તુલસીનો આ ઉપાય ચમકાવી દેશે તમારું નસીબ, દુર થશે દરેક સમસ્યાઓ, જાણો તમે પણ…
હિન્દુ ધર્મ પ્રમાણે તુલસીનું ખૂબ મહત્વ છે. તેની લોકો રોજે પુજા કરતાં હોય છે. પ્રાચીન સમયથી તુલસીનું ઘણું મહત્વ રહેલું છે. તેથી બધાના ઘરોમાં આ છોડ અવશ્ય જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડની પુજા કરવાથી તમારુ ભાગ્ય વધારે સારું અને બળવાન બને છે. આ સિવાય તે ઘરમાં શાંતિ પણ રહે છે. જે ઘરમાં આ છોડ હોય તે ઘરના સભ્યો હમેશા નીરોગી રહે છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘર માથી વાસ્તુદોષ દૂર થાય છે.
ભગવાના વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે. તેથી તેને ખૂબ આદરણીય અને ચમત્કારિક ગણાય છે. ધાર્મિક રીતે જોઈએ તો આનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે. પુજા સિવાય આના સ્વાસ્થ્યને લગતા પણ અનેક ફાયદા થાય છે. ત્યારે ઘણા લોકોને જીવનમાં સફળતા મેળવવા માટે તે તુલસીને લગતા કેટલાક ઉપાયો કરતાં હોય છે. આજે આપણે તેને લગતા કેટલાક ઉપાય વિષે જાણીએ.
આ ઉપાય કરવાથી પૈસાની તંગી દૂર થશે :
શાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે આ છોડ મંગળ સાથે જોડાયેલ છે. તેથી તમારે આના પાન તમારા પર્સમાં કે તમારા પૈસા રાખવાના સ્થાન પર રાખવા જોઈએ. આને તિજોરી કે કબાટમાં રાખવાથી પૈસા આકર્ષિત કરે છે. તમે જે જગ્યાએ પરાનો હિસાબ રાખતા હોવ ત્યાં પણ તમે આને રાખી શકો છો. આ ઉયાપ કરવાથી તમાર જીવનમાં ક્યારેય ધન અને ધાન્યની કમી આવશે નહીં.
શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે ઘઉં પીસવા માટે શનિવારનો દિવસ ખૂબ ઉત્તમ છે. તેથી ઘઉં પીસતી વખતે તેની સાથે ૧૦૦ ગ્રામ કાળા ચણા, ૧૧ તુલસીના પાન અને કેસરના બે દાણા નાખવા જોઈએ. તે પછી ઘઉંને પીસવા જોઈએ. આનાથી તમે આર્થિક રીતે સમૃદ્ધ થશો. તેની સાથે પરિવારમાં સુખ અને શાંતિ પણ જોવા મળશે. આ સિવાય રોજે સાંજે તુલસીની સામે તમારે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ.
ધંધામાં ખોટ આવે ત્યારે આ ઉપાય કરવો :
તમારા ધંધામાં કોઈ અવરોધો આવતા હોય અથવા તે સરખી રીતે ન ચાલતો હોય ત્યારે તમારે તુલસીના થોડા પણ લઈ ત્રણ દિવસ તેને પાણીમાં રાખવા અને તેને તમારા ધંધાની જગ્યાએ રાખવા જોઈએ. આ ઉપાય અજમાવવાથી ધંધામાં લાભ થાય છે. તેનાથી વેપારમાં વધારો થશે. ઘણા પ્રયાસો કરવા છતાં પણ લોકોને સારી નોકરી મળતી નથી અથવા નોકરી મળી ગઈ હોય ત્યારે તેને ખોવાનો ડર લાગતો હોય. આ સિવાય આવકમાં વધારાની જગ્યાએ ઘટાડો જોવા મળે ત્યારે આનો ઉપાય કરવો જોઈએ. તેના માટે ગુરુવારના દિવસે પીળા કપડાં પહેરીને આ છોડને બાંધો અને તેને તમારા ધંધાની જગ્યાએ રાખવો. આ કરવાથી આવકમાં વધારો થાય છે.
પરિવારમાં રહેલી તકરાર દૂર થાય છે :
તમારા પરિવારમાં ઘણી વાર તકરાર જોવા મળે ત્યારે અથવા ઘરના સભ્યો વચ્ચે પ્રેમ ન રહે તો હોય તેના માટે તમારે રસોડામાં તુલસીના કેટલાક પણ રાખવા. તંત્ર શાસ્ત્ર પ્રમાણે આ કરવાથી ઘરમાં શાંતિ અને ખુશી આવે છે. તે પરિવારના સભ્યો વચ્ચે મીઠાસ રહેશે. આ સિવાય ઘરમાં રહેલા બધા લોકો જ્યારે સ્નાન કરે છે ત્યારે તેના પાણીમાં કેટલાક તુલસીના પણ નકહવા જોઈએ. તેનાથી પણ પ્રેમ વધે છે. તેનાથી ઘરમાં ક્યારેય તકરાર થશે નહીં.
પરિવારમાં રહેલા નાના બાળકને વારંવાર ખરાબ દ્રષ્ટિ લાગે ત્યારે તુલસીના પણ અને સાત કાળા મરીને ૨૧ વાર તેના માથા પરથી ફેરવો અને ‘નમો ભગવતે વાસુદેવાય નમ:’ મંત્રનો જપ કરવો. તે પછી તમારે તે વ્યાકરીને આ બંને વસ્તુ ખાવી જોઈએ. તે પછી પગના તળિયાને કપડાથી સાત વાર સાફ કરવું જોઈએ. આ કરવાથી બધા દુ:ખ દૂર થાય છે.