વર્ષો જૂની ડાયાબિટીઝ, પથરી, તાવ, બ્લડપ્રેશર જેવા ૩૦ થી પણ વધુ રોગોના ઈલાજ માટે ખુબ જ અસરકારક છે આ પાનનુ ચૂરણ, જાણો તમે પણ…
આંબાના પાનનો ઉપયોગ ઔષધ દવા તરીકે પણ વાપરવામાં આવે છે. આંબામાં કેરીઓ ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. આંબાના ઝાડનું વાવેતર ગીરમાં વધુ જોવા મળે છે. ત્યાની જમીન પાણા વાળી હોવાથી ત્યાં આંબાના ઝાડ વધુ જોવા મળે છે. આપણા સ્વાથ્ય માટે આંબાના પાન ખુબ ફાયદાકારક છે. આંબાના ફળનો ઉપયોગ અથાણા બનાવવા માટે થાય છે. જયારે આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે આંબાના પાનના તોરણ બાંધવામાં આવે છે. આંબાને અંગ્રેજીમાં મેંગો ટ્રી કહેવાય છે.
આંબાના ફળને અમૃત ફળ માનવામાં આવે છે. આંબાના વૃક્ષને બે પ્રકારથી ઉગાડી શકાય છે, એક કલમ રોપીને અને કેરીની ગોઠલીના બીજથી. આંબાના વૃક્ષની ઊંચાઈ ત્રીસ થી એક સો વીસ ફૂટ જેટલી હોય છે.આંબાના પાંદડા દસ થી ત્રીસ સેમી જેટલા લાંબા હોય છે. આંબાના ઝાડમાં વસંત ઋતુમાં ફૂલ અને વૈશાખમાં ફળ આવે છે. આ વૃક્ષના પાંદડા દરેક રોગમાં ખુબ ઉપયોગી બને છે. આંબાના પાન ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. આંબાના પાનનો રંગ લીલો અને થોડો પીડાસ પડતો જોવા મળે છે. તેના પાનમાં વિટામીન C અને B ભરપુર પ્રમાણમાં હોય છે. તેના પાનમાં એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણો હોવાથી તેને અનેક બીમારીમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
ડાયાબીટીસ
જે વ્યક્તિને ડાયાબીટીસની સમસ્યા હોય તેને આંબાના પાંદડા ખુબ ફાયદાકારક છે.તેના માટે આંબાના પાનનો ઉકાળો બનવીને પીવો જોઈએ. ઉકાળો બનવાની રીત આંબાના પાનને સુકવીને તેનો પાવડર બનાવો અને તે પાવડરને રાતે પલાળી દેવો અને સવારે તેને ગાળીને તે પીવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. અથવા ડાયાબીટીસમાં આંબાના પાનને ચાવવાથી પણ ફાયદો થાય છે.
તાવ
જયારે તાવ આવ્યો હોય ત્યારે તેને મટાડવા માટે આંબાના પાનનો ઉપયોગ થાય છે. આંબાના પાનનો રસ પીવાથી તાવમાં રાહત મળે છે. તેના પાનમાં મેંગો ફેરીન નામનું તત્વ રહેલું છે જે આપણા રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.
મરડો
જયારે લોહી નીકળતા હોય ત્યારે આંબાના પાનનો ઉપયોગ થાય છે. મરડાને મટાડવા માટે આંબાના પાનને છાયે સુકવીને તેનો પાવડર બનાવી લેવો. ત્યાર પછી આ પાવડરને દિવસમાં ત્રણ થી ચાર વખત લેવાથી, તે મરડાને દુર કરે છે. આંબાના પાન, જાંબુના પાન, અને આમળાના પાંદડાને આ બધું મિક્સ કરી બકરીના દૂધ સાથે પીવાથી મરડો અને ઝાડા મટે છે.
કોલેરા
કોલેરામાં પેટને લગતી સમસ્યા થાય છે. વીસ ગ્રામ જેટલા આંબાના પાનને લઈ તેને અડધો લિટર પાણીમાં ઉકાળવું તે પાણી ચોથા ભાગનું પાણી રહે ત્યારે તેને ગેસ નીચે ઉતારી લેવું. ત્યારબાદ તે ઠંડું થવા દેવું. ત્યારબાદ તે પાણીને પીવાથી કોલેરામાં ફાયદો થાય છે. આંબાના પાનમાં અડધો લિટર પાણી નાખી તેને ઉકાળવું ત્યારબાદ તે અડધું થાય પછી તેને ગરમ ગરમ પીવાથી કોલેરામાં રાહત મળે છે.
દાંત દુખવાની સમસ્યા
આંબાના તાજા પાનને માવાની જેમ ચાવવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે, અને તે દાંતને મજબુત પણ બનાવે છે. આ ઉપાય નિયમિત એકવીસ દિવસ સુધી કરવાથી પેઢામાં લોહી નીકળતું હોય તો તે પણ બંધ થાય છે. આ ઉપાય કરવાથી પાયોરિયા જેવા રોગ પણ દુર થાય છે.
વાળ ખરવા
આંબાના કુણા પાનને વાટીને વાળમાં લાગવાથી વાળની બધી સમસ્યામાં ફાયદો થાય છે. તે વાળને લાંબા અને કાળા બનાવે છે. આંબાના પાન સાથે કાચી કેરીની છાલને વાટીને તેલમાં મિક્સ કરી લગાવાથી વાળ સફેદ હોય તેને કાળા બનાવે છે, અને વાળ ખરવાની સમસ્યા પણ દુર થાય છે.
શક્તિ વધારે
આંબાના નીચે પડેલા દસ પાનને લઈ એક લિટર પાણીમાં એક થી બે ગ્રામ જેટલી એલચી તેમાં મિક્સ કરી તેને ઉકાળવું. જયારે તે અડધું થાય ત્યારપછી તેમાં સાકર અને દુધને મિક્સ કરી પીવાથી શક્તિ આવે છે. આ ઉપાય શક્તિ મેળવવા માટે ખુબ સારો છે.
પથરી
આંબાના પણ પથરી માટે ખુબ ફાયદાકારક છે. પથરીને દુર કરવા માટે આંબાના પાનનું નિયમિત સેવન કરવું જોઈએ. તેના પાન છાયે સુકવેલા હોય તો તે ખુબ જ ઉપયોગી બને છે. આ માટે આંબાના પાનનો પાવડર સાંજે એક ગ્લાસમાં પલાળીને તેને પીવાથી પથરી માટે છે. આંબાના પાનનું ચૂર્ણ બનાવીને સવાર સાંજ બે ચમચી પીવાથી થોડા જ દિવસમાં પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
બ્લડપ્રેશર
જે વ્યક્તિને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેના માટે આંબાના પાન ખુબ ઉપયોગી બને છે.આંબાના પાનમાં હાઈપોટેશન ગુણ રહેલો છે.તે રક્ત વહીકાને મજબુત બનાવામાં માટે ખુબ ઉપયોગી બને છે.
ગળાની સમસ્યા
આંબાના પાનનો ઉકાળો બનાવીને પીવાથી ગળાની બધી સમસ્યામાં રાહત થાય છે, જેમ કે ગળું બેસી જવું, ગળામાં દુખાવો થવો , કાકળા વધવા જેવી બધી સમસ્યામાં આંબાના પાન ખુબ ઉપયોગી બને છે. જયારે ગળું બેસી ગયું હોય ત્યારે આંબાના પાનના ઉકાળામાં મધ નાખીને પીવાથી આવાજ ખુલી જાય છે.
પેટની સમસ્યા
પેટને લગતી કોઈ પણ સમસ્યાને દુર કરવા માટે આંબાના પાન ખુબ ઉપયોગી બને છે. આંબાના પાનને સાંજે ગરમ પાણીમાં પલાળી દેવા. ત્યારબાદ સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે પીવાથી પેટને લગતી બધી સમસ્યા માંથી છુટકારો મળે છે.