યુ.એસ.એ મા પટેલ ભાઈઓએ વધાર્યું ગુજરાત નુ ગૌરવ, ૩૪ લાખ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ની ગોળીઓ નુ કર્યું દાન

Spread the love

મિત્રો, હાલ અમેરિકામા કોરોના વાયરસ સામે લડવા માટે બે ગુજરાતી પટેલ ભાઈઓની કંપનીએ વિશેષ ફાળો આપ્યો છે. આ પટેલ ભાઈઓ ની કંપનીએ હાલ ૩૪ લાખ જેટલી હાઇડ્રોક્સીક્લોરોક્વિન ગોળીઓ દાનમા આપેલી છે, એવુ માનવામા આવી રહ્યુ છે કે તે કોરોના વાયરસના ચેપ સામે લડવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યુ છે.

ચિરાગ પટેલ અને ચિન્ટુ પટેલની કંપની એમનીલ ફાર્માસ્યુટિકલ્સ નુ મુખ્ય મથક અમેરિકાના ન્યુ જર્સીમા આવી રહ્યુ છે. આ કંપની અમેરિકા ની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ માની એક છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિન ને હાઇડ્રોક્સિક્લોરોક્વિન સલ્ફેટ તરીકે પણ ઓળખવામા આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામા કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે અને તેના કારણે ત્યા અંદાજિત ૧૪ હજાર લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

આ કારણે જ યુ.એસ. મા હાઇડ્રોક્સિક્લોરોક્વિન ની વિશાળ માંગ ઉદભવી રહી છે. અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વયં પીએમ મોદીને હાઈડ્રોક્સિક્લોરોક્વિનના નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માંગણી કરી છે. ત્યારબાદ ભારતે આ પ્રતિબંધને હટાવ્યો અને હાલ આ દવાનો મોટા ભાગનો જથ્થો ભારતથી મોટી સંખ્યામા અમેરિકા જશે.

આ છે કંપની નુ આયોજન :

ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ. મુજબ, કંપની તેને અમેરિકાના રિટેલ આઉટલેટ્સ અને મોટી સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવશે. કંપનીએ કોવિડ-૧૯ ના દર્દીઓ ના નિદાન માટે ન્યુયોર્કમા ૨૦૦ મિલીગ્રામ હાઇડ્રોક્સીક્લોરોક્વિન સલ્ફેટ ની ૨૦ લાખ ગોળીઓ અને ટેક્સાસ મા ૧૦ લાખ ગોળીઓ દાન આપી છે.

આ સિવાય કંપની સીધી હોસ્પિટલોમા પણ દવાઓ પૂરી પાડે છે અને જો આવશ્યકતા પડશે તો દાનમા વધારો પણ કરી શકે છે. કંપનીએ લુઇસિયાના ને ૪ લાખ ગોળીઓ દાન આપવાનો નિર્ણય કર્યો છે. કંપની દ્વારા ૨ કરોડ ટેબ્લેટનુ નિર્માણ કરવામા આવશે. ચિરાગ અને ચિન્ટુ પટેલ તેમના આ કાર્યો માટે આખા વિશ્વ મા ચર્ચાઈ રહ્યા છે.

તેણે આ દવા ન્યૂયોર્ક અને લુઇસિયાના જેવા કોરોના ચેપના મુખ્ય કેન્દ્રોમા પહોંચાડવા નુ વચન આપ્યુ છે. આ કંપનીએ તેની ફેક્ટરીઓમા હાઇડ્રોક્સિક્લોરોક્વિન સલ્ફેટ નુ ઉત્પાદન વધારવા માટે નો નિર્ણય લીધો છે. કંપની નો દાવો છે કે તે આવનાર સમય સુધીમા દવાની અંદાજિત ૨ કરોડ ટેબ્લેટ્સ નુ ઉત્પાદન કરશે.

ગુજરાત થી અમેરિકા સુધી ની યાત્રા :

એમનીલ ના કો-સીઈઓ ચિરાગ અને ચિન્ટુ પટેલે જણાવ્યુ હતુ કે, અમે કોરોના ની અસર પામી ચુકેલા વિસ્તારો ની હોસ્પિટલો સાથે મળીને કાર્ય કરી રહ્યા છીએ અને સમાજ ને તેની સામે લડવામા મદદ કરી રહ્યા છીએ. એમનીલની સ્થાપના યુ.એસ. મા વર્ષ ૨૦૦૨ મા ચિરાગ અને ચિન્ટુ પટેલે કરી હતી. તેમના પિતા કનુ પટેલ ભારતમા ફાર્માસ્યુટિકલ ઇન્સ્પેક્ટર હતા અને આ પટેલ ફેમિલી ૧૯૮૭ મા યુ.એસ. શિફ્ટ થઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *