“તારક મહેતા…” ના વધુ એક પાત્ર ના બિલ્ડીંગ ને કરવામા આવ્યું સીલ, ૧૪ દિવસ માટે થયા ક્વૉરન્ટીન
મિત્રો, કોરોના વાયરસ નો ડર હાલ ધીમે-ધીમે વધી રહ્યો છે. થોડા દિવસ પહેલા ટી.વી અભિનેતા શિવિન નારંગ તથા અંકિતા લોખંડે ની બિલ્ડિંગ મા કોરોના પોઝિટિવ નો ૧ કેસ નોંધાતા આખી બિલ્ડિંગ સીલ કરવામા આવી હતી. ત્યારબાદ સીરિયલ ‘તારક મહેતા..’ મા બાઘા નો રોલ નિભાવતા તન્મય વેકરિયા ના બિલ્ડિંગ મા કોરોના વાયરસના ૩ કેસ પોઝિટિવ આવ્યા અને આખુ બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યુ હતુ.
જો કે હવે આ યાદીમા ‘તારક મહેતા..’ ની જ કલાકાર સોનાલિકા જોશી એટલે કે માધવી ભીડેની મુંબઇની કાંદિવલી ઇસ્ટ સ્થિત બિલ્ડિંગ ને સીલ કરી દેવામા આવી છે. આ બિલ્ડિંગ મા રહેતા ૧ વ્યકિતને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો છે. જોકે આ વાતની પુષ્ટિ સોનાલીકા એ પોતે જ કરી છે કે ૨૭ માર્ચથી તેની બિલ્ડિંગ સીલ છે.
સોનાલીકાએ જણાવ્યુ કે, અમે લોકો ૨૭ માર્ચ થી અમારા ઘરમા બંધ છીએ અને અમને કવોરોન્ટાઈન મા રહેવા માટે જણાવવા મા આવ્યુ છે. એટલે કે છેલ્લા ૧૪ દિવસ થી સોનાલિકા જોશી અને તેમની સાથે રહેતા એપારટમેન્ટ ના તમામ લોકો કોરોના વાયરસના કારણે ઘર મા બંઘ છે.
આ સિવાય તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘાએ કહ્યુ કે, મંગળવારે ૭ એપ્રિલ ના રોજ ૧૪ દિવસ માટે તેમનુ બિલ્ડિંગ કવોરોન્ટાઈન કરવામા આવ્યુ છે. સોસાયટી માંથી એક પણ વ્યક્તિ બહાર જવા દેવામા આવતા નથી તથા કોઈપણ વ્યક્તિ ને અંદર આવવા દેવામા આવતુ નથી.
તન્મય દરરોજ પ્રભુ ને આ ત્રણેય કોરોના પોઝિટિવ દર્દીઓ જલ્દી થી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરે છે. આ ત્રણેય દર્દીઓ ને મુંબઈના અંધેરી મા આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે.