વિદેશી યુવતી પાસે જયારે ખૂટ્યા પૈસા ત્યારે તેમને લગ્ન કર્યા માત્ર ૧૨ પાસ છોકરા સાથે, વાંચો પછી શું થયું

Spread the love

મિત્રો હાલ એક ચિંતાજનક પ્રશ્ન એ પણ છે કે વિશ્વ મા પુરુષો ના પ્રમાણ મા સ્ત્રીઓ ની સંખ્યા ખુબ જ ઓછી થતી જાય છે અને હાલ ફક્ત આપણા જ દેશ મા એવા કેટલા રાજ્યો છે કે જ્યાં બહાર ની યુવતીઓ ને અહીંયાં લાવીને વિવાહ સંબંધે જોડાય છે. હવે તો અત્યારે આ આધુનિક જમાના ની ફેશન બની ગઈ છે. દરેક યુવક એક વિદેશી યુવતી સાથે લગ્ન કરવાના સ્વપ્ન બાંધતો હોય છે.

હાલ આપણે આ વિષય પર ચર્ચા નથી કરવાની. આપળે જે મૂળ વાત કરવાની છે તે એ છે કે જયારે વાસ્તવિક જીવન મા વિદેશી યુવતી સાથે લગ્ન થાય ત્યારે લગ્ન બાદ કેવી-કેવી પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે. મિત્રો, મોટાભાગ ના યુવકો વિદેશી યુવતીઓ ને પરણીને ગ્રીનકાર્ડ મેળવવા ના ચક્કર મા હોય છે. હાલ એક એવી ઘટના વિશે જ વાત કરીશું. એક વિદેશ ની યુવતીએ ૧૨ પાસ યુવક સાથે કર્યા છે લગ્ન.

આ પ્રસંગ વોશિંગ્ટન ની યુવતી કેનેડી મેરી નો છે. જે ૨૦૧૫ ના વર્ષ મા ભારત ફરવા આવેલી હતી. તે હિમાચલ પ્રદેશ ના ડલહાઉઝી જગ્યા પર આવી પહોંચી અને ત્યાં કોઈ ટુરીસ્ટ ગાઈડ ના હતો અને તેની પાસે પુરતા પૈસા પણ ના હતા. મેરી કેનેડી તે જગ્યાએ ઉદાસ થઈ ને બેઠી હતી. ત્યારે તે રસ્તા પર થી એક યુવક પસાર થઈ રહ્યો હતો.

જેનું નામ હતુ પૃથ્વી. આ યુવકે તેની તૂટેલી-ફૂટેલી ઈંગ્લીશ મા મેરી ને ઉદાસ થવાનું કારણ પૂછ્યું પણ કેનેડી આ યુવક ને જોઈને ગભરાઈ ગઈ. પરંતુ આ યુવકે તેને વિશ્વાસ દેવડાવ્યો કે તે તેના હિત માટે આવ્યું છે તેને નુકસાન પહોંચાડવા નહી. ત્યારબાદ પૃથ્વીએ તેને રહેવા જમવાની સુવિધા કરી આપી તથા અહીં ની તમામ જગ્યાઓ, પહાડો, ઝરણાઓ તથા સ્થાનિક લોકો સાથે મુલાકાત કરાવી.

આ મુલાકાતીઓએ પૃથ્વી અને મેરી વચ્ચે એક વિશિષ્ટ લાગણી નું સર્જન કર્યું. જેના કારણે મેરીએ પૃથ્વી ના નામ નુ ટેટુ પણ બનાવ્યું. પૃથ્વીએ તેના તથા વડીલો ની સહમતિ સાથે આ યુવતી ને પરણવાનુ નક્કી કર્યું. તેમને પરિવાર ની સહમતી મળી ગઈ અને વિવાહ વિશે ની વાત બને તેટલી જલ્દી કરવાની વિચાર્યું. પરંતુ બન્ને ના દેશ અલગ, ભાષા અલગ જેથી બન્ને ને ઘણી સમસ્યા ઉદ્ભવતી પરંતુ કહે છે ને કે પ્રેમ ને કોઈ ભાષા કે નાત-જાત ના ભેદભાવ નથી નડતા.

બંનેએ કોર્ટ મા જઈને વિધિવત્ લગ્ન કર્યા. પૃથ્વી સાથે પરણ્યા બાદ કેનેડી મેરી એવું જણાવે છે કે ભારતીય પુરુષો મોટાભાગે પ્રેમાળ અને લાંબા સમય સુધી તમારો સાથ નિભાવે છે. જયારે પશ્ચિમી દેશ ના લાંબા સમય સુધી સાથ પણ નથી આપતા અને બેવફાઈ પણ કરતા જોવા મળે છે. આ લોકો ની મનોવૃત્તિ એવી હોય છે કે આજે એક સાથે તો કાલે બીજી સાથે જયારે ભારતીય પુરુષો એક વખત કોઈ સાથે વૈવાહિક સંબંધે જોડાઈ જાય છે તો આજીવન તેનો સાથ નથી છોડતા.

તો પૃથ્વી પણ મેરી વિશે જણાવે છે કે તે સુંદર અને સુશીલ છોકરી છે. તે મને સાચા હૃદય થી પ્રેમ કરે છે બાકી મોટાભાગે પશ્ચિમી યુવતીઓ ફક્ત કોઈ ની પણ સાથે મોજ-મસ્તી માટે ટુંકા ગાળા માટે સંબંધ બાંધે છે અને છોડી ને ચાલી જાય છે પરંતુ મેરી આ પ્રકાર ની યુવતી નથી. તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારા પરિવાર ની પણ સાર સંભાળ રાખે છે. તે આ યુવતીઓ કરતાં તદ્દન અલગ છે. તો મિત્રો આ છે પ્રેમ ની તાકાત કે જેણે બે વિવિધ દેશ ના લોકો ને પણ એક અતુટ લાગણી થી જોડી દીધા કે જેનો કોઇ અંત જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *