ટૂંક સમય મા જ આ અસરકારક ઉપચારથી દુર કરો કમરનો અસહ્ય દુખાવો, જાણો તમે પણ…

Spread the love

કમરનો દુ:ખાવો એ સામાન્ય શારીરિક સમસ્યા છે. અત્યારે આ સમસ્યા બધા લોકોમાં જોવા મળે છે. કરોડરજ્જુના હાડકાના ચોવીસ ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જયારે પીઠનો દુખાવો થાય ત્યારે કમરના વચ્ચેના ભાગમાં અને નીચે દુખાવો થાય છે. તેનો દુખાવો બોવ કઠીન હોય છે. જયારે કમરનો દુખાવો થાય ત્યારે આપણને હલવા ચાલવા માં પણ સમસ્યા થાય છે. તેને લીધે તે સુવા માટે મજબુર થવું પડે છે. કમરના દુખાવાની સમસ્યા આપણી ગાદીમાં સોજો આવવાને કારણે પણ થાય છે.

કમરના દુ:ખવાનું મુખ્ય કારણ સ્નાયુઓનું તાણ, સાંધા પર થતું દબાણ, ચાલવું, બેસવું, અને કામ કરવાની ખામીયુક્ત મુદ્રાઓ અને આહારની ઉણપ અને કસરતના અભાવને લીધે તે, ખૂબ જ તીવ્ર રોગો જેમ કે કિડની અથવા પ્રોસ્ટેટની સમસ્યાઓ, મહિલાઓના ગર્ભાશયને લગતી સમસ્યાઓ, ઈન્ફલ્યુએન્ઝા અને સંધિવા પણ કમરનો દુખાવો કરી શકે છે.

આ સમસ્યામાં રાહત મેળવવા માટે લસણ ખુબ ઉપયોગી બને છે. સવારમાં લસણના તેલની માલીસ કરવાથી તેમાં ફાયદો થાય છે. આ તેલ બનાવવા માટે એક વાસણમાં દસ લસણની કળીને સાઠ ગ્રામ તેલમાં શેકવામાં આવે છે. આ તેલને કમરમાં ઘસવાથી ફાયદો થાય છે. આ તેલને ત્રણ થી ચાર કલાક ધસીને. ગરમ પાણીએ સ્નાન કરવાથી કમર દર્દમાં રાહત મળે છે.

આ ઉપાય પંદર દિવસ સુધી કરવાથી કમરમાં ઘણો ફેર પડે છે. જમવામાં લસણ ભરપુર પ્રમાણમાં ખાવાથી કમરમાં લાભ થાય છે. લસણ કમરના દુખાવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. તુલસીનો ઉપાય કરવાથી પણ કમરના દુખાવામાં રાહત મળે છે. આઠ થી દસ તુલસીના પાન લઈ તેને પાણીમાં ઉકાળવા તે પાણી અર્ધું થાય પછી તેને ઠંડું કરવા મુકવું ઠંડું થાય ત્યારે ચપટી મીઠું નાખી આ પાણી પીવાથી કમરમાં ફાયદો થાય છે. આ ઉપાય નિયમિત કરવાથી કમરની સમસ્યા માંથી છુટકારો મળે છે. આ ઉપાય સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

વીસ ગ્રામ અજમા લો, તેને એક પોટલીમાં બંધ કરી દો અને તેને ગેસ પર ગરમ કરીને દુઃખાવો થતો હોય તે જગ્યાએ તેનો શેક કરવાથી કમરના દુઃખાવામાં આરામ મળે છે. કમર દર્દ ઉંમર ના કારણે થતો રોગ છે. ઉંમર વધવાની સાથે જ આપણા હાડકાં કમજોર થવા લાગે છે. યોગ્ય કસરત કરવાથી પણ કમરના દુઃખાવામાં ફાયદો થાય છે.

ગોળ અને જીરુંનું પાણી કમરના દુખાવામાં રાહત આપી છે. સૌ પ્રથમ તમે એક વાસણમાં બે કપ પાણી નાંખો અને તેમાં એક ચમચી ગોળ અને એક ચમચી જીરું નાખીને સારી રીતે તેને ઉકાળો અને પછી આ પાણી પી લો. કમરના દુખાવામાં લીંબૂનું સેવન પણ ખૂબ ઉપયોગી બને છે. એક લીંબૂનો રસ નિકાળીને એમાં મીઠું મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. નિયમિત રીતે દિવસમાં બે વખત એનું સેવન કરવાથી કમરના દુખાવાથી છુટકારો મળે છે. એરંડીના પાન પર તેલ લગાવીને ગરમ કરો. પછી એને પીઠ પર બાંઘી લો, એનાથી કમર દુખાવામાં રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *