વિષ્ણુ પુરાણ અનુસાર તમારે પૈસાની ગમે તેવી તકલીફ પડે પરંતુ ક્યારેય પણ આ ૧૨ વસ્તુઓ વેચવી નહિ
મિત્રો , આપાણા દેશ મા અત્યંત સમૃધ્ધ શાસ્ત્રો ને વારસો રહેલો છે. આ શાસ્ત્રો મા આપણી બધી જ સમસ્યાઓ ના સમાધાન છુપાયેલા હોય છે. આ શાસ્ત્રો મા નુ એક શાસ્ત્ર છે વિષ્ણુપુરાણ. જેમા સ્વયંભૂ ભગવાન વિષ્ણુ દ્વારા ઉચ્ચારણ કરેલી વાતો ઉલ્લેખવા મા આવી છે. આ વાતો તેમણે તેમના પત્ની લક્ષ્મિ , તેમનુ વાહન ગરૂડ તથા નારદમૂનિ ને કહી હતી.
આ પુરાણ મા જણાવેલી વાતો હાલ ના યુગ ની સમસ્યાઓ મા પણ અસરકારક નીવડે છે. આ શાસ્ત્ર મા મનુષ્ય ને આ ૧૨ ચીજવસ્તુઓ નુ વેચાણ કરવા ની સ્પષ્ટપણે મનાઈ ફરમાવી છે. આ શાસ્ત્ર મુજબ જો કોઈ મનુષ્ય આ વસ્તુઓ નુ વેચાણ કરે તો તેને ગરીબી મા થી પસાર થવુ પડે છે. તો ચાલો જાણીએ આ ૧૨ ચીજવસ્તુઓ કઈ-કઈ છે તેના વિશે માહિતી મેળવીએ.
ઔષધિઓ :
જો કોઈ અસહાય કે નિર્ધન વ્યક્તિ ને ઊંચા ભાવે મેડિસીન નુ વેચાણ કરવા મા આવે તો તે વિષ્ણુ પુરાણ અનુસાર એક મહાઅપરાધ ગણાય છે.
માંસ નુ વેચાણ :
આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર મૂંગા જીવો ની હત્યા કરી તેના માંસ નુ વેચાણ કરવુ એ મહાપાપ ગણાય છે.
મીઠુ :
કોઈપણ જરૂરીયાતમંદ વ્યક્તિ ને નમક નુ વેચાણ કરવુ એ પાપ ગણાય છે. જો આ વ્યક્તિ ને નમક નુ દાન કરવા મા આવે તો તે શ્રેષ્ઠ ગણાય છે.
ગૌમાતા નુ દૂધ :
હિંદુ ધર્મ મા ગાય ને અતિ પવિત્ર માનવા મા આવે છે. આ ગૌમાતા ના દૂધ નુ જો વેચાણ કરવા મા આવે તો તે વિષ્ણુ પુરાણ અનુસાર મહાપાપ ગણાય છે.
દહીં :
વિષ્ણુ પુરાણ મા દહીં ના વેચાણ ને સ્પષ્ટપણે અશુભ દર્શાવ્યુ છે.
લાલ પોશાક :
મિત્રો , પૂજન ના કાર્ય હેતુ સફેદ પોશાક નુ વેચાણ અતિ શુભ ગણાય છે પરંતુ , લાલ રંગ નો પોશાક આ કાર્ય હેતુ ક્યારેય પણ ખરીદવો કે વેચવો નહી.
ગોળ :
વિષ્ણુ પુરાણ અનુસાર વધુ ધન કમાવવા ની લાલચ હેતુ કયારેય પણ ગોળ નુ વેચાણ ના કરવુ. આ ઉપરાંત હિંદુ ધર્મ અનુસાર સફેદ તલ નુ વેચાણ પણ પ્રતિબંધિત છે.
શુધ્ધ ઘી :
વિષ્ણુ પુરાણ મા જણાવ્યા મુજબ ઘરે બનાવેલા શુધ્ધ ઘી નુ ફક્ત સેવન થવુ જોઈએ. તેને બજાર મા વેચાણ કે ખરીદી ના કરવી.
પૂજા માટે ની સામગ્રી :
હિંદુ ધર્મ મા પ્રભુ ને પ્રસન કરવા માટે અમુક પવિત્ર ખાદ્ય પદાર્થો તથા અમુક શુધ્ધ ચીજવસ્તુઓ પ્રભુ ને અર્પણ કરવા મા આવે છે. આ ચીજવસ્તુઓ નુ વેચાણ કરવુ એ અયોગ્ય ગણાય છે.
તૈયાર આહાર વેચવો :
કોઈ ભૂખ્યા વ્યક્તિ ને નાણા ના બદલા મા ભોજન વેચવુ એ વિષ્ણુ પુરાણ અનુસાર ઘોર અપરાધ ગણાય છે. આહાર નુ દાન થવુ જોઈએ વેચાણ નહી.
ફળો અને શાકભાજી :
વિષ્ણુપુરાણ મુજબ ફળો અને શાકભાજી એ પ્રકૃતિ એ આપણ ને આપેલી ભેટ છે અને પ્રકૃતિ એ આપણી માતા ગણાય છે. આમ , માતા દ્વારા ભૂખ ને સંતોષવા માટે ઉપજાવેલા આહાર નુ કોઈપણ પરિસ્થિતિ મા વેચાણ કરવુ એ યોગ્ય નથી.
સરસવ નુ ઓઈલ :
વધુ મા વધુ નાણા મેળવવા ની લાલસા માટે સરસવ ના ઓઈલ નુ વેચાણ કરવુ એ વિષ્ણુ પુરાણ મુજબ ગુનો ગણાય છે.