વાળમા મેહંદી લગાવતા પહેલા ભેળવી લો ખાલી આ એક જ વસ્તુ, વાળ થઇ જશે કાળા, ઘાટા તેમજ લાંબા, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, લાંબા અને ઘટાદાર વાળ કોને ના પસંદ હોય! તેમાં પણ સુંદર ચેહરા પર લાંબા અને કાળા વાળ આવેલા હોય ત્યારે વાળની સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવી દે છે, લગભગ બધીજ સ્ત્રીઓ તથા છોકરીઓ ને કાળા વાળ ખુબજ પસંદ હોય છે. છોકરીઓ અને સ્ત્રીઓના શૃંગારમાં વાળની મુખ્ય ભૂમિકા હોય છે. કોઈ પ્રસંગ હોય કે પાર્ટીમાં કવાનું હોય સ્ત્રીઓ તેમના વાળને સજાવવાનું ક્યારે ભૂલતી નથી, તેમાં પણ જો વાળ લાંબા અને કાળા હોય તો સ્ત્રીઓ હજારો લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બને છે.

પરંતુ, કેટલાક લોકોના વાળ પર ખુબ જ નાની ઉમરમા સફેદી છવાઈ જાય છે અને વાળ સાથે સંકળાયેલ સમસ્યા ચાલુ થઈ જાય છે, આવી સમસ્યાને દુર કરવા લોકો ઘણા પ્રયત્નો કરતા હોય છે. આ સમસ્યાને દુર કરવા મોંઘી દવા પણ લે છે તેમજ ખુબજ મોંઘી દાકતરી સારવાર પણ લે છે પરંતુ, તેમછતા ફરક નહીવત જોવા મળે છે. આજના જમાનામા લોકોના વાળ પર સફેદી આવવા પાછળનુ મુખ્ય કારણ છે શરીરમાં પોષક તત્વોની કમી તેમજ અને વધતા જતા પ્રદુષણ.

લોકો વાળ પર રહેલી સફેદ પરતને દૂર કરવા માટે અનેકવિધ પ્રયાસો કરે છે જેમકે, મોંઘી દવાઓ તેમજ વાળને કાળા કરવા કેમિકલયુક્ત કલરોનો ઉપયોગ વગેરે પરંતુ, તેનાથી વાળ કાળા થવાને બદલે વાળને લગતી બીજી ઘણી સમસ્યાઓ જન્મ લે છે. તો હવે પ્રશ્ન એ છે કે, શું કોઈ એવો ઉપચાર છે ? જેનાથી વાળને કુદરતી રીતે કાળા કરી શકાય. તો તેનો જવાબ છે હા, આજે આપણે એવા ઘરેલુ નુસ્ખાઓ વિશે જાણીશુ, જે તમારા વાળને લાંબા, કાળા, ઘટાદાર બનાવી દેશે. સામાન્ય રીતે ઘણા લોકો આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મહેંદીનો પ્રયોગ કરતા હોય છે. તે વાળને પ્રાકૃતિક રીતે કાળા કરવા માટેનુ એક શ્રેષ્ઠ આયુર્વેદીક ઉપચાર છે.

સામાન્ય રીતે લોકો વાળને મજબુત બનાવવા માટે માત્ર મહેંદીનો ઉપયોગ કરતા હોય છે પણ આજે અમે તમને આ લેખમા એક એવા ઉપચારની માહિતી આપી રહ્ય છીએ જેને મહેંદી સાથે મિશ્રણ કરીને માથામાં લગાડવામાં આવે તો તે તમારા વાળને ખુબજ મજબુત તેમજ લાંબા સમય સુધી કાળા અને ઘટાદાર બનાવશે તેમજ સમય સાથે વાળ ખરવાની સમસ્યાથી પણ મુક્તિ મળશે. જો તમે તમારા વાળને મજબુત અને કાળા બનાવવા માંગતા હોવ તો તમારે મહેંદી સાથે તલનું તેલ ઉપયોગમાં લેવું જોઈએ.

તલનું તેલ એ વાળ માટે ખુબ ફાયદાકારક છે અને તે વાળને કુદરતી રીતે કાળા બનાવવામા સહાયરૂપ સાબિત થાય છે. આ તેલમાં રહેલ વિટામીન અને પોષક તત્વો વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. આ ઉપચાર બનાવવા મહેંદી પાવડર લઇ તેમાં તલનું તેલ ઉમેરી મિશ્રણ તૈયાર કરવું, ત્યારબાદ આ મિશ્રણને ગેસ પર ૫-૧૦ મિનીટ ધીમા તાપ પર ગરમ થવા દેવું, જ્યારે મિશ્રણ સરખી રીતે મિક્ષ થાય જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી લઇ તેને ૨૦ મિનીટ સુધી સરખી રીતે ઠંડુ થવા દેવું.

જયારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેને સ્વચ્છ બોટલમા ભરીને સ્ટોર કરવુ અને આ મિશ્રણને એક અઠવાડિયામા ત્રણ વાર માથામાં સારી રીતે લગાવવું બાદ થોડી વાર પછી વાળને સારી રીતે પાણીથી ધોઈ લેવા.જો આ મિશ્રણ નિયમિત બે થી ત્રણ મહિના સુધી લગાડવાથી તમારા વાળને ખુબજ કાળા, ઘાટા, અને લાંબા બનાવવા માટે આ ખુબ જ કારગર ઘરેલું નુસખો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *