શું ટૂંક સમય માં જ કરવા છે સફેદ વાળને કુદરતી રીતે કાળા, તો એકવાર જરૂરથી અજમાવો આ રીત…

Spread the love

આજકાલ બધાને ઉમર ના હોવા છતા પણ વાળ સફેદ થવા લાગ્યા છે. આવુ તમારી સાથે પણ થાય છે અને તમારા વાળ સફેદ થઇ ગયા છે. આમ થવાના કારણે તમારે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે આપણે આને કુદરતી રીતે કાળા કરવાના ઘરેલુ ઉપાય વિશે જાણીશુ. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

દુનિયામા ૯૦ ટકા લોકોને આ સમસ્યા છે. આમ થવાનુ કારણ બધાની ખરાબ જીવન જીવવાની રીત છે. તેની સાથે વધારે મસાલા અને તેલ વાળો આહાર લેવાથી અને ઘણી બીજી ખરાબ આદતના કારણે આ સફેદ થાય છે. નાની ઉમરમા વાળ સફેદ થવાના મુખ્ય કારણ આ જ કહી શકાય. આજના આ લેખમા આપણે આને રોકવા અને કુદરતી કાળા રંગના કરવાના ઉપાય જાણીશુ.

સફેદ વાળને કાળા કરવા માટે એક ચમચી ફટકડીનો ભુક્કો લેવો અને તેમા ગુલાબજળ ભેળવીને તેનો લેપ બનાવી લેવો જોઇએ. ત્યારબાદ આ લેપને તમારા વાળમા પાથીએ પાથી નાખવુ જોઇએ. આમ કરવાથી તમારા વાળ કાળા થાય છે અને તે મજબુત પણ બને છે. આ તકલિફ માટે આ ખુબ જ ગુણકારી ગણવામા આવે છે.

બદામ તેલમા આમળાનો રસ અને લિંબુનો રસ ભેળવી લેવો જોઇએ. ત્યારબાદ આ મિશ્રણને તમારા વાળમા પાથી પાડીને લગાવુ જોઇએ. તમે આનાથી હળવા હાથે માલિસ પણ કરી શકો છો. તમે જ્યારે આ લગાવ્યા બાદ વાળ ધોવો છો તો તમારે પાણીમા લીંબુ ભેળવવુ જોઇએ. આમ કરવાથી વાળ કાળા, મજબુત અને ચમકીલા બની જશે.

સુકા આમળાને રાત્રે પાણીમા પલાળવા જોઇએ. સવારે તેને પીસીને લેપ બનાવવો જોઇએ. ત્યાર પછી આ લેપમા નિલગિરિના તેલમાં ઉમેરવુ જોઇએ અને તેને સારી રીતે હલાવીને ભેળવી લેવુ જોઇએ. આ તૈયાર થયેલ લેપને લોખંડના વાસણમા ભરીને આખી રાત મુકી દેવુ જોઇએ. સવારે તેમા ઇંડુ, દહિં અને લીંબુ નાખીને ભેળવવુ જોઇએ. હવે તમારે આને વાળમા લગાવુ જોઇએ. આમ થોડા સમય કરવાથી આનુ સારુ પરીણામ તમને જોવા મળશે.

આજના સમયમા બાળકોને પણ વાળ સફેદ થઇ ગયા છે. તેથી ઓછી ઉમરમા જ બધા લોકો તેને દુર કરવા માટે બહાર મળતો હેઅર કલર કરાવે છે. આમ કરવાથી વાળમા કલર થોડા સમય માટે જ રહે છે. ત્યારબાદ વાળ ફરીથી સફેદ થાય છે. આમ કરવાથી લાંબા સમયે વાળને નુકશાન પણ થાય છે. તેથી આ ઉપાય અવશ્ય કરવો જોઇએ. આ ઉપાયમા તમારે ગાયનુ માખણ લઇને તમારા વાળના મુળમા પોલા હાથે મસાજ કરવી જોઇએ. આમ કરવાથી તે કાળા અને મજબુત બનવા લાગે છે.

જો કોઇને માનસિક તણાવ અને ચિંતા વધારે હોય તો પણ આમ થાય છે. તેથી તે લોકોનુ તણાવ ઘટાડવા માટે ગાયના દેશી ઘી થી શરીરની માલિસ કરવી જોઇએ. આમ કરવાથી માનસિક હળવાશનો તમને અનુભવ થશે. આ સમસ્યા હોય તો આ બધા એક વખત જરૂર કરવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *