તમે ક્યાં નામે ઓળખો છો આ ઔષધીય છોડને? બવાસીર જેવા ૫૦ થી પણ વધુ રોગોને કરે છે નાબુદ, જાણો ઉપયોગની રીત…

Spread the love

મિત્રો, આયુર્વેદમા આસોપાલવના વૃક્ષને તામ્રપલ્લવ તરીકે પણ ઓળખવામા આવે છે. આ વૃક્ષના જુદા-જુદા ભાગો એટલે કે પુષ્પ, પાંદડા વગેરે સ્ત્રીઓના સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે ખુબ જ ફાયદાકારક માનવામા આવે છે. આ વૃક્ષ પૌષ્ટિક અને રોગનિવારક ગુણધર્મોને કારણે ઔષધી તરીકે અનેકવિધ બીમારીઓ માટે વપરાય છે.

આ વૃક્ષની છાલ, પાંદડા, પુષ્પો અને બીજ એ આયુર્વેદમા ઔષધી તરીકે પણ વપરાય છે. આ વૃક્ષ કડવો અને ઠંડો ગુણધર્મ ધરાવે છે. તે તરસ, બળતરા, કૃમિ, સોજો, પેટનો દુ:ખાવો અથવા પેટ ફૂલી જવુ, ઝેર, બવાસીર, રક્ત સાથે સંકળાયેલ સમસ્યા, ગર્ભાશયની સમસ્યા, લ્યુકોરિઆ, તાવની સમસ્યા, સાંધાની સમસ્યા, અપચો વગેરે જેવી બીમારીઓનો નાશ કરે છે.

જો તમે આ વૃક્ષના ૧-૨ ગ્રામ બીજને પાણીમા પીસીને ત્યારબાદ બે ચમચી જેટલુ તેનુ સેવન કરો તો તમને કિડનીમા થયેલી પથરીની સમસ્યા સામે રાહત મેળવી શકો છો. આ વૃક્ષની છાલ એ ત્વચા સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ દૂર કરવામા અસરકારક સાબિત થશે. જો તમે આ વૃક્ષની છાલ, બદામ, હળદર અને કપૂરને યોગ્ય રીતે પીસી લો અને ત્યારબાદ તેને ચહેરા પર લગાવો તો ચહેરાની બધી કરચલીઓ દૂર થાય છે અને તમારા ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક આવે છે.

આ વૃક્ષની છાલમા પુષ્કળ માત્રામા એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો સમાવિષ્ટ છે, જે ચેપને ફેલાતા અટકાવે છે. જો તમે પેટમા કરમિયાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો પણ આ વૃક્ષની પાંદડાનો ઉપયોગ લાભદાયી સાબિત થઇ શકે છે. જે લોકો ગુમડાની સમસ્યાથી પીડાતા હોય તેમણે આસોપાલવની છાલને પાણીમા ઉકાળી અને તેની પેસ્ટ તૈયાર કરી ત્યારબાદ આ પેસ્ટમા સરસવનુ ઓઈલ મિક્સ કરીને તેને અસરગ્રસ્ત વિસ્તારમા લગાવો તો ગુમડા અને ખીલની સમસ્યામા રાહત મેળવી શકો છો.

તૂટેલા હાડકાંને જોડવા માટે પણ આસોપાલવ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આસોપાલવની છાલનુ ચૂર્ણ ૬ ગ્રામ વહેલી સવારે અને સાંજે દૂધ સાથે મિક્સ કરીને પીવામા આવે તો તૂટેલા હાડકાની સમસ્યામા રાહત મળી શકે છે. આ વૃક્ષમા પુષ્કળ માત્રામા એન્ટિ-ઓક્સીડન્ટ સમાવિષ્ટ હોય છે, તે તમને ઝાડાની સમસ્યા સામે મદદ રક્ષણ આપે છે. આ વૃક્ષની છાલનો ઉપયોગ ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય તે લોહીમા સુગર લેવલને વધતા અટકાવે છે.

આ વૃક્ષમા પુષ્કળ માત્રામા બળતરા વિરોધી ગુણધર્મો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમા થતી બળતરાને ઘટાડવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ કારણોસર સોજાવાળા વિસ્તાર પર આસોપાલવના વૃક્ષના પાંદડા અને છાલની પેસ્ટ તૈયાર કરી લગાવવામા આવે તો રાહત મળે છે. અલ્સરના ઘા ને સૂકવવા માટે પણ આસોપાલવના પાન અને છાલ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આસોપાલવ વૃક્ષના પાનનો ઉકાળો ૧૦-૨૦ મિલિલીટર લેવાથી આખા શરીરમા થતી બળતરામાંથી તમને રાહત મળે છે. આ સિવાય આ વૃક્ષના પુષ્પ અને છાલ બંનેમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણધર્મો સમાવિષ્ટ છે, જે પાચનક્રિયામા સુધારો કરવામા ખુબ જ મદદગાર સાબિત થાય છે. જો તમે ત્રણ ગ્રામ આસોપાલવના પુષ્પનુ ચૂર્ણ દહી સાથે સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ સિવાય મૂત્ર સાથે સંકળાયેલી સમસ્યાઓના નિવારણ માટે પણ આસોપાલવના બીજ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે નિયમિત વહેલી સવારે અને સાંજના સમયે આ બીજનુ સેવન કરો તો તમારુ શરીર નીરોગી અને તંદુરસ્ત રહે છે, તો એકવાર આ ઉપાયને અવશ્ય અજમાવો, ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *