“વિજય માલ્યા” નો વિલા ખરીદનાર આ અભિનેતાએ તેના વૈભવશાળી હોટલ ને બનાવ્યુ ક્વૉરન્ટીન સેન્ટર

Spread the love

મિત્રો, કોરોના નુ સંક્રમણ હાલ દિવસે-દિવસે વધુ ને વધુ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. તેને રોકવા માટે આપણી સરકાર સંભવ બધા જ પ્રકાર ના પ્રયાસો કરી રહી છે. આ સમસ્યા ને દૂર કરવા માટે સરકારે આખા દેશ મા લોકડાઉન જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત સરકાર ની સહાયતા માટે વિવિધ સિતારાઓ પણ આગળ આવી રહ્યા છે.

આ લોકો પણ પોતાના થી શક્ય તેટલી નાણાકિય સહાય કરી રહ્યા છે. શાહરૂખ ખાને પોતાની ચાર માળની ઓફિસ ને કવોરોન્ટાઈન હાઉસ મા ફેરવી દીધી છે. તો હવે અભિનેતા સચિન જોશીએ પણ પોતાની હોટેલ ને કવોરોન્ટાઈન સેન્ટર બનાવવા નો નિર્ણય લીધો છે.

આ અભિનેતાએ ખરીદી છે માલ્યા ની કરોડો ની વિલા :

શાહરૂખ ખાન પછી અભિનેતા સચિન જોશીએ પણ પોતાની હોટેલ ને કવોરોન્ટાઈન સેન્ટર બનાવવા નો નિશ્ચય કર્યો છે અને તેણે તેની ૩૬ રૂમ ની હોટેલ ને કવોરોન્ટાઈન સેન્ટર તરીકે આપી છે. આ હોટેલ નુ નામ બીટલ છે અને તે મુંબઈના પવઈ વિસ્તારમા સ્થિત છે.

જો કે અભિનેતા અને જાણીતા ઉધોગપતિ તરીકે ઓળખાતા સચિન જોશીએ આ પહેલા ભાગેડુ ઉધોગપતિ વિજય માલ્યાની ગોવામા સ્થિત વિલા પણ ખરીદી હતી. સચિન જોશી એ વિજય માલ્યાની આ વિલા ૭૩ કરોડમા ખરીદી હતી.

ખૂબ જ વિશાળ જગ્યા પર પથરાયેલી છે આ વિલા :

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સ્ટેટ બેંકની આગેવાની હેઠળની બેન્કોના એક ગૃપે ભાગેડુ વિજય માલ્યાની ગોવામા સમુદ્ર તટ પર આવેલ ‘કિંગફિશર વિલા’ સચિન જોશીને વેચી મારી. આ પહેલા પણ આ વિલાને વેચવા માટે ત્રણ વાર પ્રયાસ કરવામા આવ્યા હતા. આ વિલા ગોવાના કંડોલિમ બીચ પર આવેલી છે અને આ વિલા ૧૨,૩૫૦ વર્ગફુટમા પથરાયેલી છે. તે સમયે તેના માટે ૮૧-૮૫ કરોડ મૂલ્ય નક્કી કરવામા આવ્યુ હતુ, જોકે સચિને આ વિલાને ૭૩ કરોડમા ખરીદી હતી.

હાલ મુંબઈ મા દર્દીઓ માટે નથી પૂરતી હોસ્પિટલો :

સચિન જોશીએ પોતાની હોટેલ ને કવોરોન્ટાઈન સેન્ટર મા ફેરવવા નો નિર્ણય જણાવતા કહ્યુ કે, મુંબઈ ખૂબજ વધારે પડતુ ભીડભાડભર્યુ શહેર છે. અહી આવશ્યક પ્રમાણમા હોસ્પિટલો અને બેડ્સ નથી. બીએમસીએ જ્યારે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે તેમની મદદ કરવા માટે નો નિર્ણય લીધો. બીએમસી ની સહાયતા માટે તેમણે પોતાની હોટેલ ને કવોરોન્ટાઈન સુવિધા મા ફેરવવાનો નિર્ણય લીધો.

આખી બિલ્ડિંગ અને તેના રૂમને નિરંતર સેનિટાઇઝ કરવામા આવી રહ્યા છે અને સ્ટાફને પણ સુરક્ષા માટે નો આવશ્યક તમામ સામાન પૂરો પાડવામા આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંક્રમણથી દેશને રક્ષણ આપવા માટે બધા જ કલાકારો આગળ આવ્યા છે. સલમાન ખાન, શાહરૂખ ખાનથી લઈને અક્ષય કુમાર સહિતના તમામ સિતારાઓએ ડોનેશન દ્વારા કોરોના પીડિતો ની સહાયતા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *