વડાપ્રધાન મોદીજી ની મોટી જાહેરાત આજ રાતે બાર વાગે થી સમગ્ર દેશમા ૨૧ દિવસ માટે સંપૂર્ણપણે લોકડાઉન

Spread the love

સમગ્ર દેશમા કોરોના વાઈરસ ના વધતા પ્રકોપ ને રોકવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પોતાના પ્રયાસો વેગવંતા કરી દીધા છે. આ વાઈરસ ના સંક્રમણ ને રોકવા માટે દેશભર મા હાલ દેશ ને સંબોધન કરતા મોદીજીએ ૨૧ દિવસ માટે નુ લૉકડાઉન ની જાહેરાત કરી દીધી છે. આ નિયમ આજ રાત થી જ લાગુ કરી દેવા મા આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ આ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના વધતા પ્રકોપના સંબંધમા કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે કરી છે. તેમની આ પ્રેસ કોન્ફ્રેન્સ મા તેમણે જણાવ્યું કે સમગ્ર ભારત ને બચાવવા માટે તેમજ અહિયાં ના દરેક વ્યક્તિ ને બચાવવા માટે તેમણે આ નિર્યણ લીધો છે. તેમણે આવનાર ૨૧ દિવસ માટે લૉકડાઉન ની જાહેરાત કરી દીધી છે.

ભારતમા કોરોના વાયરસના અત્યાર સુધી ૪૯૫ કેસ સામે આવી ચૂક્યા છે. આ વાયરસથી અત્યાર સુધી નવ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ૩૪ લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. કોરોનાના પ્રસારને રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ આ પહેલા રવિવારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં જનતા કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. જેને દેશવાસીઓ નુ પ્રચંડ સમર્થન મળ્યું હતું. એટલે આ વાત ને ધ્યાન મા રાખતા તેમણે જણાવ્યું છે જે “કોરોના” ના અર્થ જ છે કે “કોઈ રોડ પર ન નીકળે”.

આ માટે જ તેમણે આવું મહત્વપૂર્ણ નિર્યણ લીધું છે કે આજ રાત ના બાર વાગ્યા થી સમગ્ર દેશ મા લૉકડાઉન કરવાની જાહેરાત કરી દેવા મા આવી છે. તેમણે દરેક નાગરિક ને આજ રાત થી જ ૨૧ દિવસ માટે ઘર થી બહાર નીકળવા ની મનાઈ કરી દેવા દીધી છે. આ સાથે જ જો આવું ૨૧ દિવસ સુધી નહી કરવામા આવે તો સમગ્ર દેશ એકવીસ વર્ષ પાછળ જતો રેહશે, આવું મોદીજીએ પોતાના સંબોધન મા કહ્યું છે. આ માટે આવા નિર્યણ લેવા મા આવ્યો છે જેથી આ વાઇરસ ને અટકાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *