ટૂંક સમય મા જ ઘટી જશે ચરબી અને ડાયાબીટીઝ,ખાલી કરવું પડશે આ કામ, જાણો તમે પણ…
મિત્રો, શું તમે વહેલી સવારમા વોકિંગ કરવા માટે જાવ છો કે નહી? જો તમે નથી જાતા તો તમે આજથી જ શરુ કરી દો કારણકે, આજે આ લેખમા અમે તમને આ મોર્નિંગ વોક સાથે સંકળાયેલ અમુક એવી બાબતો વિશે જણાવીશુ કે, જે જાણ્યા પછી તમે પણ નિયમિત સવારમા વોકિંગ શરુ કરી દેશો. તો ચાલો જાણીએ.
તમને ખ્યાલ નહિ હોય પરંતુ, નિયમિત અડધા કલાક માટેની મોર્નિંગ વોક પણ તમારા શરીરને તાજગી ભરી દેશે. પ્રવર્તમાન સમયમા આ પ્રદૂષણયુક્ત વાતાવરણમા શ્વાસ લેવાનુ પણ ખુબ જ મુશ્કેલ બની ગયુ છે અને જો આવી સ્થિતિમા કોઈપણ શારીરિક પ્રવૃત્તિને અવગણો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
નિયમિત ૧૫-૨૦ મિનીટ માટેની વોકિંગ એ તમારા માટે જીમ કરતા પણ વધુ ફાયદાકારક સાબિત થશે. નિયમિત આ ૧૫-૨૦ મીનીટની વોકિંગની આદત તમને સંધિવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. અઠવાડિયામા કમ સે કમ ૧૫૦ મિનિટ માટે હળવી એવી શારીરિક પ્રવૃત્તિઓમા અવશ્યપણે ભાગ લેવો જોઈએ. આ શારીરિક પ્રવૃતિઓમા વૉકિંગ, સ્વિમિંગ તથા સાયકલીંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
જો તમે નિયમિત વહેલી સવારે ખુલ્લી હવામા વોકિંગ કરવાની આદત કેળવો છો તો તમને હૃદય સાથે સંકળાયેલી સમસ્યા થતી નથી. આ સિવાય જો તમારા શરીરમા ચરબીનુ પ્રમાણ વધી ગયુ હોય તો આ વોકીન્ગની આદત તેને ઓગાળવા માટે પણ મદદરૂપ સાબિત થઇ શકે છે.
આ સિવાય નિયમિત વહેલી સવારનુ વોકિંગ એ કેન્સરની બીમારી સામે લડવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે. એક અભ્યાસ મુજબ નિયમિત વહેલી સવારે કમ સે કમ ૪૫ મિનીટ માટેનુ વોકિંગ એ કેન્સરની સમસ્યાના નિદાન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
નિયમિત વોકિંગની આદત એ સ્ત્રીઓ માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જે સ્ત્રીઓ નિયમિત વહેલી સવારે વોકિંગ કરવાની આદત ધરાવે છે તેમને સ્તન કેન્સર થવાની સંભાવના સાવ નહીવત બની જાય છે. આ ઉપરાંત નિયમિત વહેલી સવારે વોકિંગ કરવાની આદત મગજ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓના નિવારણ માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. નિયમિત બહેલી સવારે વોકિંગ કરવાથી તમારી યાદશક્તિ તેજ બને છે.
આ સિવાય નિયમિત વહેલી સવારે વોકિંગ કરવાથી તમારા ફેક્સ પણ મજબુત બને છે. આ ઉપરાંત નિયમિત વહેલી સવારે વોકિંગ કરવાથી શરીરમા પ્રાકૃતિક રીતે જ એન્ડોર્ફિન કેમિકલ પેદા થાય છે, જે માનસિક તણાવને તમારાથી દૂર રાખે છે અને તમારુ મગજ એકદમ શાંત રાખે છે.
આ ઉપરાંત નિયમિત વોકિંગ કરવાથી તમને ગેસ, અપચો, કબજીયાત જેવી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ થતી નથી અને તમારું પાચન પણ મજબુત બને છે. આ સિવાય તમારી ડાયાબીટીસની સમસ્યાને દૂર કરવા માટે પણ આ વોકિંગની આદત ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન જો સ્ત્રીઓ વોકિંગની આદત કેળવે તો તે તેમના માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે, તેના કારણે તેમનુ શિશુ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.