થોડા દિવસો મા જ મોઢા અને આંખ નીચેના કાળા ડાઘ તેમજ કુંડાળા દૂર કરવા અજમાવવો જોઈએ આ આયુર્વેદિક ઉપચાર, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

આમ આંખોની નીચેના  ભાગમા કાળાશ હમેશા હોય છે. તે બધી જ ઋતુમા રહે છે. તે અનિન્દ્રા, હોર્મોનસ  બદલાવ, હિમોગ્લોબિનનિ અછત અને અપુરતા વિટામિંસથિ થાય છે.  આપણી ચામડી માટે ટમેટા ખુબ જ સારા ગણવામા આવે છે. આના રસને ઘસવાથી ચામડીની ચમક પાછી આવે છે. આ રસથી હળવા હાથે માલિસ કરવિ જોઇએ. આમ સપ્તાહમા બે થી ત્રણ વાર કરવુ જોઇએ.

બટાકા પણ આ સમસ્યા માટે સારા ગણવામા આવે છે. આનો રસ કાઢીને તેમા રૂ બોળીને તેને આંખ અને તેની આજુબાજુના ભાગ પર રાખી દેવુ. આને તમારે દસ મિનિટ માટે રાખવુ અને પછી તેને ઠંડા પાણીથી ધોઇ લેવુ જોઇએ. આવી જ રીતે કાકડીને ફ્રીજમા રાખીને આંખ પર લગાવુ જોઇએ. આનાથી આંખની ગરમી દુર થાય છે.

તમે આના પર રૂને ગુલાબ જળમા બોળીને પણ રાખી શકો છો. આમ આ રીતે એક મહિનો સતત રાત્રે કરવુ જોઇએ. છાશ પણ આ સમસ્યા માટે ફાયદાકારક છે. એક ચમચી છાશ અને ચપટી એક હળદર લઇને ડાર્ક સર્કલ પર લગાવી જોઇએ. ૧૫ થી ૨૦ મિનિટ બાદ તેને હળવા ગરમ પાણીથી ધોઇ લેવુ જોઇએ. પીપળાના ઝાડની છાલને દુધ સાથે વાટી લેવી જોઇએ. આ પણ અસરકારક સાબિત થાય છે. મુલેઠી, હળદર અને રોઝવોટરનો લેપ બનાવો જોઇએ. આને થોડો સમય કરવાથી ફાયદો થાય છે.

ચંદન, ખસનો પાવડર, હળદર અને ગુલાબજળને ભેગુ કરીને લગાવાથી ચામડી ચમકવા લાગે છે. ચામડી માટે વિટામિન ઇ ખુબ જ જરૂરી હોય છે તે બદામ તેલ માથી મળી આવે છે. આ તેલથી માલિસ કરવી જોઇએ. તમારે નિયમિત કાકડીનો રસ પણ પીવો જોઇએ. આ આપણી ચામડીમા ભેજ આપે છે. આંખમા સોજો આવી ગયો હોય તો તેના માટે ટી બેગ્સને પાણીમા ઉકાળવી જોઇએ.

ત્યારબાદ તે પાણી ઠંડુ થાય ત્યાર પછી તે બેગ્સને આંખો પર રાખવી. 5 મિનિટ માટે તમે આને રાખી શકો છો. આ ચામડી માટે ખુબ જ ગુણકારી ગણવામા આવે છે. ટમેટા માત્ર ડાઘ માટે ઉપયોગમા નથી લેવાતા તે ચામડીને કોમળ બનાવામા મદદ કરે છે. ચમચી એક ટમેટાના રસમા ચમચી એક લીંબુનો રસ મિક્સ કરવો જોઇએ.

આને આંખોની આસપાસ લગાવુ જોઇએ. આમ અઠવાડીયામા બે થી ત્રણ વાર કરવુ જોઇએ. આમ કરવાથી આ સમસ્યા દુર થાય છે. સંતરા આપણી ચામડી માટે ખુબ જ સારા છે. આના રસમા ત્રણ થી ચાર ટીપા ગ્લિસરિનના નાખીને આંખોની નીચે લગાવુ. આમ થોડા દિવસ કરવાથી ચામડી સફેદ બને છે.

જો તમે દરરોજ ગુલાબજળનો ઉપયોગ કરો છો તો આ સમસ્યા દુર થાય છે. આના એક થી બે ટીપા આંખમા નાખવા જોઇએ અને તેની આજુબાજુ મસાજ કરવાથી આરામ મળે છે. ડાર્ક સર્કલ્સને દુર કરવા માટે બેકિંગ સોડા પણ ઉપયોગમા લેવાય છે. હળવા ગરમ પાણીમા એક ચમચી આ સોડા મિક્સ કરવુ જોઇએ. આને રૂમા બોળીને આંખ પર રાખી દેવુ જોઇએ. વીસ મિનિટ રાખ્યાબાદ તેને પાણીથી સાફ કરી લેવુ જોઇએ. આ ખુબ જ અસરકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *