વજન ઘટાડવા માટે આજે જ ઘરે બનાવો આ સરળ રીતે ચૂરણ, એક અઠવાડિયામા જોવા મળશે આટલો ફરક, એકવાર અજમાવી જુઓ આ આયુર્વેદિક ઉપાય…

Spread the love

ઘણા વ્યક્તિને વજન એટલું વધારે હોય છે કે તેના લીધે તેમણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. વજન વધારે હોવાથી આપણે સુંદર લાગી શકતા નથી તે આપના શરીરને ફિટ દેખવા દેતું નથી. તેનાથી શારીરિક કામમાં અનેક તકલીફ પડતી હોય છે. તેનાથી કંટાળીને વજન ઘટાડવા માટે તે અનેક ઉપાય કરતાં હોય છે. તેની પાછળ સમય અને પૈસા બંને ખૂબ વધારે બગાડે છે પરંતુ તેનું પરિણામ તેને જોઈતા પ્રમાણમાં મળતું નથી.

શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરવા માટે આપણે જિમ, કસરત, યોગા અને ડાયટિંગ જેવી બધી કોશિસ કરીએ છીએ. પરતું તેનાથી કોઈ ફેર દેખાતો નથી. આજે આપણે એક એવા ઘરેલુ ઉપાય વિષે જાણીએ કે તેનાથી વજન ઘટવા લાગે છે. તે એક ચૂર્ણ છે. તેને સપ્તાહમાં ૩ થી ૪ કિલો જેટલો વજન ઘટાડી શકાય છે. તેની સાથે આ ચૂર્ણ ખાવાથી શરીરને બીજી કેટલીક બીમારીથી પણ બચી શકાય છે. આને રોજે ખાવાથી તમને તરતજ અસર દેખાવા લાગશે.

ચૂર્ણ બનાવવા માટે જોઈતી વસ્તુ :

ઇસબગૂલ, વરીયાળીનો ભુક્કો, ત્રિફળાનો ભુક્કો, ધાણાનો ભુક્કો, જીરુંનો ભુક્કો

ચૂર્ણ બનાવાવની રીત :

તમારે આ ચૂરણ બનાવવા માટે ત્રણ ચમચ ઇસબગૂલ, બે ચમચ વરીયાળીનો ભુક્કો, બે ચમચ ત્રિફળાનો ભુક્કો, બે ચમચ ધાણાનો ભુક્કો, બે ચમચ જીરુનો ભુક્કો લઈ તેને એક વાસણમા સરખી રીતે ભેળવી લેવું. અથવા આને તમે બધાને મિક્સરમા પણ પીસી શકો છો. તે ચૂરણને એક બોટલમા ભરી લેવુ તેને બે મહિના માટે રાખી શકાય છે. તેને તમારે દિવસમા બે વાર એક એક ચમચ આ ચૂરણ હૂંફાળા પાણી સાથે લેવુ. એક ચમચી સવારે ખાલી પેટ લેવું અને તે પછી અડધો કલાક માટે કઈ ખાવું ન જોઈએ અને રાતે જમ્યા પછી બે કલાક બાદ આ ચૂરણ લેવું.

તેની વસ્તુના ફાયદા :

વરિયાળી :

તેની તાસીર ખૂબ ઠંડી છે. તેમાં વધારે માત્રામાં ફાઈબર રહેલૂ હોય છે. તેનાથી શરીરમાં વધારાની ચરબી વધવા દેતું નથી તેનાથી તમારા વજન વધારે વધતું નથી તેનાથી તમારું શરીર આકર્ષિત બને છે.

ઈસબગુલ :

આની અંદર વજન ઘટાડવાના ગુણ રહેલા છે. તેની સાથે તે પેટ માથી ટોકસીનને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી પેટને સ્વસ્થ રાખવામા પણ મદદ કરે છે.

ધાણા પાઉડર :

આની અંદર ખૂબ સારો કમ્પાઉન્ડ ક્વર્સેટિન રહેલો હોય છે. તે આપના શરીર માથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. તેની સાથે તે શરીરનું મેટબોલીઝમ પણ વધારે છે. તેનાથી વજન જલદી ઘટવા લાગે છે.

ત્રિફલા :

આનો પાઉડર શરીરના ટોકસીનને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી શરીરના ફંક્સનમા સુધારાઓ થાય છે. તેનાથી આપનું શરીર આકર્ષિત દેખાય છે. તેનાથી પાચન શક્તિમાં પણ સુધારો કરે છે.

જીરું :

તેનાથી શરીરમાં કેલેરીને ઓગાળે છે. તેનાથી મેટાબોલીઝમમાં ઘણો સુધારો કરે છે. તેનાથી શરીરમાં રહેલ ટોકસીનને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી વજન જલદી ઘટવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *