તમે પણ અટકાવી શકો છો તમારા વાળને ખરતા, બસ આજથી જ શરુ કરી દો આ હેરફોલ ટ્રીટમેન્ટ અને પછી જુઓ ફરક…

Spread the love

આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા બધા લોકોમાં જોવા મળે છે. અત્યારે નાના થી લઈ મોટા બધા લોકોને વાળ ખરવાની સમસ્યા હોય જ છે. આ સમસ્યાને દુર કરવા માટે આ લેખમાં અમે તમને એક એવા તેલ વિષે વાત કરીશું. તેનો બે વખત જ ઉપયોગ કરવાથી વાળ કાળા, લાંબા, મજબુત અને વાળને લગતી બધી સમસ્યા દુર કરે થાય છે. જેવી કે વાળ ખરવા, વાળમાં તાલ થવી, વાળ સફેદ થવા જેવી અનેક સમસ્યા આ તેલ લગાવાથી દુર થાય છે.

વાળ આપણા શરીરનો મહત્વનો ભાગ છે. તે આપણી સુંદરતામાં વધારો કરે છે. તે માટે આપણા વાળ રેશમી, મુલાયમ અને ચમકદાર હોવા ખુબ જરૂરી છે. પરંતુ આજની આ ભાગદોડની સમસ્યામાં આપણે આપણા વાળનું પુરતું ધ્યાન રાખતા નથી. જેને લીધે આપણા વાળ ખરવા લાગે છે, અને બીજી ઘણી સમસ્યા થાય છે. આપણા વાળ કદરૂપા દેખાવા લાગે છે.

જો તમે પણ વાળને લગતી સમસ્યાથી પરેશાન છો તો તમારે તેનાથી ડરવાની જરૂર નથી. આજે આપણું એવું તેલ બનાવીશું જેને લગાવાથી વાળ ખરવાની સમસ્યા દુર થશે. તેનો ઉપયોગ કરવાથી નવા વાળ પણ આવશે, અને વાળને લગતી બધી સમસ્યા દુર થશે. તે તેલ લગાવાથી વાળ સિલ્કી અને ચમકદાર બની શકશે. તો ચાલો તે તેલ બનવાની રીત જાણીએ.

તેલ બનાવવા માટેની વસ્તુઓ :

એક બાઉલ કોપરેલ ઓઈલ, એક મુઠ્ઠી લીમડાના પાન

તેલ બનાવવાની રીત :

આ આર્યુવેદિક તેલ બનાવવા માટે, સૌ પ્રથમ એક તપેલીમાં તોપરેલનું તેલ નાખી તેને ગેસ પર કરવું. જયારે તેલ એકદમ ગરમ થાય ત્યારે તેમાં એક મુઠ્ઠી પાન ઉમેરવા, ત્યાર બાદ તેને ધીમા તાપે ઉકળવા દેવા. જ્યાં સુધી પાન કાળા ન થાય ત્યાં સુધી તેને ગેસ પર રાખવું. ત્યાર બાદ તે તેલ ને નીચે ઉતારીને એક વાસણમાં ગાળીને રાખવું. આ રીત દ્વારા તમારું આર્યુવેદિક તેલ તૈયાર થશે. ત્યાર બાદ આ તેલ નો ઉપયોગ વાળમાં કરવો. આ તેલને વાળમાં લગાવાથી વાળ કાળા, મજબુત, સિલ્કી અને ખરવાની સમસ્યા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *