વેન્ટિલેટર બાદ “કોરોના” ની રસી શોધવાની દિશા મા ગુજરાત ને મળી બીજી મોટી સફળતા

Spread the love

મિત્રો, કોરોના વાયરસ સામે લડવા માટે આપણા દેશ ના ગુજરાત રાજ્ય ના રાજકોટ શહેરમા વેન્ટિલેટર બનાવવામા આપણા ગુજરાતી લોકોએ ભવ્ય સફળતા મેળવી છે, ત્યારબાદ આપણા ગુજરાતીઓએ પીપીઈ સુટ બનાવવામા સફળતા હાંસલ કરી છે અને હવે ગુજરાત ની યશકલગી મા વધુ એક છોગુ ઉમેરાયુ છે.

હાલ, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા કોરોના વાઈરસ ની “જીનોમ સિકવન્સ” શોધી કાઢવામા આવી છે. આ જીનોમ સિકવન્સ ના આધારે હવે કોરોનીની મેડીસીન બનાવવામા સરળતા રહેશે. હાલ સી.એમ. ઓફિસ ના ઓફિશિયલ ટવીટર પેઈજ સી.એમ.ઓ. ગુજરાત તરફથી આ વિશે સત્તાવાર રીતે આ માહિતી આપવામા આવી છે.

ટવીટર મા એમ લખવામા આવ્યુ છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ના વૈજ્ઞાનિકો પર આખા ગુજરાત ને ગર્વ છે. સમગ્ર દેશની ફક્ત એક એવી રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે કોવિડ-૧૯ ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને આ સિક્વન્સ કોરોના વાઈરસનુ મૂળ શોધવામા તથા તેનુ નિદાન કરતી મેડીસીન બનાવવામા ખુબ જ ઉપયોગી નિવડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાયોટેક્નોલોજી ક્ષેત્રમા સંશોધન અને વિકાસ ને પ્રમોટ કરવાનુ કાર્ય જી.બી.આર.સી. કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિભાગ દ્વારા ૨૪ ઓગષ્ટ, ૨૦૧૭ના રોજ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ની સ્થાપના કરવામા આવી હતી.

બાયોટેક્નોલોજી ક્ષેત્રમા સંશોધન અને વિકાસ ને પ્રમોટ કરવાનુ કાર્ય જી.બી.આર.સી. કરે છે. સૌપ્રથમ વેન્ટિલેટર , ત્યારબાદ પીપીઈ સુટ અને હવે જિનોમ સિક્વન્સ ની શોધ કરીને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા એક ખૂબ જ અગત્યનુ સંશોધન કરવામા આવ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *