વાળને ઘર બેઠા સીધા કરવા માટે જરૂરથી અજમાવો આ દેશી અને આયુર્વેદિક ઉપાય, નહી કરવો પડે પાર્લરમા ખર્ચો…

Spread the love

મિત્રો, હાલ વર્તમાન સમયમા વાળને સ્ટ્રેટ કરવાનો શોખ લોકોમા ભારે જાગ્યો છે. જે સ્ત્રીના વાળ લાંબા અને સ્ટ્રેટ હોય છે, તે વધારે પડતો આત્મવિશ્વાસ ધરાવતી હોય છે. આ પ્રકારના વાળ ધરાવતી મહિલાઓ વધારે પડતી સ્ટાઈલીશ અને ફેશનેબલ લાગે છે. વાળને સ્ટ્રેટ કરવા માટે આ મહિલાઓ મોઘા બ્યુટીપાર્લરમા જતી હોય છે અને ત્યા જઈને વાળ પાછળ હજારો રૂપિયા ખર્ચ કરતી હોય છે.

પાર્લરમા જઈને સ્ટ્રેટ કરાવેલા વાળ એ થોડા સમય માટે સારા લાગે છે પરંતુ, ત્યારબાદ વાળ ખરવાની સમસ્યા એકાએક શરૂ થઇ જાય છે અથવા તો ધીમે-ધીમે વાળ પાતળા થવા માંડે છે કારણકે, પાર્લરમા વાળ સ્ટ્રેટ કરવા માટે મોંઘા કેમિકલ્સનો ઉપયોગ કરવમા આવતો હોય છે, આ ઉપરાંત વાળને સીધા કરવા માટે સ્ટ્રેટનીંગ મશીન પણ ઉપયોગમા લેવામા આવતુ હોય છે. તેના કારણે વાળ પર અનેકવિધ પ્રકારની આડઅસર થઈ શકે અને વાળ પણ ખરવા લાગે છે.

આજે આ લેખમા અમે તમને અમુક એવા અસરકારક નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને અજમાવવાથી તમારા વાળ સ્ટ્રેટ બની જાય અને તમારા વાળ ખરવાની તથા વાળ સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. તો ચાલો જાણીએ ક્યા છે આ અસરકારક ઉપાય.

વાળ માટે સૌથી શ્રેષ્ઠ હેર માસ્ક કોઈ હોય તો તે છે એલોવેરા અને મધનુ હેર માસ્ક. આ હેરમાસ્ક તમારા વાળના મૂળને મજબુત બનાવે છે. આ ઉપરાંત આ હેર માસ્કમા સમાવિષ્ટ પોલીસેક્રરાઈડ અને પ્રોટીન નામના તત્વો તમારા માથાની ત્વચાને ઠંડક અને આરામ આપે છે. આ સિવાય તેમા પ્રોટીઓલેટીક એન્ઝાઈમ પણ સમાવિષ્ટ હોય છે, જે તમારા માથાની ડેડ સ્કીનની સમસ્યાને કરે છે અને વાળને શાઈનીગ આપવાનુ કાર્ય પણ કરે છે.

આ હેર માસ્ક તૈયાર કરવા માટે તમારે તમારા વાળના વિકાસ મુજબ એલોવેરા જેલ લેવુ જોઈએ. આ ઉપરાંત તમે એલોવેરા જેલને સીધુ જ તેના છોડમાથી ઉપયોગમાં લો છો તો તે ખુબ જ વધારે સારુ રીઝલ્ટ આપશે. આ જેલમા ૩-૪ ચમચી જેટલુ મધ ઉમેરી અને બંનેને યોગ્ય રીતે મિક્સ કરી ત્યારબાદ તેના પર બ્લેન્ડર ફેરવીને આ મિશ્રણને વાળના મૂળમા યોગ્ય રીતે લગાવવુ અને એક કે દોઢ કલાક પછી હેર વોશ કરી લેવા. આમ, કરવાથી તમારા વાળ એકદમ સ્ટ્રેટ અને ચમકદાર બની જશે. આ હેર માસ્કથી તમને કોઈપણ પ્રકારની આડઅસર થશે નહી.

આ સિવાય વાળને સ્ટ્રેટ કરવા માટે નાળીયેરને એક પાત્રમા છીણી લઇ અને તેમા થોડુ એલોવેરા જેલ મિક્સ કરી ત્યારબાદ આ બંનેને મીક્ચરમાં થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો અને આ પેસ્ટને એક પાતળા કાપડ વડે બરાબર ગાળી લો અને ત્યારબાદ તે પાણીને એક કપમા અલગ ભરીને રાખી દો. હવે તેમા એક ચમચી કોર્નફલોર, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી એરંડાનુ ઓઈલ ઉમેરીને આ બધી જ વસ્તુઓને યોગ્ય રીતે મિક્સ કરવી.

આ બધી જ વસ્તુઓ મિક્સ કર્યા બાદ ગેસ પર નોનસ્ટીક વાસણમા ધીમી આંચ પર ગરમ કરવુ. ત્યારબાદ આ મિશ્રણને થોડુ ગરમ કરીને ઠંડુ થવા માટે મૂકી દો. આ મિશ્રણ ઠંડુ થઇ જાય ત્યારબાદ વાળની એક-એક લટમા લગાવવું અને ચાર મિનીટ સુધી મસાજ કરો. આ હેરમાસ્કને એક ક્લાક સુધી વાળમા લગાવી રાખવુ અને એક કલાક પછી હેરવોશ કરી લેવા, આ ઉપાયથી તમારા વાળ એકદમ સ્ટ્રેટ બની જશે. એકવાર આ ઉપાય અવશ્ય અજમાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *