વિજય નેહરા દ્વારા સમજાવ્યું આ ગણિત કે અમદાવાદ મા જેટલા કેસ વધશે તેટલું જ લોકડાઉન બાદ રહેશે રાહત

Spread the love

મિત્રો, અમદાવાદ શહેરમા છેલ્લા ૨-૩ દિવસો થી કોરોનાના કેસમા નિરંતર વધારો થઈ રહ્યો છે ત્યારે મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યુ છે કે, હજુ કદાચ ૧-૨ દિવસ નવા કેસો નો આંકડો વધુ રહેશે. કોટ વિસ્તાર તેમજ બહેરામપુરા અને દાણીલીમડા ની ૯૦ ટકા વસ્તી નું સર્વેક્ષણ થઈ ચૂક્યુ છે ત્યારે થોડા સમય મા જ આ નવા કેસો ના આંકડામા ઘટાડો જોવા મળશે.

નેહરાએ શહેરીજનો ને આશ્વાસન આપતા જણાવ્યુ છે કે, નવા કેસના મોટા આંકડા થી જરાય ગભરાવવા ની જરુર નથી. અમદાવાદમા હાલ જેટલા પણ નવા કેસ સામે આવી રહ્યા છે તેમાંથી ૯૦ ટકા જેટલા કેસો જે વિસ્તારો ને હોટસ્પોટ જાહેર કરાયા છે ત્યાંના જ છે અને હાલ તે વિસ્તારમા કરફ્યુ નાખવામા આવ્યો છે.

જો કે, આ વિસ્તારોમા કરવામા આવી રહેલી સર્વેલન્સ ની કામગીરી હાલ લગભગ પૂર્ણ થવા આવી રહી હોવા થી હવે નવા કેસો ની સંખ્યામા પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. અમદાવાદ શહેરમા કોરોના પોઝિટિવ કેસના મોટા આંકડા પાછળ નુ કારણ આપતા નેહરાએ આજે જણાવ્યુ હતુ કે, અહી ૮૦ લાખ ની વસ્તી છે અને વિદેશ થી અંદાજિત ૬,૦૦૦ જેટલા લોકો અમદાવાદમા આવ્યા હતા.

આ સિવાય ભારત ના દિલ્હી, ઈન્દોર જેવા શહેરો માંથી પણ લોકો ની અવરજવર થઈ હતી અને આ કોરોના નુ સંક્રમણ ત્યાંથી અમદાવાદ સુધી પહોંચ્યુ છે. અમદાવાદ શહેરમા કોટ વિસ્તારમા વસ્તી ખૂબ જ ગીચ છે અને આ રિસ્ક ફેક્ટર હોવાના કારણે જ અમદાવાદમા અન્ય નાના-મોટા શહેરો કરતા વધુ કેસ છે. આ સિવાય કોર્પોરેશન સામે થી એક્ટિવ કેસોને શોધી રહી છે. જેના કારણે શહેરમા કેસોનો આંકડો મોટો છે.

નેહરાએ જણાવ્યુ હતુ કે, હાલ વર્તમાન સમય સુધી જેટલા પણ કેસ નોંધવામા આવ્યા છે તેમાં થી ૭૦ ટકા પોઝિટિવ લોકો ને તેમણે દવાખાને પહોંચે તે પહેલા જ શોધી કાઢ્યા. પ્રો એક્ટિવ સર્વેલન્સના કારણે અમદાવાદમા નોંધાયેલા કેસ નો આંક વધારે છે. રાહતની વાત એ છે કે તે વ્યક્તિ બહાર ફરતો રહી બીજા સેંકડો લોકો ને ચેપ ફેલાવી શકે નહિ તે પહેલા જ તેને શોધી લોકો થી અલગ કરી દવાખાનામા મોકલી દેવાય છે.

અમદાવાદમા દર ૧૦ લાખ ની વસ્તીએ કરાયેલા ટેસ્ટની સંખ્યા વધુ હોવાનો દાવો કરતા નેહરાએ જણાવ્યુ હતુ કે બંગાળમા દર ૧૦ લાખે ૪૭, આંધ્ર, ગુજરાત અને ગોવામા આ સંખ્યા ૪૦૦ છે, જ્યારે કેરળમા ૫૧૨, રાજસ્થાન મા ૫૧૬, મહારાષ્ટ્રમા ૫૫૦ લોકોના પરીક્ષણ કરાયા છે. દિલ્હીમા દર ૧૦ લાખની વસ્તીએ ૧૧૦૦ ટેસ્ટ કરાયા છે, જ્યારે અમદાવાદમા દર ૧૦ લાખની વસ્તીએ કરાયેલા ટેસ્ટની સંખ્યા ૨૪૯૦ છે.

દિલ્હી અને અમદાવાદ મા કેસ લગભગ સરખા જ છે પરંતુ, તેના કરતા ૨.૫ ગણા ટેસ્ટ અમદાવાદમા કરવામા આવ્યા છે. અમદાવાદમા નોંધાયેલા ૧૦૦૨ કેસ માંથી ૭૭૫ દર્દીઓ એવા છે કે જેમનામા કોરોનાના કોઈ લક્ષણો જ દેખાતા નથી. આ લોકોમા લક્ષણો ના દેખાતા હોવા છતા તે તેમના ઘરે જ હતા. જો કે, કોર્પોરેશન ની ટીમોએ તેમને એક્ટિવ સર્વેલન્સમા શોધી કાઢ્યા હતા.

એક વ્યક્તિ ૪૦૦ લોકોને ચેપ લગાડવાની ક્ષમતા ધરાવે છે, તે રીતે જોવા જોઈએ તો આ ૭૭૫ લોકો અંદાજે ૨.૫ લાખ લોકોને ચેપ લગાડી શક્યા હોત પરંતુ, તે પહેલા જ તેમના ટેસ્ટ કરી ચેપ ફેલાતો અટકાવવામા સફળતા મળી છે. લોકડાઉન પૂર્ણ થશે ત્યારે કેટલા એક્ટિવ કેસ સામાન્ય જનતા વચ્ચે ફરી રહ્યા છે તેના આધારે જ ફરી ઈન્ફેક્શન રેટમા વધારો થશે.

૩ જી મે સુધીનો જે સમય છે ત્યા સુધી કોર્પોરેશન ખૂબ જ અગ્રેસિવ વિચારસરણી રાખી આવા લોકોને વીણી-વીણી ને શોધી રહ્યું છે. જેથી લોકડાઉન ખૂલે ત્યારે તેમના દ્વારા ચેપ અન્ય લોકોને ના લાગી જાય અને અમદાવાદના લોકો કોરોનાથી સુરક્ષિત રહે. આ સિવાય, કરફ્યુગ્રસ્ત વિસ્તારોમા કરફ્યુ પૂર્ણ થાય તે પહેલા જ શંકાસ્પદ કેસો ની ઓળખ કરી તેમને આઈસોલેટ કરી દેવાય તેવી રણનીતિ કોર્પોરેશન દ્વારા અપનાવવામા આવી છે.

મ્યુ. કમિશનરના મત મુજબ, અમદાવાદ શહેરમા ૮૩૯ કેસ ગઈકાલ સાંજ સુધી હતા અને છેલ્લા ૧૫ કલાકમા ૧૩૯ નવા નોંધાાયા છે. જેમાંથી ૮૪ મધ્ય ઝોનમા, દક્ષિણ ઝોનમાંથી ૩૬ કેસ, ઉત્તર ઝોનમાં ૮, દક્ષિણ પૂર્વમાં ૨, પશ્ચિમમા ૩, ઉત્તર પશ્ચિમ ઝોનમા ૨ અને પૂર્વ ઝોનમા ૪ કન્ફર્મ કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *