વડાપ્રધાન દ્વારા કરવામા આવી હતી મુખ્યમંત્રીઓ સાથે વાત, આ રાજ્યોએ કરી લોકડાઉન લંબાવવા ની માંગણી

Spread the love

મિત્રો, હાલ સમગ્ર ભારતમા કોરોનાવાયરસ ના કારણે લોકડાઉન કરવામા આવ્યુ છે અને મોદી સરકાર દ્વારા આ સંકટ ને પહોંચી વળવા માટે અમુક વ્યૂહરચના પર નિરંતર કાર્ય કરવામા આવી રહ્યુ છે. તે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સતત સંપર્કમા રહે છે. હાલ સુધીમા ત્રણ વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે અને હાલ હમણા જ ચોથી બેઠક થઈ .

આ બેઠક લોકડાઉન ક્યારે ખુલશે તથા આવનાર ભાવિનો પણ નિર્ણય લેશે અને ૩જી મે પછી રણનીતિ શુ રહેશે તે અંગે પણ નિર્ણય લેશે. હાલ, વર્તમાન સ્થિતિમા રાજ્યો નાણાથી માંડીને મેડિકલ કીટ સુધીની દરેક વસ્તુની માંગ કરી શકે છે. લોકડાઉન ના કારણે હાલ બધુ જ અટકી ગયુ છે જેના કારણે સરકારો ની આવક પણ અટકી ગઈ છે. હાલ વર્તમાન સ્થિતિનુ તારણ કાઢતા એવુ કહી શકાય કે, દરેક રાજ્યના મુખ્યમંત્રી ની પ્રથમ જરૂરિયાત નાણા ની રહેશે.

આર્થિક સહાયતા વગર રાજ્યો લોકડાઉનમા કોઈ વ્યૂહરચના પર આગળ વધવા માટે સક્ષમ બની શકે નહિ. આ ઉપરાંત ઘણા રાજ્યોમા ફાંસાયેલા મજૂરો ને તેમના વતન પરત મોકલવાની માંગ કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આ મામલે કડક વલણ અપનાવી શકે છે.

બિહાર સરકારના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, જો લોકડાઉન દરમિયાન બસ ને કોટા થી ચલાવવાની મંજૂરી આપવામાં આવે તો બિહાર સરકાર દ્વારા માંગ ઉઠાવવામા આવશે કે સામાજિક અંતર ને પગલે કામદારો ને તેમના ઘરે લઈ જવા માટે એક વિશેષ ટ્રેન ચલાવવામા આવે. નીતાશ કુમારે કોટાથી તમામ વિદ્યાર્થીઓને તેમના ગૃહ રાજ્યમા મોકલવા માટેના નિર્ણયનો વિરોધ કર્યો હતો પરંતુ, જ્યારે તેમને પાછળથી મોકલવામા આવ્યા ત્યારે નીતીશ કુમાર પણ ખૂબ બગડ્યા હતા.

હાલ, બિહારના મજૂરો દેશના તમામ ભાગોમા ફસાયેલા છે. રાજ્યોની અન્ય માંગ એવી પણ ઉદભવી શકે કે તેમને પૂરતી તબીબી અને પરીક્ષણ કીટ આપવામા આવે. તબીબી કીટની ગેરહાજરી ના કારણે ઘણા તબીબી કર્મચારીઓએ કોરોના દર્દીઓની વિના કોઈ સુરક્ષા સારસંભાળ લેવી પડે છે, જેના કારણે જોખમ મા ખૂબ જ વધારો થાય છે.

છેલ્લી વાર નીતીશ કુમારે પીપીઇ કીટ અંગે વાત કરી હતી કે, જેટલી કીટ મંગાવવામા આવી છે તેટલી કીટ મળી નથી. પરીક્ષણ કીટના અભાવના કારણે કોરોના ની સમસ્યાને નિયંત્રિત કરવી શક્ય નથી. પ્રધાનમંત્રી સાથેની મુખ્ય પ્રધાનો ની બેઠક પૂર્વે જ રાજકીય ગરમાવો શરૂ થઈ ચૂક્યો છે. સીડબલ્યુસીની બેઠકમા કોંગ્રેસ શાસિત રાજ્યો પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન અને પોંડ્ડુચેરીના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકાર પાસે નાણાકીય સહાયની માગણી કરી હતી.

સાથે જ કહ્યુ કે જો કેન્દ્ર મદદ નહી કરી શકે તો કોરોના વાયરસ સામેની લડત નબળી પડી જશે. હાલ, લોકડાઉન ૩જી મે બાદ સમાપ્ત થઈ જશે તેમ માનવામા આવી રહ્યુ છે પરંતુ, દિલ્હી-મહારાષ્ટ્ર જેવા રાજ્યોમા કોરોના વાયરસના અનેક કિસ્સા છે એટલે લોકડાઉન ખૂલવુ શક્ય નથી લાગી રહ્યુ. દિલ્હી સરકારના પેનલના વડા ડો. સરિને તો એમ પણ જણાવ્યુ છે કે લોકડાઉન કમ સે કમ ૧૬ મે સુધી ચાલવુ જોઈએ,

જેથી કોરોના વાયરસનો ગ્રાફ નીચે જવા લાગે નહિતર પરિસ્થિતિ નિયંત્રણમા નહી રહે. તેમણે કહ્યુ કે ચીન ની સ્થિતિ જોતા એવુ લાગી રહ્યુ છે કે, લોકડાઉન વધારવુ જોઈએ. મુંબઈમા પણ સતત કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. હા, જે રાજ્યોમા કેસ અટક્યા છે ત્યા લોકડાઉન ખોલી શકાય છે. સરકારે હાલ ભવિષ્યમા ધ્યાન રાખવુ પડશે કે ખર્ચ અને આવક વચ્ચે સંતુલિત રહે, જેથી ભવિષ્યમા સરકાર પર કોઈ ભારણ ના વધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *