તમે ક્યાં નામે ઓળખો છો આ ઔષધીય ફૂલને? માથાથી લઈને પગ સુધીની તમામ સમસ્યાઓનો છે ઈલાજ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, આપણા આયુર્વેદ શાસ્ત્રમાં અનેકવિધ પ્રકારની જડીબુટ્ટીઓનુ વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનાથી લોકો પોતાની દરેક બિમારીમાંથી મુક્તિ મેળવી શકે છે. આવા જ એક જડીબુટી સમાન પુષ્પ વિશે આજે આ લેખમા આપણે માહિતી મેળવીશુ કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેકવિધ રીતે ઉપયોગી છે. તો ચાલો જાણીએ.

આ પુષ્પનુ નામ છે કરેણ. આ છોડ લગભગ આપણા દેશના દરેક વિસ્તારમા જોવા મળી રહે છે. આ પુષ્પના છોડમા સામાન્ય રીતે બે પ્રકારના પુષ્પ આવે છે, એક પીળા અને એક સફેદ. લગભગ બધાએ ક્યાંકને ક્યાંક આ પુષ્પનો છોડ તથા તેના પુષ્પ જોયા હશે પરંતુ, તમને તેના આયુર્વેદિક ગુણો વિશે જરાપણ ખ્યાલ નહીં હોય. આયુર્વેદ મુજબ આ પુષ્પ આપણા માટે એક સંજીવની બૂટી જેવું કાર્ય કરે છે, તો ચાલો તેના વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

કરેણના આ તાજા પુષ્પોનો ૫૦ ગ્રામ રસ તમે ૨૦૦ ગ્રામ ઓલિવ તેલ અને ૧૦૦ ગ્રામ કોકોનટ ઓઈલમા મિક્સ કરીને શરીર પર માલિશ કરવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત આ તેલની માલિશથી તમને રક્તપિત્તની સમસ્યા સમાઈ પણ રાહત મળી શકે છે. જો તમે પીળી કરેણના પુષ્પને પીસીને તેમા દૂધ, ગોળ અને ઘી મિક્સ કરી તેને માથા પર લગાવો તો તમારી વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમાં તમને રાહત મળશે.

આ સિવાય જો તમે કરેણના પાંદડા, મૂળ અને પુષ્પો એકસમાન માત્રામા મિક્સ કરી તેને તમે ૫૦૦ મિ.લી. સરસવના ઓઈલમા ઉકાળો અને તે ઉકળીને અડધુ થઈ જાય ત્યારબાદ તેને ફિલ્ટર કરી અને શીશીમા ભરો તો તમને ત્વચા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમા રાહત મળે છે. જો કરેણના પર્ણોને પીસીને તેને કોકોનટ ઓઈલમા મિક્સ કરીને સાંધાના દુઃખાવા પર લગાવવામા આવે તો તમને સાંધાના દુઃખાવાની સમસ્યામા તુરંત રાહત મળી શકે છે.

જો તમને કોઈ સાપ કે વીછી કરડી ગયો હોય તો તેના ઝેરને ઉતારવા માટે સફેદ કરેણના મૂળને પીસીને ત્યારબાદ તેને આ સાપ કે વિછીના ડંખ પર લગાવવામા આવે તો તમારા શરીરમા ઝેર ફેલાતુ નથી અને તમને તુરંત રાહત પણ મળે છે. આ સિવાય જો તમે ૧૦ ગ્રામ સફેદ કરેણના મૂળને પીસીને તેને ઘી સાથે મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમારી ગુપ્તાંગ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ સામે તમને રાહત મળી શકે છે.

જો તમને ગુમડાની સમસ્યા થાય છે તો સફેદ કરેણના મૂળને પીસીને તેનો લેપ તૈયાર કરીને ત્યારબાદ તેને તમારા શરીરના જે ભાગ પર તમને ગુમડાની સમસ્યા થઇ હોય ત્યા લગાવવામા આવે તો તે તમને સારી એવી રાહત પાવી શકે છે. જો તમે હરસ ની સમસ્યાથી પીડાતા હોવ તો કરેણ અને લીમડાના પાંદડાને એકસાથે મિક્સ કરીને તેની પેસ્ટ હરસ પર લગાવો તો તે સુકાઈને ગાયબ થઇ જાય છે અને તમને આ સમસ્યામાંથી રાહત મળે છે. એકવાર આ ઔષધીનો ઉપયોગ અવશ્યપણે કરજો, ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *