તમે ક્યાં નામે ઓળખો છો આ શાકભાજી ને ? આવા છે જબરદસ્ત ફાયદા…

Spread the love

મિત્રો, જો પોષકતત્ત્વોની દૃષ્ટિએ તમે ગલકા અને તુરિયાને એકબીજાની સાપેક્ષમા રાખો તો બંનેમા કોઈ વિશેષ ફરક તમને જોવા મળશે નહિ. તુરિયા એ આપણા દેશમા લગભગ બધી જ જગ્યાએ તમને જોવા મળી રહેશે. પશ્ચિમના દેશોમા તે વધારે પડતા પ્રખ્યાત નથી પરંતુ, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમા આ સબ્જી ખુબ જ વધારે પડતી લોકપ્રિય છે. તુરિયાના વેલા ખુબ જ લાંબા થાય છે અને તેના વૃક્ષ પર તમને આછા પીળા રંગના પુષ્પો પણ જોવા મળી શકે છે, જે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

જો ગલકાના પુષ્પો વિશે વાત કરીએ તો તે વહેલી સવારે ખીલે છે તો તેની સાપેક્ષે તૂરિયાના પુષ્પ એ સાંજના સમયે ખીલે છે. તૂરિયાના ફળ ખુબ જ લાંબા થાય છે અને તેની ઉપર તમને અમુક જગ્યાએ ખાંચો પડેલી પડેલી પણ જોવા મળે છે. વરસાદની મૌસમની શરૂઆતમા તમે આ છોડની વાવણી આકરી શકો છો.

તેને વાવ્યા પછી બે થી અઢી માસ બાદ તેનો પાક ઊતરવા માંડે છે. જો ચોમાસાની શરૂઆતમા આ પાક વાવણી કરવામા આવે તો શ્રાવણ-ભાદરવાના સમયકાળ દરમિયાન અને જો મહા મહિનામા વાવણી કરવામા આવે તો વૈશાખ-જેઠના સમયકાળ દરમિયાન અને જો વૈશાખ માસમા વાવણી કરવામા આવે તો જેઠ-અષાઢ માસના સમયકાળ દરમિયાન પાક ઊતરે છે. આ તૂરિયા સ્વાદે મીઠા અને કડવા એમ બે પ્રકારના આવે છે.

આ તુરીયા એ ખુબ જ ઠંડા, મધુર, પિત્તનો નાશ કરનાર અગ્નિને પ્રદીપ્ત કરનાર હોય છે. આ ઉપરાંત તેનુ સેવન કરવાથી તમને શ્વાસ, તાવ, ઉધરસ અને મળ સાથે સંકળાયેલ સમસ્યાઓમા પણ તમને રાહત મળે છે. તે પચવામા પણ ખુબ જ ભારે હોય છે. તેથી, જો તમે ચોમાસાની ઋતુ દરમિયાન તુરીયાની સબ્જી બનાવી તેનુ સેવન કરવુ એ બીમાર માણસો માટે હિતકારી નથી.

આ તુરીયાની સબ્જીનુ નિયમિત સેવન તમને માનસિક તણાવની સમસ્યાને દૂર કરવામા પણ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તેનુ સેવન કરવાથી તમને આંખ સાથે સંકળાયેલ સમસ્યાઓમા પણ તુરંત રાહત મળી શકે છે. જો તમે કડવા તુરિયાના બીજને મીઠા તુરિયાના ઓઈલમા ઘસીને ત્યારબાદ તેને તમારી આંખમા કાજળની જેમ લગાવો તો તમને આંખમા મોતિયાની સમસ્યા સામે રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે તુરીયાના પાનને પીસી લ્યો અને ત્યારબાદ તેનો રસ કાઢીને તેના એક થી બે ટીપા તમારી આંખમા ઉમેરો તો તમને આંખ સાથે સંકળાયેલ તમામ બીમારીઓમા રાહત મળી શકે છે. આ સિવાય જો તમે કમલાની સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિવારણ માટે પણ તુરીયાનુ આ ઓઈલ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ સિવાય જો તમે ૫૦૦ ગ્રામ તુરિયાને ઝીણા સમારીને બે લીટર પાણીમાં ઉકાળો અને ત્યારબાદ પાણીને ગાળી લ્યો અને પછી તેને ઘી મા શેકીને ગોળ સાથે તેનુ સેવન કરો તો તમને બવાસીરની સમસ્યામા તુરંત રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમે તુરિયાના પાન અને બીજને પાણીમા વાટીને ત્યારબાદ ધાધર અને ખુજલી પર લગાવો તો તમને આ સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે.

આ સિવાય તુરીયામા તમને ઈંસુલિનની માફક પેપ્ટાઈડ પણ જોવા મળી શકે છે, જે તમારી ડાયાબીટિસની સમસ્યાને નિયંત્રણમા લાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે તુરિયાના પાન અને બીજને પાણીમા વાટીને ત્યારબાદ તમારી ત્વચા પર લગાવો તો તમને કોઢ જેવી સમસ્યા સામે પણ રાહત મળી શકે છે.

આ સિવાય જો તમને વાળ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય અને તમે તેમાંથી મુક્તિ મેળવવવા ઈચ્છતા હોવ તો પણ તુરીયા તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમે તુરીયાના નાના ટુકડા કરીને ત્યારબાદ તેને કોકોનટ ઓઈલમા મિક્સ કરીને વાળમા લગાવો તો તે તમારી વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓને દૂર કરશે અને તમારા વાળને સુંદર અને આકર્ષક બનાવે છે, તો એકવાર આ ઉપાય અવશ્યપણે અજમાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *