વાળમાં રહેલી સફેદીની ચમકારને દૂર કરવા માટે આજે જ અપનાવો આ કારગર અને વિશેષ વસ્તુ, આ ઉપાય અજમાવવા માત્રથી વાળ બની જશે કાળા, લાંબા અને ચમકદાર, આજે જ જાણો ઉપયોગ કરવાની રીત…

Spread the love

મિત્રો, વાળમા સફેદીનો ચમકાર દેખાય એટલે લોકો એકદમ ચિંતાતુર બની જાય છે કે, તેમના મનમા બસ ફક્ત આ વાળની સફેદીને દૂર કરવાના વિચાર આવ્યા રાખે છે. તે કોઈપણ સંજોગે આ વાળની સફેદીથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય છે અને તેના માટે તે કઇપણ કરવા માટે તૈયાર હોય છે. આ સફેદ વાળથી મુક્તિ મેળવવા માટે લોકો અનેકવિધ પ્રકારના સૌન્દર્ય સંસાધનોનો ઉપયોગ કરે છે. જોકે, તેનાથી કોઈ વિશેષ ફરક પડતો નથી અને તેના કારણે વાળને વધારે પડતુ નુકશાન પણ પહોંચે છે.

આજે આ લેખમા અમે તમને આ વાળ સાથે સંકળાયેલ સમસ્યાથી મુક્તિ મેળવવા માટેના અમુક સરળ નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ. આપણે સૌ મોટાભાગે વાળ પર કોકોનટ ઓઈલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ ઓઈલનો ઉપયોગ તમને સફેદ વાળની ​​સમસ્યાથી મુક્તિ અપાવવા માટે પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તેમા અનેકવિધ એવા પોષકતત્વો સમાવિષ્ટ છે કે, જે તમારા વાળને આવશ્યક પોષણ આપે છે અને તમારા સફેદ વાળને ફરી કાળા કરવા માટે સહાયરૂપ સાબિત થાય છે.

જો તમે આ કોકોનટ ઓઈલમા ૪-૫ નંગ કરી પતા ઉમેરો અને તેને ૧૫-૨૦ મિનિટ માટે ઉકાળો અને ત્યારબાદ તેને થોડુ ઠંડુ કરી તમારા વાળ અને માથાની ચામડી પર સારી રીતે માલિશ કરીને લગાવો અને પછી તેને ૨-૩ કલાક માટે છોડી દો અને ત્યારબાદ તમારા વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો તો તમને અકાળે ધોળા થતા વાળની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે તો તમે પણ એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.

આ સિવાય જો તમે કોકોનટ ઓઈલમા લીંબુનો રસ ઉમેરી અને તેને થોડું ગરમ ​​કરો અને ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ કરી તમારા વાળ પર લગાવો અને ૩૦ મિનિટ પછી વાળને શેમ્પૂથી ધોઈ લો તો પણ તમે અકાળે સફેદ વાળની ​​સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આ મિશ્રણને વાળ પર લગાવવાથી વાળ ખરતા પણ બચી શકે છે.

આ ઉપરાંત જો તમે આમળાના પાવડરને કોકોનટ ઓઈલમા ગરમ ​​કરો અને ત્યારબાદ થોડુક ઠંડુ થાય ત્યારે તેને માથાની ચામડી અને વાળ પર લગાવો. ત્યારબાદ ૩૦ મિનિટ પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. આ પ્રક્રિયાને તમે અઠવાડિયામા બે વખત અજમાવો. આમળા પાવડર એ તમારા વાળના વિકાસમા ખુબ જ સહાયરૂપ સાબિત થશે અને તમારી વાળની સફેદીને દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *