વાળની તમામ પ્રકારની તકલીફોથી છુટકારો મેળવવા, કુંવારપાઠા દ્વારા ઘરે જ તૈયાર કરો આ તેલ, જાણો તેના વિશેષ ફાયદાઓ…

Spread the love

આપણા  માટે કૂવારપાઠું અનેક રીતે ઉપયોગી છે. તેને આયુર્વેદમાં પણ ઉત્તમ ગણાવ્યુ છે.  તે આપણા  વાળ અને આપની ત્વચા માટે ખૂબ લાભદાયી છે. તે આપણા વાળને એટલા ફાયદા અપાવે છે કે, તેનાથી આપણા વાળને લગતી દરેક સમસ્યા સરળતાથી હલ થઇ શકે છે. તે વાળના વિકાસમા ખૂબ જ મદદ ગાર સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવાથી વાળા ખરવાની સમસ્યા હોય તો તેમાં પણ રાહત મળે છે.

તે વાળનું રક્ષણ કરે તેવું એક સ્તર વાળ પર બનાવે છે. તે નુકશાન કરતાં પર્યાવીરણીય તત્વો અને પ્રદૂષણથી વાળને નુકશાન થવા દેતુ નથી. તે વાળને હમેશા માટે હાઈડ્રેટેડ રાખે છે. આ છોડ કોઈ રામબાણ ઇલાજની જેમ કામ કરે છે. તે આપણા સ્વાસ્થ્યને લગતી અને આપણા સૌંદર્યને લગતી બધી બાબતોમા આ આપણને ખૂબ જ મદદ કરે છે.

તેની મદદથી આપણી ત્વચાને પણ અનેક લાભ મળે છે. તે આપણી ત્વચાને ઠંડક આપવાની સાથે તે આપણી ત્વચાને રક્ષણ પણ આપે છે. તે આપણા વાળ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. મોટાભાગના લોકો આનો ઉપયોગ કરતા હશે પરંતુ, આજે આપણે તેમાથી બનતા એક તેલ વિષે જાણીએ તેનાથી તમારે વાળને લગતી કોઈ પણ સમસ્યા હશે તો તે જલ્દીથી દૂર થઈ જશે.

તેનાથી થતાં ફાયદા :

વાળ અને સૌંદર્યના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ આપણા  વાળ માટે ખૂબ જ લાભદાયી છે. તે તમારા વાળની વૃદ્ધિ સારી રીતે કરશે. આનો ઉપયોગ કરવાથી વાળ ખરતા હશે તો તેને ઓછા કરશે. તે આપણા વાળ માટે એક રક્ષણાત્મક સ્તર બનાવીને તે આપણા વાળની રક્ષા કરે છે. તે ત્વચામાં રહેલા નુકશાન કારક તત્વો જે ખરાબ પ્રદૂષણ અને વાતાવરણથી તે આપણા વાળને સુરક્ષા આપે છે.

તેને હાઈડ્રેટેડ રાખવામા મદદ કરે છે. આ સિવાય તે આપણા વાળને સારી રીતે પોષણ આપે છે. તે ખોડાની સમસ્યા ને દૂર કરીને તે ખોડાથી આપણા વાળને થતાં નુકશાનથી બચાવે છે. તેથી આપણે  સુંદરતા વધારવા અને વાળને સારા બનાવવા માટે આનો ઉપયોગ અવશ્યપણે કરવો જોઈએ.

આનું તેલ કેવી રીતે બનાવવું જોઈએ :

કૂવારપાઠાનુ તેલ બનાવવુ ખૂબ જ સરળ છે.  તેના માટે તમારે સૌપ્રથમ એલોવેરાના છોડનુ એક પાન લેવાનું રહેશે. તેને તમારે છરીની મદદ વડે  ઉપરની છાલ અને બાજુના કાંટા બહાર કાઢી લેવા. તેનો અંદરનો ભાગ તમારે એક વાસણમાં કાઢી લેવો જોઈએ. આ જેલને તમારે નારિયેળના તેલમાં ભેળવી લેવું.

તમે ઈચ્છો તો આને તમે બ્લેન્ડ પણ કરી શકો છો. તે પછી પણ તમે તેને સારી રીતે ભેળવી શકો છો. તમે તાજા એલોવેરના પાનનો ઉપયોગ કરશો તો તમને તેનાથી વધારે ફાયદા મળશે. જે બજારમાં એલોવેરા જેલ મળે છે તેના કરતાં તાજા જેલનો ઉપયોગ કરવો ખૂબ લાભદાયી છે. તેથી તમારે બને તો તાજા જેલનો જ ઉપયોગ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *