ટાટા ની પ્રીમિયમ કાર ‘Altroz’ ની તસ્વીરો જોઇને થઈ જશો ચકિત, જાણો તેની કિંમત અને ફીચર્સ વિષે…

Spread the love

ભારતની સૌથી મોટી કાર કંપની એટલે કે ‘Tata Motors’ ખુબ જ જલ્દી ભારત દેશની બજારમા તેની નવી પ્રીમીયમ કાર ‘Tata Altroz’ ને લોન્ચ કરશે. જ્યારે આ પહેલા જ દેશની સૌથી મોટી કંપનીએ આ કારના પહેલા પ્રોડક્શન યુનિટને પુણે શહેર ખાતે આવેલ તેના પ્લાન્ટથી રોલ આઉટ કર્યું છે. અત્યાર સુધી આ કાર ને રોડ ટેસ્ટિંગ દરમિયાન જ જોઈ શકતા હતા. પરંતુ હવે આ પહેલીવાર છે કે જ્યારે કંપનીએ આ કારને અધિકારિક રીતે રજૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ‘Tata Motors’ આ કારને આવતા વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી મહિના મા વેચાણ માટે લોન્ચ કરશે. ‘Tata Motors’, વર્ષ ૨૦૨૦ ની શરૂઆત પ્રીમિયમ હેચબેક કાર ‘Tata Altroz’ થી કરશે. વિશેષમા મળતા અહેવાલ અનુસાર ખુબ જ જલ્દી આ કારની બુકિંગ પણ શરૂ કરી દેવામા આવશે. કંપનીએ આ કારના કોન્સેપ્ટને સૌથી પહેલા જેનેવા મોટર શો દરમિયાન રજૂ કર્યો હતો.

આ કારને કંપનીએ અલ્ફા લાઇટ ફ્લેક્સીબલ એડવાન્સ(ALFA) આર્કિટેક્ટ થી તૈયાર કરી છે. મળતા અહેવાલ મુજબ કંપની આ કારને બે અલગ-અલગ પેટ્રોલ એન્જિન સાથે બજારમા ઉતારી શકે છે. એક વેરિએન્ટમા કંપની ૧.૨ લીટરની ક્ષમતાના ૩ સિલિન્ડર યુક્ત નેચુરલ એક્પાયર્ડ એન્જિનનો ઉપયોગ કરી શકે છે. જે આ કારને ૮૬ બીએચપી(BHP) નો પાવર આપશે. જ્યારે બીજા વેરિએન્ટમા કંપની ૧.૨ લીટર ક્ષમતા વાળા ટરબોચાર્જ પેટ્રોલ એન્જિન આપી શકે છે. જે કારને ૧૦૮ બીએચપી(BHP) નો પાવર આપશે.

આ ઉપરાંત મળતા વિશેષ અહેવાલ અનુસાર કંપની આ કારના ફીચર્સની વાત કરીએ તો સેન્ટ્રલ કંટ્રોલમા ગ્રીમ લાઇટિંગ આપી છે અને ડેશબોર્ડ વચ્ચે ટચ સ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ પણ આપેલ છે. આ ઉપરાંત ક્રૂજ કંટ્રોલ, માઉંટેડ સ્ટીયરિંગ વ્હીલ, ડિજિટલ ટેકોમીટર, એનાલોગ સ્પીડોમીટર ને પણ સામેલ કરવામા આવ્યા છે.

હવે કિંમત વિષેની વાત કરીએ તો કંપનીની આ પ્રીમીયમ કાર ની કીમત ૫.૫૦ લાખ રૂપિયા થી લઈને ૮.૫૦ લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *