થોડા જ કલાકોમાં એસિડિટી અને પાચનની દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા અવશ્ય કરો આ ઔષધિ નો પ્રયોગ, જાણો આ વિશેષ માહિતી…

Spread the love

આજના ઝડપી યુગમાં આપણે ફરીથી આયુર્વેદ તરફ વળી રહ્યા છીએ. તેનાથી આપણને શરીરમાં કોઈ તકલીફ ન થાય તેના માટે આતુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક ઔષધીઓને વૈજ્ઞાનિક સંશોધન કરીને તેને દવા સમાન માનવામાં આવે છે. નાગરમોથનો છોડ શરીરની કેટલીક બીમારીઓ સામે ખૂબ ઉપયોગી બને છે. આંતરડાની બીમારી, પેટના દુખાવા, પેટમાં બળતરા થવી વગેરે જેવા અનેક રોગોને દૂર કરવા માટે તે ફાયદાકારક છે.

નાગરમોથનું તેલ વાળ માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી વાળ સુંદર બની શકે છે. તેના ફૂલનો ઉપયોગ કેટલીક જંતુનાશક દવાઓ બનાવવા માટે થાય છે. તે આપના શરીરમાં એક ઔષધિ તરીકે ખૂબ ફાયદાકારક છે. તેનો છોડ વિવિધ જગ્યાએ જોવા મળે છે. શરીરની કેટલીક બીમારીઓ માટે તે ખૂબ ઉપયોગી છે. સ્ત્રીઓને માસિકસ્ત્રાવ વધારે થતો હોવાથી તેને પેટમાં દુખાવો થાય છે ત્યારે આ ઔષધિ ખૂબ ઉપયોગી બને છે.

શરીરમાં પાચનની કોઈ સમસ્યા દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તાવ આવે ત્યારે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. દાંતની કેટલીક બીમારીઓ જેવી કે દાંતમાં દુખાવો થવો લોહી નીકળવું વગેરે જેવા રોગો સામે તે રક્ષણ આપે છે. તેની અલગ અલગ ઘણી જાતો છે તેનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે.

તે કેટલાક ચામડીના રોગો દૂર કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં અનેક પ્રકારના ગુણધર્મ રહેલા છે. તેમાં એંટીબેક્ટેરિયલ ગુણધર્મ હોય છે તે ચામડીના કેટલાક રોગો ચેપી હોય તેના માટે તે જરૂરી બને છે. તે મેલેરિયા જેવા રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. તેમાં એંટી મેલેરિયમ ગુણધર્મ રહેલો છે જે મેલેરિયા રોગમાથી આપણને બચાવી શકે છે. તે રોગ મચ્છરથી વધારે ફેલાય છે. તેમના માટે આ ઔષધિ ખૂબ ઉપયોગી છે.

નાગરમોથના કેટલાક ફાયદાઓ:

તે શરીરના અનેક પ્રકારના રોગોથી બચાવે છે. કોઈ જ્ગ્યાએ આપણને ઘા વાગેલ હોય તેને મટાડવા માટે તે ખૂબ ઉપયોગી છે. તાવ આવે ત્યારે, પેટની તકલીફો, ઝાડા, શુગર ઘટાડવા માટે, અલ્સર દૂર કરવા માટે વગેરે જેવા પેટના રોગોથી બચવા માટે તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે.

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. હદયરોગની અનેક સમસ્યાઑ દૂર કરવા માટે જરૂરી છે. પેટની કેટલીક તકલીફો જેવી કે એસિડિટી, યકૃતની બીમારીઓથી બચવા માટે તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તેમાં કેટલાક રસાયણિક તત્વો હોય છે તેના લીધે શરીરમાં થતી બળતરા દૂર થાય છે.

કેટલાક લોકોને ડાયાબિટીસની બીમારી હોય છે.તેમાં શુગરનું પ્રમાણ ઓછું કરવા માટે તે ખૂબ ઉપયોગી ઔષધિ છે. કેટલાક લોકોનું વજન હંમેશા વધતું જતું હોય છે ત્યારે તે લોકોને વજન ઓછું કરવા માટે તેનું સેવન કરવું ખૂબ જરૂરી બને છે. તેની કેટલીક જાતોના છોડથી કેન્સર જેવી સમસ્યાઓ દૂર કરવા માટે તે ઉપયોગી બને છે.

તેના છોડમાં કેટલાક પ્રોટીન તત્વો રહેલા હોય છે. તે યકૃતના કેન્સરની બીમારીઓ અને બીજા અનેક કેન્સર દૂર કરવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. વાળ ધોવા માટેના શેમ્પુમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી વાળના મૂળિયાં મજબૂત બને છે. વાળની ચમકમાં વધારો થાય છે. વાળની અનેક સમસ્યાઑ તેનાથી દૂર થાય છે.

મચ્છરને દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તેમાં રહેલા બેક્ટેરિયાથી મચ્છરનો વિનાશ થાય છે. તેનાથી મેલેરિયા, લસિકા ફાઇલેરિયાસીસ વગેરે જેવા રોગ સામે તે રક્ષણ આપે છે. તેનો ઉપયોગ કીડીને મારવા માટે થાય છે. તેના છોડમાથી નીકળેલા તેલનો ઉપયોગ જંતુનાશક દવા બનાવવા માટે થાય છે.

નાગરમોથના ગેરફાયદાઓ :

આપણે બધા જાણીએ જ છીએ કે આયુર્વેદિક દવાઓ જરૂરી પ્રમાણમા લેવી જોઈએ. નહીં તો તેની કેટલીક અસર શરીરમાં જોવા મળે છે. નગરમોથનો ઉપયોગ કરવા માટે શરીરની તંદુરસ્તી અને વજન કેટલો છે, એટલા પ્રમાણમા તેનું સેવન કરવું જોઈએ. કેટલાક લોકોનું વજન ઓછું હોય તે લોકોને આ ઔષધિનું સેવન કરતાં પહેલા ડોક્ટરની મદદ લેવી જોઈએ. તેનો ઉપયોગ કેટલીક દવાઓ બનાવવા માટે થાય છે. પરંતુ ક્યારેક કોઈ કેમિકલ્સ વધારે હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *