ટૂંક સમય મા હાથ-પગના મચકોડ અને કોઈપણ પ્રકારના દુખાવાથી રાહત મેળવવા જરૂરથી અજમાવવો જોઈએ આ ઉપાય, જાણો તમે પણ…

Spread the love

આપણને કોઈ પણ કામ કરતાં કે રમતી વખતે માંસપેશીઓમાં ખેચ આવે છે. તેને આપણી ભાષામાં મચકોડ કહીએ છીએ. તે અસ્થિબંધનમાં થતી ઇજા છે. તેને વધારે ખેચ અથવા તે ફાટી જવાના કારણે મચકોડ થાય છે. આપણને શરીરના અમુક ભાગમાં તે થાય છે. કોણી અથવા પગની પાની પર મચકોડ થાય છે. તેની હારે ક્યારેક વધારે લાગી જાય તો ફેક્ચર પણ થાય છે.

ફેક્ચરની જગ્યાએ ઘણી વાર સોજો આવી જાય છે અને તેમાં વધારે દુખાવો થાય છે. ક્યારેક અસ્થિબંધન ઢીલા પડી જાય છે. તે મચકોડ કેવી રીતે થયું હોય તેના પર આધાર રાખે છે. કોઈ પણ શરીરનો ભાગ ખેચાય ત્યારે મચકોડ થાય છે. તેના માટે સાંધાને આધાર આપતું અસ્થિબંધનના હાડકામા તિરાડ પડીને તે તૂટી જાય છે અને તે એક્સ રેની મદદ થી શોધી શકાય.

મચકોડ થાય ત્યારે પહેલા તે ઇજાના સ્થળને જોડવું જરૂરી છે. તે દુખાવામાં રાહત કરશે. જ્યાં ઇજા થયા પહેલાના થોડી કલાક અગાઉ કોમ્પ્રેસ ખૂબ અસર કરે છે અને તે પછી ફિકસીંગ પટ્ટી લગાવવી જરૂરી છે. લાગેલી જ્ગ્યાએ તાત્કાલિક સારવાર કરવી જોઈએ. ગરમ કોમ્પ્રેસ અને વોર્મિંગ મલમ સોજા પર લગાવવો જોઈએ

આરામ કરતી વખતે પગને ઊચા નીચો થાય તેવી રીતે રાખવો જોઈએ. અસ્થિબંધન પર સોજો ન આવી જાય તે માટે ઓશીકું રાખવું જોઈએ. તેથી સોજામા ઘટાડો થાય. તેથી દુખવાની જ્ગ્યા એ મધ અને ચૂનો બંનેને મિક્સ કરીને તે જ્ગ્યાએ તેનું માલિશ કરવું જોઈએ, તુલસીના પાનને પીસીને મચકોડ પર લગાવીને ત્યાં કપડાનો પાટો બાંધી દેવો. તેથી દુખાવામાં રાહત મળે છે.

આપણને મુંઢ માર વાગેલો હોય કે ત્યાં સોજો આવી ગયો હોય ત્યારે બરફ લગાવવો જોઈએ. ઘણા બધા દિવસો સુધી ગરમ પાણી કે ગરમ થેલીનો ઉપયોગ કરવો નહિ. બરફનો જ ઉપયોગ કરવો જોઈએ, સાંધાનો દુખાવો, વાની તકલીફ હોય, પગનો ઘસારો થયો હોય ત્યારે ગરમ વસ્તુનો શેક કરવો જોઈએ. ગુલાબજળ ખૂબ ઉપયોગી છે તે મચકોડની સમસ્યા દૂર કરે છે.

ગુલાબજળ ચામડી પર ચમક લાવવાનું કામ કરે છે. તેમાં ઘણા એંટીસેપ્ટિક અને ઇન્ફલેમેટ્રી ગુણો હોય છે તે સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. ગુલાબજળને યોગ્ય જગ્યા પર લગાવવાથી ઘણો બધો આરામ મહેસુસ થાય છે.

આપણને મચકોડ શરીરના કોઈ પણ ભાગમાં થાય છે પરંતુ પગની ઘૂટીમાં થાય એ સામાન્ય મચકોડ હોય છે. તે દોડતી વખતે, ફરતી વખતે, કોઈ જ્ગ્યા એ પડવાથી અથવા ક્યાય થી કૂદકો માર્યો હોય ત્યારે પગની પાની વળી જવાથી મચકોડ થાય તેને વિપરીત ઈજા કહી શકાય છે. હળદરમાં થોડું મીઠું નાખી તેની પેસ્ટ બનાવીને લાગેલા ભાગ પર લગાવીને રાખો. તેને થોડો ટાઇમ રાખીને પાણીથી ધોઈ નાખવું. તેમાં કપરકુમિન નામનું તત્વ જે દુખાવામાં રાહત થાય છે.

કોટનના કપડામાં બરફને લઈને થોડી મિનિટ સુધી મચકોડ થયેલા ભાગ પર રાખવો જોઈએ. ઝડપથી રાહત મેળવવા માટે થોડી વારે થોડી વારે શેક કરવો જોઈએ તેથી સોજો જલ્દીથી ઉતરી જાય અને દુખાવામાં રાહત થાય છે.

આપણને સામાન્ય મચકોડ થઇ હોય તો એક સપ્તાહનો આરામ અને વધારે મચકોડ થયો હોય તો ત્રણ સપ્તાહનો આરામ કરવો જોઈએ. એક થેરાબેંડનો રબ્બરનો પટ્ટો બંધવામાં આવે છે તેનાથી સ્નાયુ અને તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. સ્નાયુની મજબૂતાઈ વધારવા માટે ફિઝિયોથેરાપી કહે તેવી કસરતો કરવી જરૂરી બને છે અને તેનાથી દુખવામાં રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *