તમારૂ ભાગ્ય ચમકી ઉઠશે બસ તમારા ઘરમાં ઉત્તર અને દક્ષિણ ખૂણામાં રાખી દો આ એક વસ્તુ

Spread the love

મિત્રો, જો તમે વાસ્તુ શાસ્ત્ર મા દર્શાવેલા ઉપાયો અનુસાર વર્તો છો તો તમારા ઘરમાં નિરંતર સુખ-શાંતિ નો માહોલ જળવાઈ રહે છે તથા માતા લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે. જે તમે વાસ્તુના ઉપાયો મુજબ તમારું જીવન વ્યતીત કરો તો તમારા ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે તથા ઘરમાં વાદ-વિવાદ થતાં નથી.

વાસ્તુશાસ્ત્ર વિશે એવી પણ માન્યતાઓ છે કે તેના નીતિ-નિયમો અનુસરવા માટે ઘરમાં તોડફોડ કરવી પડે છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે ઘરમાં તોડફોડ કર્યા વિના અમલમાં મુકી શકાય તેવા ઉપાયો પણ વાસ્તુમાં દર્શાવાયા છે. તો આ ઉપાયો કયા કયા છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ..

તમે જયારે પણ ઘરની સાફ – સફાઈ કરતાં હોવ ત્યારે જે પાણી ઉપયોગમાં લો છો તેમાં નમક ઉમેરી દેવું. આવું કરવાથી ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સમગ્ર ઘરમાં એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે.

આ ઉપરાંત ઘરના ઉત્તર-દક્ષિણ ખૂણામાં સિક્કા ભરેલું એક પાત્ર રાખવું. આ ઉપાય અજમાવવાથી પણ ઘરમાં સકારાત્મકતા વધે છે અને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. કારણ કે ઉત્તર-દક્ષિણ દિશા એ નેતૃત્વની દિશા છે.

આ સિવાય આપણા ઘરના દેવસ્થળમાં વાસ્તુ દેવની પ્રતિમા અવશ્યપણે રાખવી અને નિયમિત રીતે તેનું પૂજન-અર્ચન પણ કરવું. આમ કરવાથી ઘરનાં રહેલા તમામ વાસ્તુદોષ દૂર થાય છે. સૂવાના ઓરડા માં બેડ એવી રીતે ના ગોઠવવો કે જેમાં સૂતી વખતે તમારા પગ મુખ્ય દ્વાર ની સામે રહે. આવી સ્થિતિ માં સૂવાથી ઘરમાં આર્થિક નાણાંભીડ નો માહોલ બની શકે છે.

આ ઉપરાંત ઘરમાં અગ્નિ અને પાણીનું સ્થાન એકબીજાથી નજીક ના હોય તેવી વ્યવસ્થા રાખવી. આ નિયમનું રસોડામાં ચુસ્તપણે પાલન થાય તેની વિશેષ કાળજી રાખવી. જો તમારા ઘરના સદસ્યો વચ્ચે તણાવભર્યો માહોલ બનેલો હોય તો એક એવી છબ્બી લેવી કે જેમાં કુટુંબ ના દરેક સભ્યો હોય અને તે છબ્બી ને દક્ષિણ-પશ્ચિમ દિશામાં દિવાલ પર લગાવી દેવી. આમ કરવાથી કુટુંબ ના સદસ્યો વચ્ચે પ્રેમ-ભાવ વધશે અને તણાવ દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *