ટૂંક સમય મા જ ૪૨ની કમર ને ૨૮ની કરવા આજ થી જ કરો આ સરળ ટિપ્સ નું અનુસરણ, જાણો તમે પણ…

Spread the love

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે હમેશા સુંદર અને સારી દેખાય. તેના માટે તેનું શરીર પાતળું અને આકર્ષક શરીર હોવું જરૂરી છે. અત્યારે વ્યસ્ત જીવન અને બેઠાળા જીવનને કારણે સુંદર અને આકર્ષક શરીર મેળવવું ખૂબ મુશ્કેલ છે, તેના માટે તમારું મન મક્કમ હોવું જોઈએ. તેના માટે પૂરો આત્મવીશ્વાસ અને કઈક કરવાનું જુનુન હોવું જરૂરી છે. આજે આપણે જાણીએ કે ખાલી ત્રણ મહિનામાં કેવી રીતે પાતળું શરીર અને આકર્ષક દેખાય શકીએ.

કેલેરી ઓછી કરવી :

તમારે સૌથી પહેલા કેલેરીને ઓછી કરવી જોઈએ. આપણા શરીરને કામ કરવા માટે કેલેરીની જરૂર પડે છે. આની સાથે તમારે વજનને નિયંત્રણમાં રાખવા માટે પ્રમાણસર કેલેરીની જરૂર પડે છે. તમારે વજન ઘટાડવા માટે અથવા ચરબી ઓછી કરવા માટે જેટલી જોઈએ એટલી કેલેરી લેવી જોઈએ. તેથી તમારે કેલેરીનું પ્રમાણ સાવ ઓછું કરવું જોઈએ. તમારે એક દિવસ દરમિયાન બે હાર કેલેરીની જરૂર પડે તો તમારે ૧૭૦૦ થી ૧૮૦૦ કેલેરી જ લેવી જોઈએ.

વર્ક આઉટ કરવું :

તમારે શરીરને પાતળું અને આકર્ષક દેખાડવા માટે તમારે એક દિવસમાં કેટલી કેલેરી લો છો તે જાણવુ ખૂબ જરૂરી છે તેની સાથે તમારે કસરત કરવાની પણ ખાસ જરૂર રહે છે. તેના માટે તમે જિમમાં ગયા વગર અને ઘણા પૈસા ખર્ચ કર્યા વગર પણ તમે ઘરે કસરત કરી શકો છો. તેના માટે તમે ફ્લોર એકસરસાઈઝ કરી શકો છો.

ચાલવાનું રાખવું :

તમે જ્યારે વજન ઘટાડવાનું નક્કી કર્યું હોય ત્યારે તમારે ચાલવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ. તેના માટે તમારે રોજે સવારે ૧૦ હજાર પગલાં ચાલવાનું રાખવું જોઈએ. તમે જ્યારે રોજના ૧૦ હજાર જેટલા ડગલાં ચાલો છો તમારી ૪૦૦ થી ૫૦૦ કેલેરી ઓછી થાય છે તેથી વજન ઘટાવામાં ખૂબ મદદ મળે છે.

નોન એકસરસાઈસ એક્ટિવિટી થર્મોજેનિસિસ અપનાવવું જોઈએ :

તમે વજન ઘટાડવા માટે આને પણ અપનાવી શકો છો. તેના માટે તમે પાંદડાની બદલે સીડસનો ઉપયોગ કરી શકો છો. તમારે વધારે દૂર ન જવાનું હોય તો તમારે ચાલીને જવાનું રાખવું. તમારે ઘરના નાના કામ જાતે કરવા જોઈએ. તમારી ઓફિસ દૂર ન હોય ત્યારે તમારે અઠવાડિયામાં એક વાર સાઇકલ પર જવાનું રાખવું જોઈએ. તમારે વધારે સમય માટે એક જગ્યાએ બેસી ન રહેવું જોઈએ અને સ્ટ્રેચિંગ પણ કરવું જોઈએ. આ રીતે તમે નિયમિત ત્રણ મહિના માટે કરશો તો તમારું વજન જરૂર ઓછું થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *