વાંચીને નહી આવે વિશ્વાસ ફક્ત દળીયુ ખાઇને ઘટાડયો ૩૮ કિલો વજન, ગર્ભાવસ્થા બાદ થઇ ગયું હતું જાડું શરીર, જાણો કેવી રીતે ઘટાડયું વજન…

Spread the love

મોટાભાગની સ્ત્રીઓનું વજન વધારે ગર્ભાવસ્થા પછી થાય છે. ત્યારે તેનાથી તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે તે પછી તે પહેલાને જેમ તેના શરીરનો આકાર બનાવી શકતી નથી. વજન વધારે હોવાથી તેને ઘણી બીમારી પણ થઈ શકે છે. તમારો વજન પણ વધારે છે તેને ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તમારે આ ૩૧ વર્ષની મિતુ ત્યાગી પાસેથી પ્રેરણા મળી શકે છે.

મિતુ એક પ્રમાણિક ન્યુટ્રિશનિસ્ટ અને માર્છેગદર્શક છે. ગર્ભાવસ્થા પછી તેનું વજન ખૂબ વધી ગયું હતું. તેનું વજન એટલું વધારે હતું કે તે સીડી પણ ચડી શક્તિ ન હતી. તેને થાઈરૉઈડ અને પીસીઓડી જેવી બીમારી પણ હતી. તેના લીધે તેનો આત્મવિશ્વાસ અને ઉર્જા ખૂબ ઓછી હતી. પરંતુ તેને બદલવા માટે મિતુ સજ્જ હતી. તેને નક્કી કર્યું કે ગમે તે થયા તે છતાં પણ તે વજન ઓછો કરીને જ રહેશે.

વજન ઘટાડવામાં માટે તેને આહાર અને તેની જીવનશૈલીમાં ઘણા પરીવર્તન કર્યા છે. તેના માટે તેને નિયમિત રીતે કસરત કરવાનું શરૂ કર્યું હતું. તેને તેનું વજન ઘટાડવામાં કસરતે ખૂબ મદદ કરી છે. તે કહે છે કે, તમે રોજના નિયમો પ્રમાણે કસરત કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણી સારી અસર થશે અને પરીવર્તન પણ જણાશે.

આ ઉપરાંત તમારો આહાર પણ ખૂબ મહત્વનુ યોગદાન આપે છે વજન ઘટાડવા માટે. તમારે તમારા રોજિંદા આહારમાં ક્વિનોઆ જેવા પૌષ્ટિક આહારનો સમાવેશ કરવો જોઈએ. બીજી તરફ બ્લેક ટી પીવાથી પણ વજન ઓછું કરી શકાય છે. મિતુનો રોજનો આહાર નીચે પ્રમાણે છે તેને તે ચોક્કસ રીતે અપનાવતી હતી.

તે સવારે નાસ્તામાં ઓટ્સ, પોહા, ચણાના લોટ અથવા સેન્ડવિચ ખાતી હતી. તે બપોરના ભોજનમાં ઋતુ પ્રમાણે શાકભાજી સાથે દહી એક વાટકી ખાય છે. તે રાતે ભોજનમાં તે મખાનાની ખીર ખાંડ વગરની અથવા ક્વિનો વાટકો ખાય છે. તે કસરત કરતાં પહેલા પલાડળેલા બદામ અથવા સફરજન ખાતી હતી અને કસરત કરીને તે સલાડનો રસ પીતી હતી.

તે કસરતમાં વજનની તાલીમ, સ્પોટ જમ્પિંગ અને પાઇલેટ્સ કરતી હતી આ તે સપ્તાહમાં છ દિવસ કરતી. આ ઉપરાંત તે યોગ પણ કરતી હતી. ગર્ભાવસ્થાના કારણે તેનો વજન ૯૮ કિલો જેટલો થઈ ગયો હતો પરંતુ, આ પદ્ધતિને અપનાવીને તેને એક વર્ષમાં ૩૮ કિલો જેટલું વજન ઘટડ્યું હતું. તેને વજન ઘટાડ્યા પછી તેનો આત્મવિશ્વાસ પણ મજબૂત થયો હતો. તે કહે છે કે સારા આહાર થી અને કસરત નિયમિત કરવાથી તમે પણ તમારું વજન ઘટાડી શકો છો. આની સાથે તેની પીસીઓડી અને થાઈરૉઈડની સમસ્યા પણ જતી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *