ટિક ટોક પર આ સાત અભિનેત્રીઓ ની ડુપ્લિકેટ ખૂબ જ છે લોકપ્રિય, તસવીરો જોઈને તમે પણ છેતરાઈ જશો

Spread the love

મિત્રો, બોલીવુડ જગત મા વર્ષો થી સિતારાઓ ના ડુપ્લીકેટ જોવા મળી રહ્યા છે. પરંતુ, હાલ ટીકટોક પર અમુક બોલીવુડ સિતારાઓ ના ડુપ્લીકેટ તેમની કોપી કરતા નજરે પડ્યા છે. તો આજે આપણે આ લેખમા એવી અભિનેત્રીઓ ના ડુપ્લીકેટ વિશે વાત કરીશુ કે જે ટીકટોક મા સૌથી વધુ પ્રખ્યાત છે.

એશ્વર્યા રાય :

આ યાદી મા સૌથી પહેલુ નામ છે એશ્વર્યા રાય. બોલીવુડ ની સૌથી સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય ની ડુપ્લીકેટ ટીકટોક પર ખૂબ જ પ્રખ્યાત છે અને તેના મોટા ભાગ ના ટીકટોક ના વીડિયો એશ્વર્યા રાય ની કોઈ મૂવી ના હોય છે જેમા તે એશ્વર્યા ની જેમ એક્ટિંગ કરતી નજરે જોવા મળે છે.

કેટરિના કૈફ :

બોલીવુડ જગત મા સૌથી ટોચ પર રહેલી કેટરિના કૈફ ની ડુપ્લીકેટ સોશીયલ મીડીયા પર ઘણી પોપ્યુલર છે. આ યુવતી નુ નામ એલીના રાય છે જે મુંબઈ ની એક ફેશન બ્લોગર છે. તે પણ ટીકટોક મા ખૂબ જ ફેમસ છે.

આલિયા ભટ્ટ :

અભિનેત્રી આલિયા ભટ્ટ ની ડુપ્લીકેટ પણ સોશીયલ મીડીયા મા ખૂબ જ ચર્ચાઈ હતી જ્યારે તેણી એ આલિયા ભટ્ટ ની મૂવી “ગલીબોય” નો લુક ધારણ કરીને પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો.

પ્રિયંકા ચોપડા :

પ્રિયંકા ચોપડા ની માફક તેની ડુપ્લીકેટ પણ ઘણી ફેમસ છે. તેણી નુ નામ છે હરપ્રીત બંગા. જે ટીકટોક પર ખૂબ જ પ્રખ્યાત છે. હરપ્રીત હૂબહૂ પ્રિયંકા જેવી જ દેખાય છે.

મધુબાલા :

બોલીવુડ જગત ની મશહૂર અદાકારા આજે આપણી વચ્ચે નથી પરંતુ, આજે પણ તે લોકો ના હૃદય પર રાજ કરે છે. ટીકટોક પર પ્રિયંકા કાંડવાલ નામની યુવતી મધુબાલા ની મૂવી ના ડાયલોગ પર ટીકટોક બનાવી ખૂબ જ પ્રખ્યાત છે.

શ્રીદેવી :

બોલીવુડ ની દિવંગત સુપરસ્ટાર શ્રીદેવી જેવી દેખાતી રાખી નામ ની યુવતી ટીકટોક પર ઘણી પ્રખ્યાત છે. રાખી શ્રીદેવી ની હૂબહૂ કોપી છે. તેના મોટા ભાગ ના ટીકટોક વિડિયો શ્રીદેવી ની મૂવી ના ડાયલોગ પર ના છે.

રેખા :

બોલીવુડ ની સદાબહાર અભિનેત્રી રેખા ની ડુપ્લીકેટ પણ ટીકટોક મા પ્રખ્યાત છે. આ ડુપ્લીકેટ નુ નામ છે સિમ્મી ઠાકુર. રેખા ની મૂવી ના ડાયલોગ અને સોંગ પર ટીકટોક વિડિયો બનાવી અને તે આજે ટીકટોક પર ઘણી પોપ્યુલર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *