જૂનામાં જૂની શીડસ અથવા ત્વચા થી લગતી કોઇપણ પ્રકારની બીમારીથી કાયમી રાહત મેળવવા અજમાવી જુઓ આ આયુર્વેદિક ઉપાય, જાણો તમે પણ…
બધા લોકો કોઇને કોઇ પ્રકારની એલર્જી સામનો કરે છે. આ એક જાતની બીમારી જ હોય છે. તેમાથી મોટા ભાગના લોકોને ચામડીની એલર્જી હોય છે. તેને શીળસ કહેવામા આવે છે અને તે મહિલાઓ અને બાળકોને વધારે થાય છે. તે લોકોને જેનાથી એલર્જી હોય છે તેના સંપર્કમા આવે ત્યારે ખંજવાળ ચાલુ થઇ જાય છે. લાલ રંગના નાના મોટા ફોડલા થાય છે. આ શરીરમા અલગ અલગ જગ્યાએ થાય છે. તે તેની રીતે પાછા બેસી જાય છે.
આ નિકળ્યા બાદ બે દિવસ પછી બેસી જાય છે. તે સમયે ડોક્ટરો એન્ટી હિસ્ટામિન દવાઓ લેવાની સલાહ આપે છે. વધારે લોરટીડીન અને સેટ્રીઝન ઉપયોગમા લેવામા આવે છે. આમ તે લોકોએ કડવા લીમડાથી નહાવું જોઇએ. કરંજના તેલની મસાજ કરવી જોઇએ. તે લોકો રક્ત શુદ્ધિકરણ માટે વપરાતી દવાઓ પણ લઇ શકે છે. તે લોકોએ ભાત, ખીચડી, મગ, દુધી, કારેલા, મેથી અને તાંજળીયા જેવી ભાજીઓ વધારે ખાવી જોઇએ. તીખાની ભુક્કીને ઘીમા ભેળવીને દિવસમા બે વાર લેવી જોઇએ.
આદુનો રસ અને ગોળ ભેળવીને ખાવાથી શીતપિત્તમા રાહત રહે છે. પ્રવાલભસ્મ અને ગળો સત્વચાર ભેળવીને દિવસમા ત્રણ વાર એટલે કે સવાર, બપોર અને સાંજે લેવાથી આરામ મળે છે. ત્વચા પર લાલ રંગના ચકેડા થાય છે અને તેમા ખંજવાળ આવતી હોય તો તેને શીળસ કહેવાય છે. આ સમસ્યા માથી રાહત મેળવવા માટે આયુર્વેદમા ઘણા ઉપાયો છે. પાચનમા વધારે સમય લેતો હોય તેવો ખોરાક ન લેવો જોઇએ.
આ માત્ર એલર્જીથી નથી થતુ આ અમુક ઔષધિયોથી પણ થાય છે. આ ભિલામો નામની ઔષધિ પણ થાય છે. આ ઘણી દવાની આડઅસરથી પણ થાય છે. અમુક લોકોને આખા શરીરમા લાલ ફોડલા થાય છે. આંખની આજુબાજુ સોજો આવી જાય છે. ત્યા બળતરા અને ખંજવાળ આવે છે. આમ થવાનુ કારન એલર્જી કહી શકાય છે. તે થોડા સમય બાદ મટી જાય છે.
આ દવા, ખોરાક, ઘરેણા, છોડ-ઝાડ, કેમિકલ, માટી અને ધુમાડાથી થતી હોય છે. જે વસ્તુ શરીરને યોગ્ય ન આવતી હોય તેનાથી આમ થાય છે. આના માટે કડુ અને હળદરને ભેળવીને સવારે અને સાંજે બે વાર પાણી ભેગુ લેવુ જોઇએ. ખાપરીયુ, લઘુવસંત માલતી અને તીખાને ભેળવીને લેવુ જોઇએ. જેમા ઝિંક ઓક્સાઇડ અને પિત્તશામક તત્વો હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ભારતીય આયુર્વેદમા આને શીતપિત્ત કહેવામા આવે છે.
આ વરસાદની સિઝનમા વધારે થાય છે. આ થાય ત્યારે ત્વચા પર મધમાખી કરડી હોય અને જેવુ નિશાન થાય છે તેવા નિશાન થતા હોય છે. આ શરીરમા ખુલ્લા રહેતા ભાગ પર વધારે થાય છે. ધીરે ધીરે આ આખા શરીરમા થાય છે. આમા તાવ, ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યા પણ થાય છે.
આની સમસ્યા વાળા લોકોએ વધારે પડતુ કડવા લીમડાના પાણીથી નાહવુ જોઇએ. આ એક વિચિત્ર સમસ્યા છે. આ આપણા શરીરમા અચાનક થાય છે. આમા બહુ વધારે ખંજવાળ આવે છે. આ સમસ્યામા ઠંડા પાણીથી ન નહાવું જોઇએ. તેમા ઠંડી હવા ન લાગવી જોઇએ. તડકામા ન જાવુ જોઇએ. ખાટા અને આથાવાળા ખોરાક ન લેવા જોઇએ. આના વિરોધના ખોરાક ન લેવા જોઇએ. માસાહારી ખોરાક અને મીઠાઇઓ પણ ન ખાવો જોઇએ.
હવામા ઉડતા જીણા રજકણથી પણ આ એલર્જી થાય છે. આ કેમિકલ, અમુક પ્રકારના કપડા અને જ્વેલરીથી થાય છે. આ કેન્સર, તણાવ, ચિંતા, આઘાટ, દબાણ, થાઇરોડ અને લીમ્ફોમાના કારણે પણ આ વધે છે. અરણીના પાનને વાટીનીક ચમચી તેનો રસ ઘીમા નાખીને પીવુ જોઇએ. કોકમને પલાળીને તેને ગાળી લેવુ જોઇએ. ત્યારબાદ તેમા જીરુ અને ખાંડ ભેળવવી જોઇએ. ચારોળને પીસીને દુધ સાથે ભેળવીને શરીરમા લગાવુ જોઇએ.
છાણની રાખને શરીરમા લગાવીને સુઇ જવાથી આરામ મળે છે. સરસિયા તેલમા સિન્ધાલુ અને જવાખાર ભેળવીને માલિસ કરવી જોઇએ. સાજીખારને પણીમા નાખીને લગાવુ જોઇએ. ત્રીકટુચુર્ણ અને સાકરને ભેળવીને એક દિવસમા ચાર પાંચ વાર ખાવુ જોઇએ. ગોળ અને અજમાને ચમચીમા લઇને સવારે અને સાંજે ચાવીને ખાવા જોઇએ.