વર્ષો જૂની ગેસ, કબજિયાત થી રહો છો પરેશાન, તો અજમાવો આ આયુર્વેદિક ઉપાય, ગમે તેવું પંજાબી કે ચાઇનીઝ ખાવાથી પણ નહી થાય ગેસ ની તકલીફ….

Spread the love

આજના લોકોને આવારનવાર પેટની સમસ્યા રહેતી હોય છે. ગેસ, એસિડિટી, અપચો વગેરે જેવી અનેક બીમારીઓ કેટલાક લોકોમાં જોવા મળે છે. જેનાથી બચવા માટે ઘણા લોકો અનેક દવાઓ કરે છે. તો પણ આ સમસ્યાઓ શરીરમાથી બહાર નીકળતી નથી અને શરીરમાં આ બીમારીઓ શ્રાપ બની રહી જાય છે.

આવી અનેક સમસ્યામાથી બચવા માટેના ઘરેલુ ઉપાયો હોય તેના વિષે આપણે જાણવું જરૂરી છે. તે ઉપાયો આપણા શરીરમાં રહેલા રોગોને દૂર કરે છે. આવા ઉપાયો આપણા વડીલો કરતા જેથી, ઘરે જ આ બીમારીઓ દૂર થાય છે. ગેસ અને કબજિયાત જેવી બીમારીઓ દૂર કરવા માટેના ઉપાયો આપણે જાણવા અને તેનો અમલ કરવો ખૂબ જરૂરી છે.

આજના લોકો અત્યારે ખાવા પીવામાં કોઈ પણ ધ્યાન રાખતા નથી. અનેક પ્રકારના મસાલાથી ભરપૂર ભોજન ખાઈ છે અને શરીરમાં પેટની બીમારીઓ ઉદભવે છે. ફાસ્ટફૂડ, પીઝા, બર્ગર, મેગી વગેરે અનેક ફૂડ ખાઈ છે જે શરીર માટે ખૂબ ખરાબ સાબિત થાય છે અને તે પેટની તકલીફો આપે છે. કેટલાક લોકોને ચા, કોફી વગેરે જેવા અનેક વ્યસનો હોય છે. તેનાથી પણ પેટ ખરાબ થાય છે. આવા વ્યસનો અને ફાસ્ટફૂડ ખાવાથી પેટ ઝડપથી ખરાબ થાય છે અને આવી બીમારીઓનો સામનો કરવો પડે છે.

ગેસ, એસિડિટી જેવી સમસ્યા બેઠાળુ જીવન જીવતા લોકોને આવી બીમારી વધારે થાય છે. કેટલાક લોકોને ઘણા બધા કામ બેઠા-બેઠા કરવાના હોય છે. જે લોકો ખાણીપીણીમા ધ્યાન ના રાખે તે લોકો આવી બીમારીઓથી પીડાય છે. કેટલાક લોકો માટે આ ઉપાયો વધારે ઉપયોગી બની રહે છે, જે લોકો બેઠા-બેઠા કામ કરે છે તે લોકો પેટની બીમારીઓથી હેરાન થતાં હોય છે.

આપણે બેઠા-બેઠા કોઈપણ કામ કરવાનુ હોય તો તે લોકોને ફાસ્ટફૂડ ખાવાનું બોવ ઓછું કરી દેવું જોઈએ. તેથી પેટમાં થતી બીમારીઓ દૂર થાય છે. વધારે તળેલું, તીખું, ખાટુ આવી વસ્તુઓ ઓછા પ્રમાણમા ખાવી જોઈએ. આ ઉપરાંત લોકોએ માસ, મટન, અડદની દાળનું સેવન ઓછું કરવું જોઈએ. આવી અનેક વસ્તુઓ પેટમાં વધારે ગેસની બીમારી કરે છે અને તેનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. આ સમસ્યા વધતી જાય છે.

કેટલાક લોકોને વધારે ગેસ થતો હોય તે લોકોને ઊઠીને ૨ થી ૩ લસણની કળીઓ વધારે ચાવીને ખાવી જોઈએ, પછી તેના પર ગરમ પાણી પી લેવું. આવું કરવાથી ગેસ અને કબજિયાતમાં ઘણો ફાયદો થાય છે. આવું નિયમિત કરવાથી થોડા સમયમાં આવી બીમારીઓ દૂર થાય છે. કેટલાક લોકો માટે આ ઉપાય કરવો એ ક્યારેક હાનિકારક પણ સાબિત થાય છે તેથી બીજા ઉપાયો ફાયદાકારક બની રહે છે.

ઘણા લોકોને દરરોજ ગેસ રહેતો હોય તે લોકો માટે એક સરળ ઉપાય છે. વરિયાળી અને એલચી તેના માટે ખૂબ ઉપયોગી બને છે. થોડી વરિયાળીને અને નાની એવિ થોડી એલચી લેવી. તેને બરાબર મિક્સ કરીને પીસી નાખવી અને તેનું ચૂર્ણ બનાવીને ત્યાર કરવું. તે ચૂર્ણને નિયમિત બે વાર અડધી ચમચી લેવાથી ગેસની બીમારી ઝડપથી દૂર થાય છે.

આપણને કમી માટે ગેસની સમસ્યા રહેતી હોય તો અજમા અને જીરુનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. થોડા અજમા અને તેની સાથે થોડું જીરું લેવું જોઈએ, બંનેને સરખું લેવું જોઈએ. તેને ઘરમાં કોઈ પણ જગ્યાએ તડકો રહેતો હોય ત્યાં તેને રાખવું જોઈએ. એક દિવસ તેને તડકે રાખીને પછી મિકચરમાં પીસી નાખવું જોઈએ. તે ચૂર્ણ ને નાસ્તો કરીને અને જમ્યા પછી થોડા સમય પછી પાણી સાથે લેવું જોઈએ. આ ચૂર્ણનો નિયમિત ઉપયોગ કરવાથી ગેસની બીમારીઓ દૂર થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *