તમે ક્યારેય નહી જોઇ હોય “રામાયણ” ના રામ ની આ યુવાની ની તસ્વીરો

Spread the love

મિત્રો, રામાનંદ સાગરની રામાયણને લઈને હાલ ૩૩ વર્ષ બાદ પણ લોકોમા અત્યંત ભારે ઉત્સાહ ની લાગણી પ્રવર્તી રહી છે. સોશિયલ મીડિયા પર આ સીરીયલને લઈને દરરોજ કઈ ને કઈ ટ્રેડિંગ જોવા મળે છે. આ ધારાવાહિક મા રામ નુ પાત્ર ભજવતા અરુણ ગોવિલ ને લોકો ત્યારે પણ પસંદ કરતા હતા અને અત્યારે પણ કરે છે. તેમનો ચાહકવર્ગ તેમના વિશેની દરેક નાની-મોટી બાબત જાણવા ઈચ્છે છે.

હાલ, અરુણ ગોવિલ નો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોગ્રાફ અરુણ ગોવિલ ના જુવાની ના સમયનો છે. આ ફોટોગ્રાફ બ્લેક એન્ડ વાઈટ છે. આ ફોટોગ્રાફ અરુણ ગોવિલ ના ભાભી તબ્બુસુમે પોતાના ઓફિશિયલ ટવીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ ફોટોગ્રાફ શેર કરતા તેમણે જણાવ્યુ કે, અમે પ્રકાશ જાવડેકરજી નો આભારી છીએ કે જેમણે ફરી ડી.ડી. નેશનલ પર રામાયણ બતાવવા અંગે નો નિર્ણય કર્યો. તેમણે પોતાની ટવીટમા આગળ લખતા જણાવ્યુ કે આનો સૌથી મોટો લાભ એ થશે કે આજ ની વર્તમાન પેઢીને ખ્યાલ પડશે કે રામાયણ એટલે શુ? મને ખુશી છે કે રામાયણ મા રામ નુ પાત્ર ભજવનાર વ્યક્તિ મારા દિયર છે.

અરુણ ગોવિલ નો આ ફોટોગ્રાફ ખૂબ જ પસંદ કરવામા આવી રહ્યો છે. આ ફોટોગ્રાફમા અરુણ ગોવિલ ની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ પડે છે. રામાયણમા રામનુ પાત્ર ભજવવાને કારણે અરુણ ગોવિલને સમગ્ર દેશમા ખુબજ પ્રસિદ્ધિ અને આદર-સત્કાર મળ્યો.

આ પાત્ર લોકોના મનમા એટલુ ઘર કરી ગયુ કે, જ્યારે પણ પ્રભુ શ્રી રામ અંગેની વાત થાય ત્યારે સૌ કોઈ અરૂણ ગોવિલમા જ પ્રભુ શ્રી રામની છબીને જોતા. ત્યારે આ દિવસોમા અરૂણ ગોવિલ ફરી ચર્ચા નો વિષય બન્યા છે. ‘રામાયણ’ ની વાત કરીએ તો એક એપિસોડમા અંદાજિત ૯ લાખ રૂપિયા ખર્ચ થતો હતો.

આ ધારાવાહિક નુ શૂટિંગ અંદાજિત ૫૫૦ દિવસ સુધી ચાલ્યુ હતુ. ગુજરાતના ઉમરગાંવમા રામાયણ નુ શૂટિંગ કરવામા આવ્યુ હતુ. ૮૦ ના દશકામા બનાવેલી ‘રામાયણ’ ની લોકપ્રિયતા હજુ પણ દર્શકોમા તેવી છે. ’રામાયણ‘ નુ ડી.ડી. નેશનલ પર ફરી થી પ્રસારણ શરૂ કર્યુ છે. આ ધારાવાહિક પરોઢે અને રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *