વર્ષો જૂની ડાયાબીટીસ પણ થઇ જશે ગાયબ, બસ આજથી જ શરુ કરી દો આ ત્રણ વસ્તુઓનુ સેવન અને જુઓ ફરક….

Spread the love

આજે આપણે એવી ટિપ્સ જોઈશું જેના ઉપયોગથી તમે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકશે. આજના જમાનામાં બદલાતા ખોરાકને લીધે લોકોમાં ડાયાબિટીસ નો રોગ ફેલાઈ રહ્યો છે. દર ૧૦ વ્યક્તિ માંથી ૧ વ્યક્તિને આજે ડાયાબિટીસ હોય છે. તેનો સંપૂર્ણ નાશ કરવા માટેની કોઈ દવા બનાવવામાં આવી નથી.

તમે આ સમસ્યાને ફક્ત નિયંત્રણમાં રાખી શકો છો. તો ચાલો આજે અમુક એવી ઘરગથ્થુ રેસીપી જોઈએ જેનાથી ડાયાબિટીસ ને કુદરતી રીતે દૂર કરી શકાય છે. બજારમાં સુગરને કંટ્રોલમાં રાખવા માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે પરંતુ, તે શરીરને હાનિ પણ પહોંચાડી શકે છે. તેથી ચાલો જોઈએ કેટલાક કુદરતી નુસખા.

ડાયાબિટીસ જેવા ગંભીર રોગ મટાડવા માટે કલોંજી(નાઇજેલા) ના બીજ નો ઉપયોગ કરી શકો છો. તેનું નિયમિત રીતે સેવન કરવાથી તમે આ રોગ થી કાયમ માટે છુટકારો મેળવી શકશો. તે માટે રોજ સવારે ખાલી પેટે અડધી ચમચી વરિયાળી નું તેલ અને કલોંજી ના બીજ ગરમ પાણી અથવા દૂધમાં મિક્સ કરીને પીવા જોઈએ. નિયમિત રીતે આ ઉપાય કરવાથી ડાયાબિટીસ ને સંપૂર્ણ રીતે પણ દૂર કરી શકશો.

મેથી સ્વાદમાં કડવી હોય છે પરંતુ તે એક સુપર ફૂડ છે. તે એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. આ ઉપરાંત તેમા ફાઈબર, વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ તેમજ જિંક જેવા પોષક તત્વો પણ હોય છે. ડાયાબિટીસથી કાયમી છુટકારો મેળવવા માટે તે એક ઉત્તમ ઉપાય છે.

રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા પલાળવા અને સવારે ખાલી પેટે ગળી જવા. દરરોજ અચૂક પણે આ ઉપાય કરવાથી તમને ડાયાબિટીસ માંથી છુટકારો મળશે. ચાલો એક એવી રેસીપી જોઈએ જેના માત્ર ૩ દિવસ સેવન કરવાથી ૪૦૦ જેટલી વધી ગયેલ ડાયાબિટીસ ને પણ કંટ્રોલમાં લાવી શકાય છે. તો ચાલો જાણીએ આ રેસીપી ના જરૂરી ઘટકો વિષે અને તેને બનાવવાની રીત વિશે.

જરૂરી વસ્તુ :

મેથીના દાણા – એક ચમચી , હળદર – અડધી ચમચી , તજ પાવડર – એક ચપટી અને પાણી.

બનાવવાની રીત :

સૌપ્રથમ ગેસ પર એક વાસણ માં પાણી ગરમ થવા મૂકો. ત્યારબાદ તેમાં મેથીના દાણા અને હળદર ઉમેરી બરાબર પકાવો પછી તજ પાવડર ઉમેરી ઉકાળીને તેને ઠરવા મૂકો. આ મિશ્રણ ઠરી જાય પછી તેને ગાળી લો. હવે આ ઉકાળો તૈયાર છે. દરરોજ દિવસમાં એક વાર આ પીવાથી તમને ડાયાબિટીસ નિયંત્રણ માં રહેશે અને સંપૂર્ણ મટાડી પણ શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *