તુલસીના લાભ તો અઢળક છે પણ શુ તમે જાણો છો તેનો આ રીતે ઉપયોગ નોતરે છે મોટુ નુકશાન, જાણો કેવી રીતે કરવો ઉપયોગ…

Spread the love

મિત્રો, વર્તમાન સમયમા તુલસીના ઉપયોગ પર વિશેષ ભાર મુકવામા આવ્યો છે. હાલ, આ કોરોના વાયરસના સમયગાળામા બીમારીઓના સચોટ નિદાન માટે તુલસીનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણા મોટા દાકતરો પણ હાલ આ કોરોનાની સમસ્યા સામે લડવા માટે અને ઈમ્યુનીટી મજબુત કરવા માટે તુલસી ખાવાની ભલામણ કરી રહ્યા છે. તુલસી એ આધ્યાત્મિક રીતે પણ વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ, શુ તમને ખ્યાલ છે કે તેનુ સેવન ઘણીવાર હાનીકારક પણ સાબિત થઇ શકે છે, આજે આપણે આ લેખમા તેના લાભ અને ગેરલાભ વિશે માહિતી મેળવીશુ.

લાભ :

બળની પ્રાપ્તિ થાય છે :

જો તમે તુલસીની માળા ગળામા ધારણ કરો તો તમને તાકાત મળે છે અને અનેકવિધ બીમારીઓ માથી છુટકારો મળે છે. તુલસીની માળા ધારણ કરી ભાગવત નામ નો જપ કરો તથા કોઈ મોત ને ભેટયુ હોય તેવા  સમયે મૃત વ્યક્તિના મોઢા મા તુલસીના પાન નુ પાણી નાખો તો તમારા બધા પાપોથી તમને મુક્તિ મળે છે અને વિષ્ણુલોકમા તમારો વાસ થાય છે તથા તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

બ્લડપ્રેશર નિયંત્રિત રાખે :

નિષ્ણાતો જણાવે છે કે, તુલસી એ એક અદ્ભુત ઔષધી છે, જે તમારી બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરે છે અને તમારા પાચનતંત્રને મજબુત બનાવે છે. આ ઉપરાંત તે માનસિક રોગોના નિદાન માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય તે મલેરિયા અને તાવ જેવી સમસ્યાઓના નિદાન માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ગેરલાભ :

તુલસીના પાન દૂધમા ના ઉમેરવા :

શાસ્ત્રોમા જણાવ્યા મુજબ ક્યારેય પણ તુલસીના પાન સૂર્યોદય બાદ તોડવા જોઈએ નહિ. આ ઉપરાંત ક્યારેય પણ તુલસીના પાન દૂધમા ઉમેરવા જોઈએ નહી કારણકે, આમ કરવાથી આપણા સ્વાસ્થ્યને હાની પહોંચી શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ દૂધ સાથે તુલસી એસિડિક થઈને હાનિકારક બની જાય છે જેથી, તેનુ સેવન આપણા સ્વાસ્થને જોખમમાં મૂકી શકે છે માટે ક્યારેય ભૂલથી પણ આ બંને વસ્તુઓને એકત્રિત કરીને તેનુ સેવન નાં કરવુ જોઈએ.

તુલસીના પાન દાતની વચ્ચે ના રાખવા :

મિત્રો, એ વાત તદન સાચી છે કે જો તમે વહેલી સવારે ઉઠીને ભૂખ્યા પેટે પાંચ થી સાત તુલસીના પાન નુ સેવન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે પરંતુ, તે વાતની અવશ્ય કાળજી રાખવી કે, આ તુલસીના પાનને ક્યારેય પણ કર્ણ દાંતોની વચ્ચે ના રાખવા. આમ, કરવાથી તમારા દાંત બગડી જાય છે તથા દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. આ ઉપરાંત પેટ પર પણ ખરાબ અસર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *