ટ્રમ્પ ના થેન્ક-યુ પર પી.એમ. મોદીએ આપ્યો આવો જવાબ કહ્યું “ખરાબ સમય મિત્રો ને નજીક લાવે છે”

Spread the love

મિત્રો, આપણી ભારત સરકાર દ્વારા અમેરિકા, સ્પેન, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશો ને હાઇડ્રોકસીકલોરોકવીન દવા સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે. ભારત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય ને તમામ દેશો એ વખાણ્યો છે અને આપણા માનનીય પ્રધામંત્રી નરેન્દ્ર મોદી ના પણ વખાણ કર્યા છે. અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે નરેન્દ્ર મોદી દ્વારા કરવામા આવેલ આ મદદ ના કારણે તેમણે ટવીટર પર તેમનો આભાર માનતા લખ્યુ કે , આવી વિષમ પરિસ્થિતિમા મિત્રો ની વચ્ચે યોગ્ય સમયે યોગ્ય સહકાર ની આવશ્યકતા હોય છે , આ ઉપરાંત તેમણે ભારત દેશ તથા તેમની માનવતા અને મજબૂત નેતૃત્વ ને ધન્યવાદ પાઠવ્યા.

ડોનાલ્ડ ટ્રંપે કરેલા ટવીટ નો નરેન્દ્ર મોદીએ વિશિષ્ટ રીતે પ્રત્યુતર આપ્યો. તેમણે કહ્યુ કે , અમેરિકા અને ભારત વચ્ચે ની મિત્રતા હાલ ખૂબ જ ગાઢ બની ચૂકી છે. વિશેષ મા નરેન્દ્ર મોદી જણાવે છે કે , હુ ડોનાલ્ડ ટ્રંપ ની વાત સાથે ૧૦૦ ટકા સહમત છુ, આવી કઠિન પરિસ્થિતિઓ મિત્રો ને વધારે નજીક લાવે છે. ભારત-અમેરિકા ની મિત્રતા ની સાંકળ હાલ પહેલા કરતા પણ વધુ મજબૂત બની ચૂકી છે. કોવિડ-૧૯ ના યુધ્ધ મા અમારો સંભવ પ્રયાસ રહેશે કે અમે બધા ની સહાયતા કરી શકીએ.

આ ટવીટ ઉપરાંત ટ્રંપે નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનીક વાર્તાલાપ પણ કર્યો અને તેમા પણ તેમણે નરેન્દ્ર મોદી ના ખૂબ જ વખાણ કર્યા. તે જણાવે છે કે તેમણે નરેન્દ્ર મોદી પાસે આ હાઇડ્રોકસીકલોરોકવીન દવા ની માંગણી કરી હતી અને તેમણે આ વાર્તાલાપ ખતમ થયા બાદ તુરંત આ દવા ના ઉત્પાદન મા વધારો કર્યો અને અંદાજે ૨.૯ કરોડ જેટલા દવાના ડોઝ અમેરિકા સપ્લાય કરવામા આવ્યા.

હાલ , ટ્રમ્પ મોદીજી ના વખાણ કરતા થાકતા નથી. આ હાઇડ્રોકસીકલોરોકવીન દવા નો ઉપયોગ મેલેરિયા ના નિદાન માટે કરવામા આવે છે. ભારત મા આ બીમારી ખૂબ જ વધુ પડતી જોવા મળતી હોવાના કારણે ભારત મા આ દવા નુ ઉત્પાદન બહોળા પ્રમાણમા કરવામા આવે છે. હાલ, આ દવા નુ ૯૦ ટકા જેટલુ ઉત્પાદન ભારત મા થાય છે.

હાલ આ દવા નો ઉપયોગ દાક્તર કોરોના ની સમસ્યા ના નિદાન માટે કરી રહ્યા છે જેના કારણે હાલ વિશ્વ મા આ દવા ની માંગ ખૂબ જ વધી છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા , સ્પેન , બ્રાઝિલ અને અન્ય અનેક દેશો એ આ દવા માટે આપણા દેશ ને ઓર્ડર આપ્યો છે અને આ બધા જ દેશો ની માંગ ને પહોંચી વળવા માટે ઉત્પાદન મા બહોળા પ્રમાણ મા વધારો કરવામા આવ્યો છે, જેથી સૌ કોઈની મદદ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *