વાળની તકલીફ થી લઈને લોહીની ઉણપ જેવી ૩૦ થી પણ વધુ બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે આ વસ્તુ, જાણો તેના આવા ફાયદા વિશે…

Spread the love

આજે અમે આ લેખ દ્વારા એવી વનસ્પતિ વિષે વાત કરીશું જેનો ઉપયોગ શરીરના ઘણા રોગને દુર કરવા માટે થાય છે. આ એક એવી વનસ્પતિ છે જે સ્વાદમાં મીઠી હોય છે,અને તે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગને દુર કરવામાં મદદ કરે છે. આજે આપણે તે આર્યુવેદિક ઔષધી વિષે વાત કરીશું. જેનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારના ફાયદા થતા જોવા મળે છે. તો ચાલો તેના થી થતા ફાયદા વિષે જાણીએ , જેનું સેવન કરવાથી અનેક રોગોને દુર કરી શકાય છે.

આપણે જે ઔષધી વિષે વાત કરતા હતા તે છે જેઠીમધ જે તમને બધી જગ્યાએ આસાનીથી મળી જાય છે. તેને હિન્દીની ભાષામાં મુલેઠી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સંસ્કૃતમાં તેને યષ્ટિમધુ તરીકે તે ઓળખાય છે. આજે એનાથી થતા ફાયદા વિષે આપણે જાણીશું.

વાળને લગતી સમસ્યા

જેઠીમધનો ઉપયોગ કરવાથી તે વાળની બધી સમસ્યાને દુર કરે છે. તે આપણા વાળ માટે ફાયદાકારક છે. જેઠીમધના ક્વાથથી વાળ ધોવામાં આવે તો ખરતા વાળને તે દુર કરે છે. તેની અંદર રેહેલું પોષણ વાળને મજબુત બનાવે છે. જેઠીમધને તેલમાં મિક્સ કરી. તેને ભેશના દુધમાં પકાવી, તેનો લેપ બનાવી વાળમાં લગાવથી વાળ ખરતા બંધ થાય છે.

માથાનો દુખાવો

જે વ્યક્તિને માથા દુખાવાની સમસ્યા રહેતી હોય તેને જેઠીમધનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. જેઠીમધ માંથી બનાવેલો પાવડર એક ચમચી, એક ચપટી ક્લિહારી ચૂર્ણ અને એક ચમચી સરસવ તેલ. આ બધી વસ્તુને મિક્સ કરી તેને સુંઘવાથી માથાના ગમે તેવા દુખાવામાં રાહત થાય છે.

સફેદ વાળની સમસ્યા

અત્યારે સફેદ વાળની સમસ્યા બધા લોકોમાં જોવા મળે છે. સફેદ વાળની સમસ્યા માટે જેઠીમધ ખુબ ઉપયોગી ઔષધી છે. સાત સો એમેલ તલનું તેલ અને પચાસ ગ્રામ જેઠીમધનો ક્લ્ક. આ બંને વસ્તુને મિક્સ કરી તેને ઉકાળી લો. ત્યાર બાદ એક બોટેલમાં ભરી લો. આ તેલના બે થી ત્રણ ટીપા નાકમાં નાખવાથી ઉમર પહેલા થતા સફેદ વાળ દુર થાય છે. અને વાળ ખરવાની સમસ્યા પણ દુર થાય છે.

અવાજ બેસી જવો

ઘણા લોકોને વધારે ઠંડું પીણું પીવાથી અવાજ બેસી જવાની સમસ્યા રહેતી હોય છે. તેણે જેઠીમધને ગળામાં રાખીને ચગરવાથી તેમાં રાહત મળે છે. ગળાના ગમે તે રોગ માટે જેઠીમધ ખુબ ઉપયોગી છે. જે લોકોને સુકી ઉધરસ હોય તેના માટે પણ તે ફાયદાકારક છે. જેઠીમધમાં એક ચમચી મધ મિક્સ કરી ચાટવાથી ઉધરસમાં ફાયદો થાય છે.

પેટનો દુખાવો

અત્યારે ભોજન અને અપચાની સમસ્યા બધા વ્યક્તિમાં જોવા મળે છે. બહારના ખણી પીણીને લીધે પેટમાં દુખાવાની સમસ્યા વધતી જાય છે. ઘણા લોકોને આતરડા પર સોજો પણ આવી જતો હોય છે. જેઠીમધ સાથે એક ચમચી મધ મિક્સ કરી તેને ચાટવાથી આંતરડાનો સોજો ઓછો થાય છે, અને પેટ દુખવાની સમસ્યામાં પણ રાહત મળે છે.

હ્રદયની સમસ્યા

હદયની બધી સમસ્યા માટે જેઠીમધ ખુબજ ઉપયોગી થાય છે. પિતના કારણે પણ હ્રદયમાં દુખવાની સમસ્યા થવા લાગે છે, તેના માટે પણ જેઠીમધ ખુબ ઉપયોગી છે. પાંચ ગ્રામ જેઠીમધ અને પાંચ ગ્રામ બાળકાડું ચૂર્ણ આ બંને વસ્તુઓ મિક્સ કરી અર્ધો ગ્લાસ પાણી સાથે પીવાથી હ્રદયને લગતી સમસ્યામાં રાહત મળે છે. પિતથી થતી સમસ્યાથી માટે જેઠીમધ, સાકર અને કોઠું આ બધી વસ્તુ મિક્સ કરીને ખાવાથી ઉલ્ટી થવા લાગશે અને હ્રદયની સમસ્યા ઘટે અને હાર્ટઅટેક આવવાની સંભાવના ઓછી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *