વાળને લાંબા, ઘાટા અને રેશમી બનાવી, ખરતા અટકાવવા માટે આજે જ ઘરે બનાવી લો આ ખાસ તેલ, નોંધી લો આ રીત…

Spread the love

આજના સમયના અનિયમિત ખાણીપીણીને લીધે તેમજ કેમિકલવાળી સુંદરતાની ચીજો વાપરવાને કારણે ઘણી સ્ત્રીઓ તથા માતાઓ માટે જે ઘરેણા સમાન ગણાય એવા તેમના વાળને લઈ ને ખૂબ હેરાન હોય છે. લોકો કલાકારોની એડવર્ટાઈઝમેન્ટ ટી.વી.માં જોઈને સાવ આંધળું અનુકરણ કરે છે અને પછી તેમને પસ્તાવો થાય છે.

તેના લીધે મહિલાઓમાં વાળ ધોળા થઈ જવા, માથામાં ખોડાની સમસ્યા, વાળ ખરી જવા વગેરે જેવી તકલીફો તેમને હેરાન કરતી હોય છે. ઘણા પુરુષોને માથામા ટાલ પડી જવી, વાળનુ ખરવુ જેવી તકલીફો પરેશાન કરતી હોય છે. આનાથી રાહત મેળવવા માટે આજે એક ઘરગથ્થુ નુસ્ખો જોઈશું કે જે તમને ખુબ લાભદાયક રહેશે. આબળાએ એક એવી ઔષધ છે કે જે વાળ માટે અકસીર ગણાય છે. અહી આજે અમે તમને આબળા તથા નારીયેલના ઓઈલમાથી ઓઈલ બનાવતા શીખવાડીશું. આબળા તથા નારીયેલનું ઓઈલ વાળ ને કાળા તેમજ મજબૂત કરવા માટે ખૂબ કારગર સાબિત થશે.

આ ઓઈલ ઘરે બનાવવા માટે જોઈતી સામગ્રી ની વાત કરીએ તો અંદાજિત એક લિટર ઓઈલ બનાવવા માટે તમારે એક લિટર શુધ્ધ નારીયેલનું ઓઈલ, એક કિલો લીલા આબળા , એક ચમચી તજ પાવડર , બે મુઠ્ઠી દેશી અને સુંગંધિત ગુલાબ ની પાંદડી અને કરંજનું ઓઈલ સો ગ્રામ અને ઓઈલ બની જાય પછી તેને ગાળવા માટે એક મોટો સુતરાઉ કપડાનો ટુકડો અને ભરવા માટે એક કાચની બોટલ વગેરે વસ્તુઓની આવશ્યકતા રહેશે.

તૈયાર કરવાની પધ્ધતિ:

આ ઔષધીય ઓઈલ તૈયાર કરવા માટે સૌથી પહેલા તમારે એક કિલોગ્રામ આબળાને ઝીણા સમારીને નાની નાની કટકી કરી લેવી અને બીજ કાઢી નાખવા. કટકી બને તેટલી ઝીણી કરવી, પણ સાવ સલાડ કરવું નહીં. ત્યાર પછી ત્રણ લિટર લિક્વિડ સમાય તેવા મોટા વાસણમાં એક લિટર કોપરેલ નાખવું અને તેમાં આબળાની ઝીણી કટકી ઉમેરવી. આ મિશ્રણ ને ગરમ કરવા માટે મૂકવું. એને સરખુ ઉકળવા માટે થોડોક સમય લાગશે, તેને એકધારુ હલાવતા રહો. આ મિશ્રણમાં ઊભરો આવે એટલે ગેસ ધીમો કરી નાખવો અને પછી ફરી ગરમ કરવું. આબળાની કટકી બળીને સાવ કાળા રંગની ન થાય ત્યા સુધી.

ત્યારબાદ તેમાં એક ચમ્મચ તજ પાવડર, ગુલાબની પાંખડીઓ તેમજ કરંજનું ઓઈલ ઉમેરીને થોડીક વખત માટે ઉકાળવું અને પછી ઠંડુ પડવા દેવુ. મિશ્રણ ઠંડુ થાય તે પછી તમે આ સુતરાઉ કપડાની સહાયતાથી તેને ગાળી લો. મિત્રો તે પછી તમારે હવે એક કાચની બોટલ લેવાની અને તેમા તમે આ ઓઈલ ભરી લો અને તેને નિયમિત રીતે આ ઓઈલનો વપરાશ કરો .જેથી તમને વાળને લગતી તમામ તકલીફો દૂર થશે અને તમારા વાળએ બે ગણી ઝડપે વધશે. આ ઓઈલ એક આયુર્વેદિક વસ્તુ છે. આનાથી તમને એક બે સપ્તાહમાં ખબર નહીં પડે , પણ ત્રણ થી ચાર માસના લાંબા સમય પછી તમને તેનો ફરક દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *