખીને પીવાથી યાદશક્તિમાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *