ટૂંક સમય મા જ વાળ બનશે ઘટાદાર અને લાંબા, આજે જ અજમાવો આ સરળ તેમજ દેશી નુસ્ખો…

Spread the love

મિત્રો, પ્રવર્તમાન સમયમા મોટાભાગના લોકો વાળ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓથી પીડાતા હોય છે. કોઈને વાળ તૂટવાની સમસ્યા હોય છે તો કોઈને વાળ ખરવાની જે વાળમા ખોળો પડી જવાની સમસ્યા હોય છે. આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે લોકો અનેકવિધ ઉપાય અજમાવતા હોય છે પરંતુ, તેનાથી કોઈ વિશેષ ફરક પડતો નથી. આજે આ લેખમા અમે તમને એક એવા વિશેષ ઉપાય વિશે જણાવીશુ કે, જે તમારી આ તમામ સમસ્યાઓનુ નિકારણ લાવી શકે છે.

તમને ખ્યાલ હોય કે ના હોય પરંતુ, અમે તમને જણાવી દઈએ કે, ઘરેલુ ટીપ્સ એ વાળની ​​લંબાઈ વધારવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આજે આ લેખમા અમે તમારા માટે એક એવો અસરકારક ઉપાય લઈને આવ્યા છીએ કે, જે તમારા વાળને સુંદર, જાડા, લાંબા અને મજબૂત બનાવશે. આ ઉપાય સંપૂર્ણપણે કુદરતી છે, જેથી તેની કોઈ આડઅસર નથી. આ ઉપાય અજમાવ્યાના થોડા દિવસોમા જ તમને ફરક જોવા મળશે, તો ચાલો તેના વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

વાળના વિકાસ માટે ત્રણ આયુર્વેદિક ચીજવસ્તુઓ અત્યંત આવશ્યક છે. આ બધી જ વસ્તુઓ તમને ઘરમાંથી એકદમ સરળતાથી મળી જાય છે. આ ત્રણ વસ્તુઓ છે, ડુંગળી, કોકોનટ ઓઈલ અને એલોવેરા. આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તમારા વાળની વૃદ્ધિનુ તેલ તૈયાર કરી શકો છો. તે તમારા વાળને સંપૂર્ણ પોષણ આપશે અને તમારા વાળ વધારવામા પણ મદદ કરશે.

આ ઓઈલ તૈયાર કરવા માટે સૌથી પહેલા તો ડુંગળીની છાલને કાઢી નાખો અને ત્યારબાદ તેને છીણી લો. સૌથી પહેલા તેને એક જ તરફથી છીણવુ. આ સિવાય જો તમે ઈચ્છો છો તો તેને મીક્ષ્યરમા પીસીને અને છીણીને પણ તેનો રસ બહાર કાઢી શકો છો. આ સિવાય જો શક્ય હોય તો જ્યુસરમા રસ કાઢવો. આ પદ્ધતિ એકદમ સરળ છે.

ત્યારબાદ હવે તમે એલોવેરાના પાન લઇ લો અને તેના નાના-નાના ટુકડા કરીને તેમાંથી જેલ કાઢી લો અને તેને એક પાત્રમા વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી લો. આ ઓઈલ બનાવતા સમયે વસ્તુઓનુ પ્રમાણ એટલુ જ રાખવુ કે, જેથી તે બે અઠવાડિયામા પૂર્ણ થઇ જાય. દર બે અઠવાડિયે નવુ ઓઈલ તૈયાર કરવુ.

ત્યારબાદ હવે એક પાત્રમા કોકોનટ ઓઈલ લઈને તેને ગરમ થવા માટે મૂકી દો. આ કોકોનટ ઓઈલનુ પ્રમાણ એટલુ રાખવુ કે, જેથી એલોવેરા તેમા ડૂબી જાય અને તે સારી રીતે ચડી જાય. ત્યારબાદ પાંચ મિનીટ માટે આ ઓઈલને ઉકળવા દો. આ ઓઈલ યોગ્ય રીતે ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરો અને તેલને ઠંડુ થવા દો.

ત્યારબાદ આ તૈયાર કરેલ ઓઈલને એક બોટલમા ભરી દો અને તેમા હવે તૈયાર કરેલ ડુંગળીનો રસ મિક્સ કરીને ઉમેરો. આ બંનેને સારી રીતે હલાવીને મિક્સ કરીને બોટલમા ભરી લો. હવે તમે આ ઓઈલને અઠવાડિયામા બે વાર તમારા વાળ પર લગાવી શકો છો. વાળ પર શેમ્પૂ લગાવો તેની કમ સે કમ ૩૦-૪૦ મિનિટ પહેલા આ ઓઈલથી તમારા વાળના મૂળથી નીચે સુધી સારી રીતે માલિશ કરો.

આ ઉપાય અજમાવ્યા બાદ વાળને પ્રાકૃતિક રીતે સુકાવા દો. હેર ડ્રાયરનો ઉપયોગ કરશો નહિ કારણકે, તેનાથી વાળને ખુબ જ નુકસાન થાય છે. આ સિવાય ગરમીની ઋતુમા તમે આ પદ્ધતિનો ઉપયોગ અઠવાડિયામા ત્રણવાર કરી શકો છો. એકવાર આ ઉપાય અજમાવો અને જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *