વડોદરામા ડોક્ટર ની ઘોર બેદરકારી, પ્રસૂતાના ગુપ્ત ભાગમાંથી આ વસ્તુ કાઢવાનુ જ ભૂલી ગયો…

Spread the love
  • પ્રસૂતા મહિલાના શરીરમાંથી ડોક્ટર પેડ કાઢવાનુ જ ભૂલી જતા થયું ઇન્ફેક્શન
  • ફરજ દરમિયાન નિષ્કાળજી રાખનાર ડોક્ટર સામે કાર્યવાહી કરવા પ્રસૂતા અને તેના પરિવારની ઉગ્ર માગ

ગુજરાત રાજ્યના વડોદરા શહેર ના નવાપુરા વિસ્તાર ની પ્રસુતા મહિલાના ગુપ્ત ભાગ માં પેડ મુકયા બાદ તેને ફરી કાઢવાનુ ડોક્ટર ભૂલી જતા પ્રસુતા મહિલાને ચેપ લાગી ગયો હતો. ડોકટરની આ ઘોર બેદરકારી બદલ તેના વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી ઉગ્ર માંગ પ્રસુતા મહિલા અને તેના પરિવારના સભ્યોએ કરી હતી.

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી વંદના મનોજભાઇ(ઉ.વ. – ૨૪) સગર્ભા હતી. તે પ્રસુતિ કરાવવા માટે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દાખલ થઇ હતી. ત્યાં હોસ્પીટલમાં વંદનાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. ડીલીવરી પણ નોર્મલ થઇ હતી. જો કે પ્રસૃતિ બાદ ડોકટર દ્વારા ૧૪ ટાંકા લેવામાં આવ્યા હતા.

આ સમયે ડોકટર દ્વારા ગુપ્ત ભાગે મુકવામા આવેલા બે પેડ કાઢવાનુ તેઓ ભૂલી ગયા હતા. આ અંગે ડોકટરે વંદનાને પણ કોઇ પણ પ્રકારની માહિતી આપી ન હતી. જયારે ગઇકાલે વંદના દવાની ટયૂબ લગાવતી હતી. ત્યારે તેને અચાનક દુઃખાવો અને ગુપ્ત ભાગે રસી થઈ ગયાનુ જણાયુ હતુ. તે સમયે દવા લગાવતા હાથમાં પેડ આવતા તે કાઢી લીધા હતા.

જયારે આ પેડ સાથે જ તે સયાજી હોસ્પિટલમાં આવી હતી. બે પેડ મુકયા બાદ કાઢવાનું ભૂલી ગયા ડોકટરની ઘોર બેદરકારી બદલ તેના વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરવાની તેમને ઉગ્ર માંગ કરી હતી. જે ડોકટર દ્વારા ભુલ થઇ હતી તેને બોલાવવાની માંગ સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની ખાતે વંદના અને તેના પરિવારના સભ્યોએ કરી હતી.

જો કે ફરજ ઉપરના ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ આપી હતી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ જ સારવાર કરાશે તેવુ રટણ ફરજ પરના ડોક્ટરોએ ચાલુ રાખી હતી.

જો કે આખરે આ પરિવાર આ બેદરકારીની રજુઆત કરવા માટે રાવપુરા સ્થાનિક પોલીસ સ્ટેશને આવ્યુ હતુ. રાવપુરા પોલીસ દ્વારા વંદના અને તેના પરિવાજનોને આ અંગે અરજી આપવા માટે કહ્યુ હતુ. અરજી આપ્યા બાદ પોલીસ આ અંગે તપાસ હાથ ધરાશે અને જો ડોકટરની બેદરકારી જેવુ કઈ જણાશે તો કાયદાકીય ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *