ટૂંક સમય મા જ ગ્લોઇંગ તેમજ ડાઘ વગરની ત્વચા માટે અજમાવી જુઓ આ સૌથી અસરકારક ઉપાય, જાણો અને બીજાને પણ જણાવો…
મિત્રો, ગ્લોઇંગ અને આકર્ષક ત્વચા એ સુંદરતાની સાથે-સાથે એક સારા એવા સ્વાસ્થ્યની પણ નિશાની છે. ત્વચાની બાહ્ય જાળવણીની સાથે આંતરિક જાળવણી પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. શું તમે જાણો છો કે, તમારી ત્વચાની ચમક એ તમે કેટલો પૌષ્ટિક આહાર ખાવ છો તેના પર આધાર રાખે છે માટે જો તમે પણ તમારી ત્વચાને સુંદર અને આકર્ષક બનાવવા ઈચ્છતા હોવ તો તમારે તમારા આહાર અંગે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. તો ચાલો આજે આ અંગે વિસ્તૃત ચર્ચા કરીએ.
જો તમે તમારા રોજીંદા ભોજનમા ગાજરનો સમાવેશ કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે નિયમિત એક ગ્લાસ ગાજરના જ્યુસનુ સેવન કરો તો તમે ડાર્ક સર્કલ્સની સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો. તેમાં પુષ્કળ માત્રામા બીટા કેરોટીન, વિટામિન-એ અને એન્ટીઓક્સિડેન્ટ જેવા ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. તે તમારી ત્વચાના મૃત કોષોને સ્થિર થવા દેતા નથી અને તમારા ચહેરાને હમેંશા ચમકદાર રાખે છે.
આ સિવાય કેરી પણ તમારી ત્વચાને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓકિસડન્ટ અને વિટામિન-એ સમાવિષ્ટ હોય છે, જે તમારી ત્વચા પર અકાળે વૃદ્ધત્વ અથવા કરચલીઓ આવતી અટકાવે છે અને તમારી ત્વચાની ગ્લોને જાળવી રાખે છે. આ સિવાય તે તમારી ત્વચાના નવા કોષોને વધારવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે.
આ સિવાય જો તમે મોસંબી, નારંગી અને દ્રાક્ષ વગેરે જેવા ખાટા ફળોનુ નિયમિત સેવન કરો તો તમારી ત્વચા સ્વસ્થ રહે છે. આ સિવાય તે તમારી ત્વચાને નરમ અને ગ્લોઇંગ રાખે છે. આ સિવાય નિયમિત વહેલી સવારે એક કપ ગ્રીન ટીનુ સેવન કરો તો તમારી ત્વચા સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તમારા ચહેરા પર પ્રાકૃતિક ચમક આવે છે.
આ સિવાય એક કપ ગરમ પાણીમા એક લીંબુ, એક ચમચી મધ અને બે ચમચી એલોવેરાનો રસ મિક્સ કરીને તેનુ સેવન કરો તો પણ તમને ત્વચા સાથે સંકળાયેલ તમામ સમસ્યામાંથી રાહત મળે છે. આ સિવાય લીલી સબ્જીનુ સેવન પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટીઓકિસડન્ટ અને વિટામિન્સ સમાવિષ્ટ હોય છે, જે તમારી ત્વચાને આકર્ષક બનાવે છે.
આ ઉપરાંત એવોકાડો પણ તમારી ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવામા લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારી કરચલીઓ અને ખીલની સમસ્યાને તુરંત દૂર કરે છે. આ ઉપરાંત તેમા સમાવિષ્ટ ફ્લેવેનોઈડ તત્વ તમારી ત્વચાની ગ્લો જાળવવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે.
આ સિવાય નારંગી અને કીવી પણ ત્વચાને સુંદર અને આકર્ષક બનાવવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તેમા પુષ્કળ માત્રામા વિટામિન-સી સમાવિષ્ટ હોય છે, જે તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાન સામે સુરક્ષિત રાખે છે અને નવા કોષોને બનાવવામા સહાયરૂપ સાબિત થાય છે. માટે જ્યારે પણ તમને ત્વચા સાથે સંકળાયેલ કોઈ સમસ્યા થાય ત્યારે આ ઉપરોક્ત ઉપાયોમાંથી કોઈપણ એક ઉપાય અજમાવો અને તમારી ત્વચાને સુંદર અને આકર્ષક બનાવો.