વાળને લાંબા તેમજ કાળા કરવા સરસિયામા ઉમેરી દો ખાલી આ વસ્તુ, જરૂરથી મળશે મનગમતુ પરિણામ….

Spread the love

અત્યારે બધા લોકોને વાળની કોઈને કોઈ સમસ્યા રહેતી હોય છે. તેમાં પણ બધી મહિલાઓને વાળ ખરવાની સમસ્યા વધુ રહે છે. ત્યારના આ પ્રદુષણ, અનેક પ્રકારના કેમિકલ આપણા વાળને નુકસાન પોહ્ચાડે છે. અને વાળ ખરવાની સમસ્યા ઉદ્ભવે છે. તેને લીધે વાળનું વધવાનું પણ અટકે છે. મહિલાઓ તેના વાળને લાંબા, ઘાટા અને મજબુત બનાવવા અનેક કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. તો પણ તેમને જ્યોતું પરિણામ મળતું નથી.

આજે અમે એક એવા તેલ વિષે જણાવશું. જે આપણે આપણી ઘરે જ બનાવીશું. તે તેલ લગાવાથી વાળની બધી સમસ્યા માંથી છુટકારો મળે છે. તે તેલના ઉપયોગથી વાળ ખરતા જ નહિ, પરંતુ તે આપણા વાળને લાંબા, કાળા અને મજબુત બનાવે છે. તે સિવાય સફેદ વાળની સમસ્યા પણ દુર થાય છે.

સામગ્રી :

તે તેલને બનાવવા માટે બસો પચાસ ગ્રામ સરસવનું તેલ, પચાસ ગ્રામ વરીયાળી, પચાસ ગ્રામ મેથીના દાણા, પચાસ ગ્રામ હર્બલ મહેંદી, પચાસ ગ્રામ આમળાનો પાવડર.

તેલ બનાવવા માટે એક કડાઈમા તેલ ગરમ કરવું ત્યાર બાદ તેમાં આ બધી વસ્તુને મિક્સ કરો. ત્યાર પછી ધીમા ગેસે તેને ઓછામાં ઓછી દસ મિનીટ સુધી રહેવા દો. ત્યારબાદ તેમાં મેથીના દાણા તેમાં નાખવા. મેથીના દાણાની બદલે તેના પાવડરનો ઉપયોગ પણ કરી શકાય છે. તે નાખી તેને અડતાલીસ કલાક સુધી તેને તેમાં રહેવા દેવું.

ત્યારબાદ તેને કોઈ પણ શીશામાં ભરી લેવું. આ તેલને એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે. તે તેલ બનવાની બીજી રીત આ પણ છે. કોઈ પણ લોખંડના વાસણમાં આ દરેક સામગ્રીને મિક્સ કરી તેને ઓછા માં ઓછા પાંચ થી છ દિવસ તડકામાં રાખવું. આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેનો ઉપયોગ કરી શકાય છે.

આ તેલને મૂળિયાની અંદર સુધી સારી રીતે ઓછામાં ઓછી દસ મિનીટ સુધી સારી રીતે તેલનું વાળમાં મસાજ કરવું. ત્યાર બાદ તેને આખી રાત માટે રહેવા દેવું. ત્યાર બાદ બીજા દિવસે તે વાળને શેમ્પુ વડે સાફ કરી લો. જો તમને તેલ લગાવવાની ટેવ હોય તો આ તેલને લાગવું જોઈએ. તે આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતુ નથી. કેમ કે તેમાં બધા કુદરતી તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ તેલ માં વિટામીન ભરપુર પ્રમાણમાં હોય છે. સરસવનું તેલ વાળના મૂળને પોષણ આપે છે. તેમાં રેહલી મેથી અને વરીયાળીમાં રહેલું પ્રોટીન, ફોસ્ફરસ અને ઓમેગા -3 ફેટી એસિડ વાળની ખરવાની સમસ્યા માંથી છુટકારો આપે છે. તે આપણા વાળને મજબુત અને સિલ્કી બનાવે છે. તે આમળામાં રહેલા નિકોટીન એસીડ ખોપરી ઉપરની ચામડીની સફાઈ કરે છે. અને વાળને લાંબા ઘાટા અને ચમકીલા બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *