ત્વચા, કફ, દમ, શ્વાસ થી લગતી કોઇપણ પ્રકારના રોગ માટે અમૃત સમાન છે આ ઔષધિ, જાણો તેના ફાયદા અને ઉપયોગ ની રીત…

Spread the love

આપની આસપાસ ખાલી જગ્યા પર અથવા ખેતરમાં ઊગતો નકામો છો કુંવાડિયો આપના માટે ખૂબ લાભદાયી છે. એક સંશોધન અને આયુર્વેદના શાસ્ત્ર પ્રમાણે એવું જણાવવામાં આવ્યું છે એ તે એક જંગલી ખાસ છે. આના બીને કોફી તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ ખેડૂતો એ કર્યો છે. આનાથી ઘણી બીમારીનો ઉપચાર કરી શકાય છે. તેથી તેના બીને શેકીને તેને કોફી તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ખેડા જીલ્લામાં થતી ચિકોરી કોફી છે તેવી રીતે આ પણ છે. આના બીની કોફી બનાવી પીવાથી ત્વચાને લગતી સમસ્યા જેવી કે ખસ, ખંજવાળ અને ખૂજલી દૂર થાય છે અને તેનાથી શરદી, ઉધરસ, કફ, દમ, શ્વાસ પણ દૂર થાય છે. લોહીને શુદ્ધ કરે છે. આને ખેડૂતો કોફીની જેમ પડિકા વારીને ખેડૂતો વેંચે છે.

આ ઘાસ ખરાબ જમીન, ગૌચર જમીન પર વધારે થાય છે. તેની ખેતી કરીને ખેડૂતો તો તેનું મૂલ્ય વધારી શકે છે. આની ખેતી માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર નથી. આનાથી ખેડૂતોની આવક વધી શકે છે, આના પર પ્રોસેસ કરીને તે ત્વચા અને બીજી ઘણી બીમારીને દૂર કરી ધકે છે. આની દવા બનાવવ માટે વૈદ્ય કે નિષ્ણાંત પાસે સલાહ લેવી જોઈએ.

આ ખસને કોઈ પશુ ખાતા નથી તેથી તે પહેલા ગીરના જંગલમાં અને બીજી જગ્યાએ થતો ન હતો અત્યારે તે બધી બાજુએ જોવા મળે છે. આ એક નીંદણ ઔષધિ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ ૫ ફુર જેટલો ઊંચો થાય છે અને તેની સુગણધ કડવી હોય છે. તેના પણ મેથી જેવા અને પીળા કલઆરએનએ ફૂલ થાય છે. તેની શીંગ માથી ૨૦ થી ૩૦ દાણા નીકળે છે. તે મગફળીના પણ જેવા આના પણ હોય છે. આના ફળ, ફૂલ, છાલ, મૂળ અને બી બધુ જ ઔષધિમાં વપરાય છે.

આની ભાજીને ભોજનમાં શાક તરીકે ખાવાથી કફ દૂર થાય છે. શરીરમાં સોજો આવી ગયો હોય ત્યારે તમારે આના પાનનો ઉકાળો બનાવીને પીવો. શ્વાસ, કફ અને કૃમિ માં આના પાનની ભાજીનું શાક ખાવાથી લાભ થાય છે. બાળકોને દાંતમાં દુખાવો થાય ત્યારે આના પાનનો ઉકાળો બનાવી તેમાં મધ અથવા ગોળ ભેળવીને લેવાથી લાભ થાય છે.

તે ત્વચાના અંદર અને બહારના ભાગ માટે લાભદાયી છે. આની કોફી અથવા ભાજીનું શાક બનાવીને ખાઈ શકાય છે. ટેત્વચાને લગતી બધી સમસ્યા માટે શ્રેષ્ઠ છે. તેનાથી ત્વચાને લગતી બીમારી દૂર થાય છે. ચરકસંહિતા પ્રમાણે ત્વચાની બીમારી માટે ગરમાળના મૂળ, કર્ણજ અને આના બીને દહી સાથે ભેળવીને તેનો લેપ બનાવવાથી લાભ મળે છે. તેનાથી ખરજવું, ચળ, શેઢી, કોઢ, શીળસ જેવી તકલીફમાં રાહત મળે છે.

આના ઉપયોગથી શરીરમાં કોષ વધે છે. તેનાથી ખંજવાળ આવતી નથી. તેનાથી સોરાયસીસ જેવી ત્વચાને લગતી જટિલ તકલીફમાં તમને સારું પરિણામ આપે છે. તેનાથી ડાઘ પણ રહેતા નથી. લીલા છોડનો રસ વધારે લાભદાયી છે. આના બીનો પાઉડર એલોવેરા જ્યુસ સાથે ભેળવીને તેને ચકામાં પર લગાવો તેમાં તમે આરોગ્યવર્ધી વટી, જેઠીમધ ધનવટી, હરડે દ્રાક્ષ અને અરડૂસીનો ઉપયોગ કરી શકાય છે.

ગરમીમાં તમારે ૨ થી ૫ ગ્રામ ચૂર્ણ ૩ વાર ઠંડા પાણી સાથે ભેળવીને લેવાથી પિત્તનો તાવ, હાથ કે પગના તળિયાની ગરમી શરીનું તાપમાન ઘટાડે છે તેનાથી આંખની બળતરા પણ દૂર થાય છે. તે લોહીને શુદ્ધ કરે છે. તે સ્વાદે તોખું, કડવું હોય છે. તે ભૂખ લગાડનાર, અરુચિ, પાચન સારું કરે છે તે કુદરતી નાઇટ્રોજન ફેક્ટરી છે. આ બાલ દેનાર, લકવા, આદદિયો, વા, વાયુની બીમારી, કબજિયાત, ગોળો, હરસ, હ્રદયની બીમારીને દૂર કરે છે.

આના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી ચરબી ઓછી થાય છે. યુરિનમાં ક્ષાર હોય ત્યારે તમારે આના ફૂલ ૧૦ ગ્રામ અને સાકર ૧૦ ગ્રામ ભેળવીને બે વાર લેવું. તેનાથી યુરીનની તકલીફ દૂર થશે. આના મૂળ ખરજવા પર ઘસીને લગાવવા. દાદર પર આના પાન નો રસ અને લીમડાના પાનનો રસ ભેળવીને લગાવો. તેનાથી દાદર દૂર થશે. ખસ, ખરજવું, ચળ પર તમારે આના બી ૧૦ ગ્રામ, કપિલા ૧૦ ગ્રામ અને ગંધક ૨૦ ગ્રામ ભેળવીને તેને લીંબુ સાથે મલમ બનાવી લગાડવું.

આના બી ૬ ભાગમાં, બાવા ૪ ભાગના અને ગાજરના બી ૨ ભાગના માટલામાં નકહીને ગૌમુત્રમાં ૮ દિવસ માટે પલાળી રાખવા અને તે પછી તેને ચોપડવા તેનાથી વર્ષો જૂનું ખરજવું દૂર થશે. તેના પાલાને રસ કાઢીને તેમાં છાસ નાખીને ગંધક ૧ તોલો, હિંગ ૫ ટોલા ભેળવીને પીવું જોઈએ.

આના બી માથી ક્રાઇઓસોફેનીક એસિડ કાઢીને તેનો દાદરના મલમ તરીકે આખી દુનિયામાં ઉપયોગ કરવામાં આવે છે. તેના બી ચાવીને ખાવાથી અપચો, રેટનો દુખાવો, પેટની ગાંઠ દૂર થાય છે. દમ હોય ત્યારે આના બી ખાવા. વરસાદ થાય તે પછી પંદર દિવસમાં આ ઊગી નીકળે છે. આ લઘુ, પિત્તક, ખાટી તેમ જ ઊંષ્ણ છે. તે દમ, વાયુ દરાજ, કોઢ, કાંડું અને ઉધરસ જેવી તકલીફ દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *