વાત્ત, પિત્ત તેમજ કફથી લગતા તમામ રોગો માથી કાયમી માટે છુટકારો મેળવવા જરૂરથી કરવું જોઈએ ખાલી આ બે થી ત્રણ દાણા નુ સેવન, આજે જાણીલો આ ચમત્કારીક ફાયદાઓ

Spread the love

આપણે બધા જાણીએ છીએ કે કાળા મરી આપના માટે કેટલા લાભદાયી છે. તેને ત્રિદોષ નાશક કહેવામા આવે છે. તે ઔષધિમાં મહત્વનુ સ્થાન ધરાવે છે. શરીરનું બંધારણ વાત, પિત્ત, અને કફથી કરવામાં આવે છે. આ ત્રણેયને અંકુશ રાખવા માટે આ ખૂબ ઉપયોગી છે. તેનો સ્વાદ તીખો હોય છે. પરંતુ તે શરીર માટે ખૂબ ઠંડા હોય છે. તે સ્વાદે તીખા હોવાથી તેનું ચૂર્ણ ખાવું મુશ્કેલ છે. તેને આખા ગળી જવાથી તે નિયંત્રણમાં રાખી શકાય છે.

જ્યારે ગળું બેસી જાય ત્યારે આને ઘી અને સાકર સાથે ભેળવીને ચાટવાથી ગળું ખૂલી જશે તેનાથી અવાજ પણ સુરીલો બને છે. ૮ થી ૧૦ કાળા મારી લઈને તમારે પાણીમાં ઉકાળીને તેનાથી કોગળા કરવા જોઈએ. તેનાથી ગાળામાં સંક્રમણ થતું નથી. પેટમાં કરમિયા થયા હોય ત્યારે તમારે આને થોડા પ્રમાણમાં લઈ એક ગ્લાસ છાસમાં ભેળવીને પીવું અથવા દ્રાક્ષની સાથે આને પીસીને દેશી ઘી સાથે ભેળવીને તેને દિવસમાં ૩ વાર ખાવું.

આંખની નબડાઈ હોય ત્યારે તમારે આનું સેવન કરવું જોઈએ. જે લોકોને ગઠિયાણી તકલીફ હોય તે લોકોને તલના તેલને ગરમ કરીને તેમાં આને ભેળવીને તેને પ્રભાવિત જગ્યા પર લગાવી મસાજ કરવું જોઈએ. હરસની તકલીફ હોય ત્યારે જીરું, સાકર અને કાળા મરીને પીસીને સવાર સાંજ આને ખાવાથી આ તકલીફ દૂર થશે.

આ પાચન અગ્નિને નિયંત્રિત રાખે છે. તે પાચન ક્રિયાને સારી બનાવે છે. તે મેટાબોલીઝમ સારું રાખે છે. તેનાથી મેટાબોલીઝમમાં કોઈ તકલીફ થતું નથી. વજન વધારે થાય ત્યારે તમારે આનું સેવન કરવાથી વજન ઓછું થાય છે. તેનાથી વધારાની ચરબી ઓગાળે છે.

તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ ફાયદાકારક છે. બ્લડ પ્રેશરની સમસ્યા હોય ત્યારે તમારે ૧ ચમચી કાળા મરીનું ચૂર્ણ અને એક ગ્લાસ પાણી પીવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. દાંતમાં તમને દુખાવો થતો હોય અથવા તમારે દાંતને લગતી કોઈ સમસ્યા હોય ત્યારે તમારે આને ચાવવા જોઈએ તેનાથી દાંતનો દુખાવો દૂર થશે. તેનાથી દાંતમાં પાયોરિયાની સમસ્યા પણ દૂર થશે. તેના માટે આના પાઉડરને અને મીઠાને પાણીમાં ભેળવીને તમારે દાંત પર લગાવવું તેનાથી રાહત મળશે.

તે ઉષ્ણ, અગ્નિદિપક અને ઉત્તેજક છે. આને ખાવાથી મોંમાં લાળ વધારે બને છે. તેનાથી ધમનીમાં તેજી આવે છે. ત્વચાને લગતી તકલીફ પણ આનાથી દૂર થાય છે. એક કપ પાણીમાં અડધું લીંબુ નીચવીને તેમાં આને નાખીને અડધું કાલી મીઠું ભેળવીને તેને તમારે રોજે પીવું જોઈએ તેનાથી ગેસની તકલીફ થતી નથી.

આમાં પીપરીન નામનું તત્વ મળે છે. તેનાથી કીટાણુનો નાશ થાય છે. તેનાથી મલેરિયા અને વાઇરલ તાવમાં ખૂબ અસરકારક છે. તે કીટાણુનો નાશ કરે છે. આની સાથે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ તેનાથી ઘણી બીમારીથી બચી શકાય છે. તમારે ત્વચા પર ફોલ્લી અથવા ખીલાની તકલીફ હોય ત્યારે તમારે આને પીસીને તેના પર લગાવવાથી ઘણો લાભ થશે. આને મધ સાથે ભેળવીને તેને લેવાથી યાદશક્તિ વધે છે.

પેટને લગતી કોઈ તકલીફ હોય ત્યારે તમારે એલ ગ્લાસ છાસમાં આને ભેળવીને તેનું સેવન કરવું જોઈએ. આ સિવાય દ્રાક્ષની સાથે આને દિવસમાં ત્રણ વાર લેવાથી પેટની તકલીફ દૂર થાય છે. તેનાથી પેટમાં રહેલ કીટાણુ દૂર થાય છે. તેનાથી ગેસ અને એસિડિટી થતી નથી. તેના માટે તમારે લીંબુ અને મીઠું અને આને ભેળવીને લેવાથી અપચો અને ગેસની તકલીફ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *