ઉનાળામા અડાઈ-ફોડલીઓ અથવા તો ત્વચાથી લગતા તમામ રોગો ને આ અસરકારક ઉપચાર થી કરો દુર, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, ગરમીમી ઋતુમા અળાઈની સમસ્યા થવી એ ખુબ જ સામાન્ય વાત છે. આ સમસ્યા મુખ્યત્વે વધારે પડતો પરસેવો થવાને કારણે થાય છે પરંતુ, શું તમે જાણો છો કે, તેનાથી મુક્તિ મેળવવા માટેના ઉપાય પણ તમારા ઘરમા જ હાજર છે. આ ઉપાયોથી તમને કોઈપણ પ્રકારની આડઅસર થશે નહિ, તો ચાલો જાણીએ ક્યા છે આ ઉપાય?

ઉનાળાની ઋતુમા તો ગરમી થવી એ સામાન્ય છે, તેનુ કોઈ જ નિરાકરણ નથી. ગરમી થાય એટલે પરસેવો પણ વળશે. પરસેવો વળશે એટલે ત્વચાના છિદ્રો પણ એકદમ ખૂલી જશે અને તેના કારણે તમારી ત્વચા પર ઝીણી ફોડલીઓ પણ થશે. આ ફોડલીઓ મુખ્યત્વે બગલમા, સાથળની પાછળ, કમરથી નીચે અને ડોકની નીચેના ભાગ પર પણ વધારે પડતુ જોવા મળે છે. તેનાથી શરીરમા ખરજવાની અને બળતરાની સમસ્યા પણ ઉદ્ભવે છે.

જ્યારે પણ ગરમીની ઋતુમા બાળકોની ચામડી પર ઝીણા દાણા જેવી અળાઈ ફૂટી નીકળે છે ત્યારે આ ફોલ્લીઓ પર ગાયનુ દુધ લગાડવુ, જેથી તે મટી જાય છે. આ સિવાય જો તમે આંબાની ગોટલીના ચુર્ણને પાણીમા પલાળી શરીરે લગાવો અને સ્નાન કરો તો તમને અળાઈઓની સમસ્યામાંથી સરળતાથી રાહત મળે છે. આ સિવાય જો તમે ચણાના લોટમા ગુલાબ જળ અને હળદર ઉમેરી અને તેની પેસ્ટ તૈયાર કરો અને તેને ત્વચા પર નિયમિતપણે લગાવો તો તમને આ ફોલ્લીની સમસ્યામા રાહત મળી શકે છે.

હળદર એ એક ખુબ જ સારું એન્ટિસેપ્ટિક છે. જો તમે તેમા ગુલાબજળ તથા ચણાના લોટ ઉમેરીને તેની ત્વચા પર લગાવો તો તમારી ત્વચા એકદમ કોમળ રહેશે અને તમને આ અળાઈની સમસ્યામાથી રાહત પણ મળશે. આ સિવાય જો તમે લીમડાના ૨૦-૩૦ પાનને એક ગ્લાસ પાણીમા ઉકાળીને પાણી ઠંડુ થયા પછી અળાઈ પર લગાવો તો તમને આ સમસ્યામા રાહત મળી શકે છે.

આ સિવાય આમલીનુ શરબત પણ ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે રૂ ની મદદથી સફરજન વિનેગરને અળાઈ પર લગાવો તો તમને આ સમસ્યામા રાહત મળી શકે છે. આ સિવાય જો તમે અળાઈ પર નારંગીનો પાવડર લગાવો તો તમને આ સમસ્યાથી તુરંત રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે પીપળાની છાલ બાળીને તેની ભસ્મ શરીર પર લગાવો અને ત્યારબાદ સ્નાન કરો તો તમને આ અળાઈની સમસ્યામા રાહત મળે છે. આ સિવાય જો તમે કોકોનટ ઓઈલમા કપૂર મિક્સ કરીને તેને અળાઈ પર લગાવો તો તમને અવશ્ય રાહત મળી શકે છે.

આ ઉપરાંત જો તમે બે ચમચી મુલતાની માટીને પાણીમા મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરીને અળાઈ પર લગાવો અને ત્યારબાદ તેને સુકાવા દો અને પછી ધોઈ નાખો તો તમારી અળાઈની સમસ્યા તુરંત દૂર થાય છે. આ સિવાય ટી ટ્રી ઓઈલ પણ તમારી અળાઈની સમસ્યાને દૂર કરવા ઉપયોગી સાબિત થાય છે. આ ઓઈલ ત્વચા પરની ફોલ્લીઓને દૂર કરવામાં અત્યંત મદદગાર છે. માટે હવે જ્યારે પણ તમને અળાઈની સમસ્યા થાય ત્યારે આ ઉપરોક્ત ઘરેલુ ઉપાયમાંથી કોઈપણ એક ઉપાય અજમાવો અને તમારી ત્વચાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *