વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર ની ઉત્તર દિશામા રાખી દો આ પાંચ વસ્તુઓ ક્યારેય નહિ સર્જાય પૈસાની સમસ્યા…

Spread the love

વાસ્તુશાસ્ત્રઅને બીજા ઘણા શાસ્ત્રોનું મહત્વ આપના જીવનમાં રહેલું છે. તેમાં દિશાનું મહત્વ પણ જુદું જુદું દર્શાવ્યું છે. જ્યારે આપણે નવું ઘર બનાવીએ ત્યારે આપણે ઘરમાં કઈક કર્યા કરવા માંગીએ છીએ તેના માટે તમારે કોઈ ચોક્કસ દિશાને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.

તમારા ઘરના રૂમથી લઈને પૂજાના મંદિર સુધી બધી જ જગ્યાએ દિશાનું ખૂબ મહત્વ રહેલું છે. આપણે વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે ઘરમાં બદલાવ ન કરીયે ત્યારે આપના જીવનમાં અનેક પરેશાનીઓ આવ્યા કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં આવી અનેક બાબતો વિષે ચર્ચા કરવામાં આવી છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. આજે આપણે કેટલાક વસ્તુના નિયમો વિષે જાણીએ. તેનાથી તમારા ઘરની ખુશી અને સુખમાં વધારો થઈ શકે છે.

ધાતુ માથી બનેલ કાચબો અથવા માછલી :

શાસ્ત્ર પ્રમાણે આપણે ઘરમાં માછલી અથવા કાચબો રાખવો ખૂબ શુભ માનવમાં આવે છે. આપણે આ બંને વસ્તુને ઘરની ઉત્તર દિશામાં રાખવા જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ઘર માથી ગરીબી દૂર થઈ જશે. તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે. કાચબાને ઘરમાં રાખવાથી ઘરમાં ખુશી આવે છે અને તેની સાથે ઘરમાં વાસ્તુદોષ પણ દૂર થાય છે.

માતા લક્ષ્મીની છબી રાખવી :

માતા લક્ષ્મીને ધનની દેવી માનવમાં આવે છે. જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે તે ઘરમાં હમેશા ખુશી અને સુખ રહે છે. લક્ષ્મીજીની મુર્તિને અથવા છબીને તમારે ઉત્તર દિશામાં રાખવી. શાસ્ત્ર પ્રમાણે તમારે ઘરમાં કમલ પર બિરાજમાન માતા લક્ષ્મીની છબી અથવા મુર્તિ રાખવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં ખૂબ ધન લાભ થશે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો હમેશા માટે વાસ થાય છે.

પાણીનું માટલું :

આપના બધાના ઘરમાં માટીનું પાણી ભરવા માટેનું માટલું હોય જ છે. આપણે ઘરમાં ખુશી અને આનંદ મેળવા માટે ઘરમાં ઉત્તર દિશામાં પાણીથી ભરેલું માટલું રાખવું જોઈએ. તેને તમારે ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. તમારે વાસણમાં પાઇ બદલવું જોઈએ.

ધાતુનો પિરામિડ :

આપના ઘરમાં ધાતુનો પિરામિડ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આ પિરામિડ માં ઘણી સમસ્યાને દૂર કરવાની શક્તિ હોય છે. તમે ઘરમાં પિત્તળ, ચાંદી અથવા તાંબાનો બનેલો પિરામિડ રાખી શકો છો. આને તમારે ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારી સંપત્તિમાં ઘણો વધારો થશે. તેનાથી ઘરના સભ્યો વચ્ચે મતભેડ થતાં હોય ત્યારે આને એવી જગ્યાએ મૂકો જ્યાં આને બધા સરળતાથી જોઈ શકે. તેનાથી ઘરના સભ્ય વચ્ચે પ્રેમ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *